ચોકલેટ કપ કેક – નાના મોટા દરેકને પસંદ આવે એવી કપકેક બનાવવા માટેની સરળ રેસિપી…

કેમ છો અત્યારે આપણા બાળકો ઘરે છે તો આપણે એમને કેક ચોકલેટ બધુ ઘરમાં જ ખવડાવે તો કેટલું સારું તો ચાલો આજથી હું તમને શીખવાડીશ કપ કેક જે તમે ઘરે બનાવીને બાળકોને આપી શકો છો

ચોકલેટ કપ કેક 

– સામગ્રી :

  • – ૩/૪ કપ દૂધ
  • – ૧ ચમચી વીનેગર
  • – ૧/૪ કપ તેલ
  • – ૧ કપ મેંદો
  • – ૧/૪ કપ કોકો પાવડર
  • – ૧ ચમચી બેકિંગ પાવડર
  • – ૧/૨ ચમચી બેકિંગ સોડા
  • – ૧ કપ દળેલી ખાંડ
  • – ૧ ચમચી વેનીલા એક્સટ્રેક્ટ

બનાવવાની રીત

સ્ટેપ :1

સૌપ્રથમ દૂધ વિનેગર મિક્સ કરી પાંચ મિનિટ માટે તેને સાઈડ પર મૂકી દીધો હવે તેમાં તેલ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો…

સ્ટેપ :2

હવે એક ચારણીમાં મેંદો કોકો પાવડર બેકિંગ પાવડર બેકિંગ સોડા અને દળેલી ખાંડ ઉમેરીને બરાબર ચાળી લો…

સ્ટેપ :3

હવે આ ડ્રાય મિશ્રણને દૂધવાળા મિશ્રણમાં ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો મિક્સ કર્યા બાદ તેમાં વેનિલા એક્સટ્રેક્ટ ઉમેરીને મિક્સ કરી લો હવે આ મિશ્રણને પેપર કપમાં અડધા થી ઉપર ભરી લેવું ત્યારબાદ તેને ઓવનમાં 180 ડિગ્રી ઉપર દસથી પંદર મિનિટ માટે બેક કરી લેવું તો તૈયાર છે ચોકલેટ કપ કેક

નોંધ ::

– બને ત્યાં સુધી હું એવી જ સામગ્રી ઉપયોગમાં લઇ જે તમને સરળતાથી મળી રહે આગળ પણ મેં તમને બેઝિક વેનીલા sponge કેક ની રેસિપી આપી હતી આ cupcakes….

– તમારા ઘરે નોનસ્ટીક પેન હોય જેમાં કાચનું ઢાંકણ હોય છે તેમાં નીચે સ્ટેન્ડ મૂકી તેની ઉપર એક પ્લેટ મૂકી દો હવે તેના ઉપર કપ મૂકીને તને બેક કરી શકો છો …

– પણ ધ્યાન રાખો કે જ્યારે તમે કેક બનાવો છો તેનું મિશ્રણ બનાવતી વખતે કડાઈ અને ઓવનને પ્રી હિટ કરી લેવું( ગરમ થવા માટે મૂકી દેવું)

– અમુક ની કમ્પ્લેન હોય છે કેક વચ્ચેથી બેસી જાય છે ધ્યાન રાખો જ્યારે બેકિંગ ની કોઈપણ વસ્તુ બનાવો છો ત્યારે બધી વસ્તુ રૂમ ટેમ્પરેચર પર હોવી જોઈએ અને તેને જ્યારે હલાવો છો ત્યારે એક જ દિશામાં હલાવવાનો છે…

– આ ઓઇલ વાપરો છો એ without smell વાળું હોવું જોઈએ ના હોય તો તમે મેલ્ટેડ બટર વાપરી શકો છો ..

– 3/4 દૂધ એટલે 1/2 અને 1/4 કપ થાય …

– આ બેટટર ઢીલું ના હોવું જોઇએ …..તમે ચમચા થી પાડો તયારે ધીરે થી આ બેટર પડવું જોઈએ …એવું હોવું જોઈએ …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.