તમને પણ જયારે જયારે કોઈપણ વેફર કે કુરકુરે ખાતા હશો ત્યારે વિચાર આવતો જ હશે કે આમાં આટલી બધી હવા કેમ ભરતા હશે તો આવો આજે તમને જણાવી દઈએ…

તમે જયારે પણ વેફર કે અન્ય કોઈ ચિપ્સના પેકેટ ખરીદશો, ત્યારે તે પેકેટ હંમેશા ફુલેલા હોય છે. તમે લાલચથી ખુશ થઈ જાઓ છો, પણ જ્યારે પેકેટ ખોલો છો, ત્યારે સૂરસૂરીયુ થઈ જાયું છે.

image source

હવા બહાર નીકળી જાય છે, અને પેકેટમાં ગણતરીની ચિપ્સ હોય છે. ત્યારે તમને ગુસ્સો આવશે કે, કંપનીવાળા આપણને ઉલ્લુ બનાવે છે. પણ, પેકેટમાં હવા કેમ ભરેલી છે? આ કંઈ હવા હોય છે અને શા માટે ભરવામાં આવે છે. તે તમામ બાબતોનો જવાબ આજે અમે તમને આપીશું.

કંપની દ્વારા વેફર્સના પેકેટમાં નાઈટ્રોજન ભરવામાં આવે છે. મોટાભાગના લોકો વિચારતા હોય છે કે તેમાં ઓક્સિજન ગેસ હોય છે, પરંતુ એવું નથી હોતું. આ નાઈટ્રોજન ગેસ ભરવા પાછળ ત્રણ થિયરી કામ કરે છે.

ચિપ્સને તૂટવાથી બચવા માટે પેકેટમાં હવા ભરવામાં આવે છે. પેકેટમાં હવા ન હોય તો ચિપ્સને હાથ લગાડવાથી કે સામાન અથડાવાથી ચિપ્સ તૂટી જાય છે.

image source

ઓક્સિજન ખુબ જ રિએક્ટિવ ગેસ હોય છે. જેના કારણે આ ગેસ જો ભરવામાં આવે તો જલ્દી બેક્ટિરિયા આવી શકે છે. જેના કારણે ખાવા-પીવાની વસ્તુઓના પેકેટમાં ઓક્સિજનને બદલે નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે. નાઈટ્રોઝન ઓછો રિએકિટવ ગેસ છે, જે બેકટેરિયા અને બીજા કિટાણુઓને દૂર રાખે છે.

વર્ષ 1994માં આ અંગે એક રિસર્ચ પણ કરવામાં આવ્યું હતું, જેમાં નાઈટ્રોજન ચિપ્સને લાંબા સમય સુધી ક્રિસ્પી બનાવી રાખે છે તેવું સાબિત થયું હતું. જ્યારે આપણે હવાથી ભરેલા નાસ્તાના પેકેટની ખરીદી કરીએ છીએ ત્યારે ચિપ્સ એકદમ ક્રન્ચી નીકળે છે. એટલે કે પેકેટમાં હવા હોય તો તે વાતની ગેરંટી છે કે ચિપ્સ એરટાઈટ પેકમાં છે.

image source

નાઈટ્રોજન ભરેલો હોવાથી પેકેટની સાઈઝ મોટી દેખાય છે અને ગ્રાહક પણ વિચારે છે કે તેમાં વધારે ચિપ્સ હોય છે. પરંતુ કંપની જે ગેસ ભરે છે, તે આપણા હેલ્થને ધ્યાનમાં રાખીને જ ભરે છે.

ઈટ્રીટ નામની એક વેબસાઈટ અનુસાર દેશમાં 25 રૂપિયાથી ઓછી કિંમતમાં મળતા પેકેટમાં કેટલો નાઈટ્રોજન ગેસ હોય છે, તે જાણી લો.

લેઈઝના પેકેટમાં 85 ટકા નાઈટ્રોજન ગેસ

image source

અંકલ ચિપ્સમાં 75 ટકા નાઈટ્રોજન ગેસ

બિન્ગો મેડ એન્ગલમાં 75 ટકા નાઈટ્રોજન ગેસ

હલ્દીરામ ટકાટકમાં 30 ટકા નાઈટ્રોજન ગેસ

image source

કુરકુરેના પેકેટમાં 25 ટકા નાઈટ્રોજન ગેસ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત