સ્મશાનમાં ચિતા પર પડેલ લાશમાં અચાનક આવ્યો જીવ, મડદું હલ્યું-અવાજ કર્યો અને બેઠું થતાં જોઈને હોશ ઉડી ગયા

અચાનક કોઈ મરેલ માણસ જીવતું થાય તેવું આપને કોઈ કહે તો વિશ્વાસ આવે નહીં પણ હાલમાં આવી જ એક વાત ખુબ વાયરલ થઇ રહી છે. લોકોનું કહેવું છે કે તેમનાં નજર સામે તેમણે મરેલા માણસને ચિતા પરથી જીવતાં થતાં જોયો છે. આ વિચિત્ર કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશનાં અશોકનગર જિલ્લામાં ગુરૂવાર એટલે કે 13 મેના રોજ સ્મશાનમાં આ વિશ્વાસ ન આવે તેવી ઘટના સામે આવી હતી. અહી ઉપસ્થિત લોકોનું કહેવું છે કે સ્મશાનમાં એક મડદું અચાનક જ બેઠું થઈ ગયું હતું અને અવાજ કરવા લાગ્યું હતું. આ જોતાં જ લોકોનાં હોશ ઉડી ગયા હતા. મૃત શરીરમાંથી આવતાં આવાજ સાંભળીને પરિવારના લોકોએ ડૉક્ટર તથા એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો.

image source

આથી પણ વધારે આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે સ્મશાનમાં આ અંગે તપાસ કરવા આવેલા ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી પણ પરિવાર આ વાત માનવા તૈયાર નહોતો અને તેઓ જિલ્લા હોસ્પિટલ ગયા અને ત્યાં તપાસ કરાવી હતી. તપાસમાં પણ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ વિશે વિગતે વાત કરીએ તો અનિલ જૈન નામના યુવકની તબિયત ખરાબ હતી. વધારે હાલત ગંભીર બનતાં તેને જિલ્લાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો અને જ્યાં તેને 15 દિવસ તેની સારવાર ચાલી હતી.

image source

આ અંગે જ્યારે મૃતકના ભાઈ સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે તેને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલમાં લઇ ગયા બાદ ડૉક્ટરે 13 મેના રોજ સવારે તેના ભાઈને મૃત જાહેર કર્યો હતો. આ પછી જ્યારે તેઓ ભાઈનાં મૃત શરીરને અગ્નિ સંસ્કાર માટે સ્મશાન લઈ જવામાં આવ્યો. અહી અચાનક તેની ચિતા પર તેના શરીરમાં કંઈક હલચલ થઈ તેવું જોવા મળ્યું અને માત્ર એટલું જ નહી ઓમ ઓમનો અવાજ આવ્યા. આગળ વાત કરતાં તેણે જે કહ્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. તેણે કહ્યું કે શરીરમાં હલચલ અવાજ અને ત્યારબાદ તો તેના ભાઈનું ચિતા પર પડેલ મૃત શરીર ઉભુ પણ થઈ ગયું હતું.

ત્યારબાદ ડૉક્ટરની ટીમ આવી હતી અને તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે જિલ્લા હોસ્પિટલે અનિલ જૈન જીવતો હતો અને મૃત જાહેર કર્યો હતો. પરિવારે બેદરકારીના આક્ષેપો લગાવ્યા છે. તો સિવિલ સર્જને કહ્યું હતું કે આ વાત ખોટી છે કે તે જીવતો હતો. મૃતકની સ્મશાન લઈ ગયા બાદ પણ તપાસ કરવામાં આવી હતી અને તે મૃત જ હતો. પરિવારનાં તમામ આક્ષેપો ખોટા છે. હવે આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાં થવા પાછળનું કારણ જણાવતાં ડોક્ટરો કહ્યું હતું કે આવું માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારના કારણે શરીરના સ્નાયુઓમાં કેટલીક વખત સખ્તાય આવે એટલે થાય છે.

દરેક વ્યક્તિના મૃત્યુ બાદ મૃતકના શરીરમા આ પ્રકારની મુવમેન્ટ જોવા મળતી હોય છે. જેને રિગોર મોર્ટિસ કહેવામાં આવે છે. રિગોર મોર્ટિસ એ પોસ્ટમોર્ટમ પરિવર્તન છે. જેના પરિણામે તેમના માયોફિબ્રીલ્સમાં રાસાયણિક ફેરફારોને કારણે શરીરના સ્નાયુઓ સખ્તાયમાં આવે છે. રિગોર મોર્ટિસ મૃત્યુ પછીનાં સમયનો અંદાજ કાઢવામાં તેમજ મૃતદેહને મૃત્યુ પછી ખસેડવામાં આવ્યો છે કે કેમ તે શોધવા માટે મદદ કરે છે. આ ઘટનાંનું વૈજ્ઞાનિક કારણ આવું સામે આવ્યું છે છતાં આંખે આ ઘટનાં જોનાર લોકો ઘણાં સવાલો કરી રહ્યાં છે અને આ આખી ઘટના અંગે વિવાદ સર્જાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!