Site icon News Gujarat

ચીન દેશની આ ટેકનીકની મદદથી આખી દુનિયાને પ્રકાશિત કરશે ભારત, જાણીશું કેવી રીતે?

છેલ્લા કેટલાક દિવસોથી દેશના થર્મલ પાવર પ્લાન્ટ્સની સામે કોલસાની અછતનું સંકટ જોવા મળી રહ્યું છે. આ કારણે વીજળી ઉત્પાદન ક્ષમતા પર પ્રતિકુળ અસર પડવાની આશંકા છે. આ કારણે ભવિષ્યમાં વીજળી ઉત્પાદનની નવી પદ્ધતિઓને અપનાવવા અંગે ચર્ચા થવા લાગી છે. આ દરમિયાન ચીન માંથી એક ઉત્સાહિત કરનાર સમાચાર આવ્યા છે. પડોશી દેશ ચીનમાં થોરિયમ આધારિત પરમાણુ વીજળી સંયંત્રની પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. દુનિયામાં અત્યાર સુધી યુરેનિયમ આધારિત પરમાણુ વીજળી સંયંત્રોથી વીજળી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, પરંતુ થોરિયમ આધારિત પરમાણુ સંયંત્ર પોતાનામાં જ ઉર્જા ઉત્પાદનની દુનિયામાં એક ખુબ જ ક્રાંતિકારી પગલું છે.

image soucre

જો ચીનની આ ટેકનીક સફળ થઈ જાય છે તો એનો સૌથી વધારે ફાયદો ભારત ઉઠાવી શકે છે. આ ટેકનીક દ્વારા ભારતની પાસે આખી દુનિયાની વીજળી જરૂરીયાતોને પૂરી કરવા સુધીની ક્ષમતા આવી શકે છે.

ધ નેચર પત્રિકાની રીપોર્ટ મુજબ, દુનિયાના વૈજ્ઞાનિક ચીનના આ પ્રયોગથી ઉત્સાહિત છે. એક્સપર્ટસના જણાવ્યા મુજબ, પરમાણુ વીજળી ઘરોમાં થોરિયમના પરીક્ષણ પહેલા કરવામાં આવ્યું છે. પરંતુ ચીન પહેલો દેશ છે જે વ્ય્વ્સયોક ઉદ્દેશથી થોરિયમ આધારિત પરમાણુ સંયંત્ર લગાવી રહ્યું છે. ચીન પ્રાયોગિક સ્તરે સ્થાપિત કરીને આ સંયંત્રની મદદથી હાલમાં ૨ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા જઈ રહ્યું છે.

યુરેનિયમની તુલનામાં વધારે સુરક્ષિત અને સસ્તી છે આ ટેકનીક.

નેચર પત્રિકાના જણાવ્યા મુજબ, યુરેનિયમ આધારિત પરમાણુ સંયંત્રની તુલનામાં થોરિયમ આધારિત સંયંત્રની અંદર પાણી જગ્યાએ તરલ સોલ્ટનો ઉપયોગ થાય છે. એમાં પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે અને અપેક્ષાકૃત સુરક્ષિત અને સસ્તી પણ થાય છે. એટલો જ એનાથી યુરેનિયમની તુલનામાં ખુબ જ ઓછો રેડિયોએક્ટીવ કચરો નીકળે છે.

ચીનએ ગોબી મરુસ્થલમાં બનાવ્યું છે રીએક્ટર

image socure

ચીનએ વુવેઈ પ્રાંતમાં ગોબી મરુસ્થલના બહારના વિસ્તારમાં આ રીએક્ટર લગાવ્યું છે. આ રીએક્ટરનું ટ્રાયલ રન ચાલી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે, આવનાર ૫૦- ૧૦૦ વર્ષ માટે આ ટેકનીક ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. એમનું કહેવું છે કે, થોરિયમ, યુરેનિયમની તુલનામાં ઘણું વધારે સમૃદ્ધ હોય છે. સિડનીમાં આવેલ ઓસ્ટ્રેલિયન ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓર્ગેનાઈઝેશનના પરમાણુ એન્જીનીયર લિન્ડન એડવર્ડસએ કહ્યું છે કે, આ એક મોટી ઉપલબ્ધી છે પરંતુ આ ટેકનીકને મૂર્ત રૂપ લેવામાં દશકો લાગી શકે છે. એવામાં અને અત્યારથી જ કામ કરવાનું શરુ કરી દેવું જોઈએ.

ચીનએ વર્ષ ૨૦૧૧માં આ ટેકનીક પર શરુ કર્યું હતું કામ.

image source

ચીનએ વર્ષ ૨૦૧૧માં તરલ સોલ્ટ રીએક્ટર (molten- salt reactor) પ્રોગ્રામની શરુઆત કરી હતી. તે સમયે તેમણે આની પર અંદાજીત ૫૦ કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. ચીનના આ રીએક્ટરનું સંચાલન શાંધાઈ ઇન્સ્ટીટયુટ ઓફ અપ્લાયડ ફીજીક્સએ વેવેઈ સ્થિત આ રીએક્ટરને ડીઝાઇન કર્યો છે. એનાથી હાલમાં ફક્ત બે મેગાવોટ થર્મલ ઉર્જાનું ઉત્પાદન થશે.

આ અંદાજીત ૧ હજાર ઘરોની ઉર્જા જરૂરીયાતોને પૂરી કરવા માટે પર્યાપ્ત છે. જો આ પૂરો પ્રયોગ સફળ થઈ જાય છે તો ચીન વર્ષ ૨૦૩૦ સુધી ૩૭૩ મેગાવોટની ક્ષમતાનું રીએક્ટર લગાવવાની યોજા બનાવી રહ્યું છે. એનાથી કેટલાક હજાર ઘરોની જરૂરીયાતો પૂરી થઈ જશે.

ભારત કેવી રીતે થશે માલામાલ?

ખરેખરમાં, ચીનમાં આ ટેકનીક સફળ થઈ જાય છે તો ભારત પણ એનો ભરપુર ઉપયોગ કરી શકે છે. ભારતમાં થોરિયમના પ્રચુર ભંડાર ઉપલબ્ધ છે. એક રીપોર્ટ મુજબ આખી દુનિયાના થોરિયમ ભંડારના ૨૫% થોરિયમ ફક્ત ભારતમાં જ છે.

image soucre

પરમાણુ ઉર્જા વિભાગ મુજબ ભારતમાં એક કરોડ તન મોનાજાઈટ (Monazite) છે. જેમાંથી ૯,૬૩,૦૦૦ તન થોરિયમ ઓક્સાઈડ ભરેલ છે. બીજી બાજુ ભારતમાં યુરેનિયમના ભંડાર ખુબ જ ઓછા છે. ભારતને પોતાના પરમાણુ સંયંત્રો માટે યુરેનિયમની જરૂરિયાતને પૂરી કરવા માટે ઓસ્ટ્રેલીયા અને રૂસ જેવા દેશો પર નિર્ભર રહેવું પડે

Exit mobile version