ચીની એપ ટિકટોક પર અમેરિકા ગંમે ત્યારે લાદી શકે છે પ્રતિબંધ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાના કારણે સર્જાયેલા વિનાશ બાદથી ચીન પર રોષે ભરાયેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સામે ઘણી વખત પોતાનો આક્રોશ વ્યક્ત પણ કર્યો છે. અનેક વાર તેમણે ચીન પર નિશાન સાધ્યું છે અને વાયરસ ફેલાવવા માટે સીધો આરોપ લગાવ્યો છે. તેવામાં હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે કહ્યું કે એક્ઝિક્યુટિવ ઓર્ડર સાથે 24 કલાકમાં અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

image source

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પહેલા જ કરી લીધો હતો. તેમણે કહ્યું હતું કે ટિકટોક પર અમેરિકામાં પણ પ્રતિબંધ લગાવી શકાય છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમારું વહીવટ તંત્ર પણ ટિકટોક પરની કાર્યવાહીનું મૂલ્યાંકન કરી રહ્યું છે. એક ચાઇનીઝ વિડિઓ એપ્લિકેશન હવે રાષ્ટ્રીય સુરક્ષા અને સેન્સરશીપના મુદ્દાઓનું કારણ બની ગઈ છે.

image source

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે બાઇટડાન્સ ટિકટોક વેચી શકે છે અને કંપની પણ આ અંગે માઇક્રોસોફટ સાથે વાત કરી રહી છે. ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અમે ટિકટોક પર નજર રાખીએ છીએ. અમે તેના પર પ્રતિબંધ પણ લગાવી શકીએ છીએ. અમારી પાસે બીજા ઘણા વિકલ્પો પણ છે. ઘણી વસ્તુઓ થઈ રહી છે. તેથી આપણે જોઈશું કે શું થઈ શકે.

image source

વિદેશી મીડિયા ન્યૂઝ એજન્સીના અહેવાલો અનુસાર બાઇટડાન્સ ટુંક સમયમાં પોતાને ટિકટોકથી અલગ કર્યાનું જાહેર કરી શકે છે. અમેરિકાની અનેક મોટી ટેક કંપનીઓ અને નાણાંકીય કંપનીઓ તરફથી ટિકટોકને ખરીદવાની ઓફર થઈ હોવાના અહેવાલો પણ આવ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચામાં માઈક્રોસોફ્ટનું નામ છે.

image source

ટિકટોકે શુક્રવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, અમે અટકળો અને અફવાઓ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી, અમે ટિકટોકની સફળતામાં માનીએ છીએ. બાયયડાન્સએ 2017 માં ટિકટોક શરૂ કરી હતી. ખૂબ જ ઓછા સમયમાં તે યુવાનોમાં લોકપ્રિય બની હતી. ભારતમાં ટિકટોક પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કંપની પર અનેક વખત યૂઝર્સના ડેટા શેર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત