ચીનાઓની આ માંગણીથી ત્યાંની મહિલાઓ થઈ ઉઠી ભયભીત, જાણીને તમને પણ ચીનની માનસિકતા પર થશે પ્રશ્ન
ચીનાઓની આ માંગણીથી ત્યાંની મહિલાઓ થઈ ઉઠી ભયભીત – જાણીને તમને પણ ચીનની માનસિકતા પર પ્રશ્ન થશે

ચીનની સરકાર ક્યારેય પોતાના દેશની સમસ્યાઓ તે પછી નાની હોય કે મોટી હોય પણ બાહ્ય જગત આગળ છતી થવા દેતી નથી. તાજેતરમાં ભારત સાથેના સીમા પરના ઘર્ષણમાં તેમના કેટલાક સૈનિકો મૃત્યુ પામ્યા છે પણ તે વિષે તેમણે કોઈ જ સ્પષ્ટ આંકડો જણાવ્યો નથી. આ ઉપરાંત ત્યાના નાગરીકોનું પણ સરકાર સાથે અવારનવાર ઘર્ષણ ચાલતુ રહે છે તેની પણ વાત ત્યાંની સરકાર દબાવતી રહે છે. આમ તે બહારના જગત માટે એક રહસ્યમયી દેશ બની ગયો છે.

હાલ ચીનની સમસ્યા એ છે કે ત્યાં અપરિણિત પુરુષોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને ચીનમાં લૈંગિક અસમાનતા પણ ખૂબ છે. અને જો આ સ્થિતિ આમ જ ચાલતી રહી તો એક અહેવાલ પ્રમાણે 2050 સુધીમાં ચીનના 3 કરોડ પુરુષો કુંવારા જ રહેશે. ચીન એક વિચિત્ર દેશ છે તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ માટે તેમની આ સમસ્યાનું સમાધાન પણ વિચિત્ર છે. અહીંના એક પ્રોફેસરે આ સમસ્યાને દૂર કરવા માટે એક સાવ જ વાહિયાત સૂચન કર્યું છે. અને તે સૂચન એ છે કે મહિલાઓને બે કે તેથી વધારે પતિ રાખવાનું કહેવામાં આવે એટલે કે અધિકાર આપવામાં આવે.
એ કરતા વધારે પતિ રાખવાથી ચીનની સામાજીક સમસ્યાનો આવશે અંત ?

ચીનની જાણીતી અર્થશાસ્ત્રી યી કાંગ એનજી આ સમાધાન વિષે કહી રહી છે કે જો થોડા સમય માટે ચીનની મહિલાઓને બે કે તેથી વધારે પતિ રાખવાનો અધિકાર આપવામાં આવે તો આ સમસ્યાને દૂર કરી શકાય છે. તેણી જણાવે છે કે જો આ સૂચનને માની લેવામાં આવે અને તેને સમાજમાં લાગુ પાડવામાં આવે તો હાલ અપરિણિત પુરુષોની સંખ્યા જે વધી રહી છે તેમાં ધરખમ ઘટાડો થશે અને તેમને પરિવારનો આનંદ પણ મળશે. અર્થશાસ્ત્રી યી કાંગ ફૂદાન યુનિવર્સિટિની એક પ્રધ્યાપિકા છે.

તેણી વધારામાં જણાવે છે કે ઉત્તરોત્તર અપરિણિત પુરુષોની સંખ્યા વધી રહી છે. માટે હવે તેમની વચ્ચે કન્યા મેળવવાની સ્પર્ધા વધી જશે અને આમ બાકીનાઓ માટે જીવનસાથી મળવો મુશ્કેલ બની જશે. જે લોકોની ઉંમર વધી ગઈ હશે તે પુરુષોએ લગ્ન માટે કન્યા મેળવવા પોતાના યુવાન હરિફ સાથે સ્પર્ધા કરવી પડશે. બીજી બાજુ સામે મહિલાઓની સંખ્યા પણ પુરુષોની સરખામણીએ ખૂબ ઓછી છે. તેણી જણાવે છે કે જો પુરુષો પોતાની સ્વાભાવિક શારીરિક તેમજ માનસિક જરૂરિયાત પૂર્ણ નહીં કરે તો તેઓ નિરાશામાં સરી પડશે જેની સમાજ પર માઠી અસર થશે.
દેહવ્યાપારને કાયદેસર કરવાની માંગ ઉઠી છે ચીનમાં

તમને આશ્ચર્ય થશે પણ ચીનની આ અર્થશાસ્ત્રીએ ચીનની આ સમસ્યાને દૂર કરવા માટે ઉપરા ઉપરી બે વિચિત્ર સૂચનો આપ્યા છે. તેના પહેલા સૂચન પ્રમાણે સમગ્ર દેશમાં દેહવ્યાપારને કાયદેસર કરવાની મંજૂરી આપવાની વાત કરવામાં આવી છે જ્યારે બીજું સૂચન આપણે આગળ જોયું તેમ એક મહિલાને બે કે તેથી વધારે પતિ ધરાવવાની છૂટ આપવામાં આવે તે છે. ચીનના કાયદા પ્રમાણે દેશના લોકોને માત્ર એક જ લગ્નની છૂટ છે. અર્થશાસ્ત્રી પોતાના આ સૂચનને ન્યાયિક ઠેરવતા જણાવે છે કે તિબેટમાં આ પ્રથા ઘણા વર્ષોથી ચાલતી આવી છે. તેમનું માનવું છે કે પત્ની ના હોવી તેના કરતાં પત્ની શેર કરવી એ વધારે યોગ્ય કહેવાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત