Site icon News Gujarat

આ વસ્તુ કોલેસ્ટ્રોલને તરત જ કરી દે છે કંટ્રોલમાં, જાણો બીજી કઇ બીમારીઓ માટે છે રામબાણ ઇલાજ

ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. પછી તે શરીરના ફાયદાની વાત હોય કે વાળ અને સ્કીનની. ઈંડા તમારા સમગ્ર સ્વાસ્થ્યને ફાયદો આપે છે. તમે તેને બાફીને ખાઓ કે તેનું આમલેટ બનાવીને ખાઓ. નાસ્તામાં ઈંડાનો ઉપયોગ એક સારો વિકલ્પ રહે છે. કેટલાક લોકોનું માનવું છે કે ઈંડાની જરદીમાં વધારે કોલેસ્ટ્રોલ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે મોડરેશન તેની ચાવી છે. સીમિત પ્રમાણમાં તમે ઈંડાનું સેવન કરો છો એટલે કે રોજ લગભગ 2 ઈંડા ખાઓ છો તો તમને 8 સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. તો જાણો કઈ રીતે થશે ફાયદા.

ઈંડા કોલેસ્ટ્રોલને પ્રભાવિત કરે છે

image soucre

એક ઈંડામાં લગભગ 186 મિલી, ડાઈટ્રી કોલેસ્ટ્રોલ હોય છે. મળતી માહિતી અનુસાર ઈંડા લગભગ 70 ટકા લોકોમાં કોલેસ્ટ્રોલ વધારતું નછી. 30 ટકા લોકો કે જે હાઈપર રિસ્પોન્ડર્સ છે તેઓ ઈંડાનું સેવન કરીને કુલ અને ઘનત્વ વાળા લિપોપ્રોટીનમાં મધ્યમ વૃદ્ધિનો અનુભવ કરી શકે છે. સૌથી સારી વાત એ છે કે ઈઁડા ખાવાથી હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન હોય છે જે સારું કોલેસ્ટ્રોલ પણ વધારે છે. કોલેસ્ટ્રોલના પૂરતા સ્તરના લોકોમાં હ્રદય રોગ અને અન્ય હ્રદય રોગનું જોખમ ઘટે છે. એક રિપોર્ટ અનુસાર 6 અઠવાડિયા સુધી રોજ 2 ઈંડા ખાવાથી એચડીએલમાં 10 ટકાનો વધારો થઈ શકે છે.

આ રીતે મળે છે શરીરને ફાયદા

સ્કીન, વાળ અને નખ

image source

ઈંડાનું વિટામીન બી, વિટામીન બી-12, બી5 , બાયોટિન, રાઈબોફ્લેવિન, થિયામીન, સેલેનિયમથી ભરપૂર હોય છે. આ વિટામીન્સ વાળ, સ્કીન અને નખને ફાયદો આપે છે. તે કોશિકાઓને પોષણ આપે છે. સ્કીનને પોષણ આપે છે. ફ્રી રેડિકલ્સને નુકસાન થતું અટકાવે છે.

પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરે છે

image soucre

2 ઈંડાના એક સર્વિંગમાં સેલેનિયમની જરૂર 59 ટકા, વિટામીન એની દૈનિક જરૂર 32 ટકા અને આયર્નની જરૂર 14 ટકા રહે છે. તેમાં પોષકતત્વોની સારી સ્થિતિથી પ્રતિરક્ષા પ્રણાલીને વધારવામાં મદદ મળે છે. ઈંડાની સફેદી અને ફ્લૂને દૂર કરવા માટે સૌથી સારા ઉપાયોમાં એક છે.

દૃષ્ટિમાં સુધારો આવે છે

image soucre

ઈંડામાં મળતા 2 એન્ટીઓક્સીડન્ટ લ્યૂટિન અને જેક્સેથિન આંખના મૈક્યુલર ક્ષેત્રમાં મળે છે. તેના લ્યૂટિન અને જેક્સેથિન અને ઓમેગા 3 ઈંડામાં હોય છે જે આંખને સારી રાખે છે. 2 એન્ટીઓકસીડન્ટ રેટિના ડિજનેરેશનની વિરોધમાં રક્ષા કરીને લાંબા સમયમાં આંખના સ્વાસ્થ્યને સારું રાખે છે.

યાદશક્તિ સુધારે છે

image soucre

ઈંડામાં રહેલું કોલીન વસાને મોટાબોલાઈઝ કરવામાં મદદ કરે છે. સ્વસ્થ કોશિકાને કાયમ રાખે છે ને મસ્તિષ્કના કાર્ય અને સ્મૃતિમાં સુધારો લાવે છે. અન્ય ખાદ્ય પદાર્થોમાં કોલીન મળવું મુશ્કેલ બને છે.

ગર્ભવતી મહિલાઓને કરે છે ફાયદો

image soucre

બાળકોના મસ્તિષ્કના વિકાસને વેગ આપે છે અને સાથે મહિલાને પોષણ આપે છે.

વિટામીન ડીનો સોર્સ

image soucre

ભારતમાં ખાસ કરીને વિટામીન ડીની ખામી રહે છે. ઈંડામાં વિટામીન ડી અને કેલ્શિયમ સારું હોય છે જે હાડકા અને દાંતને સ્વસ્થ રાખે છે.

માંસપેશીને વધારે છે

ઈંડાનું પ્રોટીન એક સારું પોસ્ટ વર્કઆઉટ સ્નેક છે. ધ્યાન રાખવું કે ઈંડા ખાવાથી અને તેનો સફેદ ભાગનો ઉપયોગ કરવાથી માંસપેશીને અને હાડકાને મજબૂત કરવામાં મદદ મળે છે.

લાલ રક્ત કોશિકાના નિર્માણમાં કરે છે મદદ

image soucre

ઈંડામાં વધારે ફોલેટ હોય છે. 2 ઈંડાની દૈનિક આવશ્યકતા લગભગ પ્રદાન કરે છે. ફોલેટ વિટામીનનો પ્રકાર છે. જે લાલ રક્ત કોશિકાના નિર્માણમાં મદદ કરે છે. ગર્ભાવસ્થાના સમયે આ પોષક તત્વોનું સેવન મહત્વનું છે. તે ભ્રૂણના વિકાસ અને વૃદ્ધિમાં મહત્વનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version