જાણો એવુ તો શું કારણ છે કે ચોમાસામાં આ ગામના લોકોને હોડીમાં અવરજવર કરવી પડે છે…

ચોમાસામાં ‘વેનિસ’ બની જાય છે આ ગામ, હોડીમાં આવજા કરવી પડે છે ગામવાસીઓને

ચોમાસામાં ‘વેનિસ’ બની જાય છે આ ગામ

image source

વરસાદ પડે કે તરત જ અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરમાં પણ પાણી ભરાઈ જતા હોય તો આવી સ્થિતિમાં ગામડાની શું હાલત થતી હશે તે વિચારવા જેવી છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો તેના સાવરકુંડલા તાલુકાના બે ગામડા એવા છે જે ચોમાસા દરમિયાન ‘વેનિસ’નદીમાં ફેરવાઈ જાય છે.

છેલ્લા ઘણા વર્ષથી આ ગામના લોકો વેઠી રહ્યા છે તકલીફ

image source

ફરક માત્ર એટલો જ છે કે, વેનિસના લોકો માટે ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૉન્ડૉલા નામની હલકી હોડી મુસાફરી માટેનો એક જ માત્ર વિકલ્પ છે. જ્યારે સુરજવડી અને બાઢડા ગામના 300 જેટલા ગ્રામવાસીને સરકારના અધિકારીઓના ઉદાસીનતાભર્યા વલણ અને પ્રકૃતિના પ્રકોપના કારણે રબરથી બનેલી હલેસા હોડીમાં ફરવું પડે છે. આ બંને ગામના લોકો સુરજવડી નદી દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે અને લગભગ 10 વર્ષ પહેલા નદી પર એક ડેમ બાંધવામાં આવ્યો હતો, જે સમાંતર ચાલતા માર્ગ કરતા 10 ફૂટથી ઊંચો છે.

દર વર્ષે સર્જાય છે દયાજનક સ્થિતિ

image source

આ એક જ એવો રસ્તો છે જે ગામડાની સાથે-સાથે તે ગામના ખેતરોને પણ જોડે છે. તે સમયે ગામના લોકોએ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી સમક્ષ ડેમની ઊંચાઈ અંગે વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે, આ ડેમની ઊંચાઈ વરસાદ દરમિયાન મુશ્કેલીઓ ઊભી કરશે. તે સમયે તેમણે ગ્રામજનોને મદદની ખાતરી આપી હતી, પણ સ્થિતિ હતી તેમ ની તેમ જ છે.. દર વર્ષે ચોમાસામાં નદીમાં પૂર આવે છે અને રસ્તા પર પાણી ભરાઈ જાય છે. જેના કારણે દયનીય સ્થિતિ સર્જાઈ છે.

10 ફૂટ પાણીમાં ડૂબેલા રહે છે રોડ

image source

બઢડા ગામના ખેડૂત હસમુખ પટેલે કહ્યું હતું કે “ચોમાસા દરમિયાન અમારા ખેતરો તરફ જવાનો રસ્તો 10 ફૂટ પાણીમાં ડૂબી જાય છે. અને આ સ્થિતિ છ મહિના કરતાં વધુ સમય માટે રહે છે, જેના કારણે અમારી પાસે ‘માનવ-સર્જિત નદી’ને ઓળંગવા માટે હલેસા હોડી સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી”, 20 જેટલા ખેડૂત પરિવારો માટે ચોમાસુ હવે તકલીફ આપનારું બની ગયું છે. જેઓ રોજ ખેતર સુધી પહોંચવા માટે હોડી દ્વારા 14 કિમીની મુસાફરી કરે છે. આ સમસ્યા તેમને મગફળી અને કપાસની લણણીની સીઝનમાં પણ નડે છે.

પાકની લણણીમાં પણ નડે છે મુશ્કેલી

image source

‘જ્યાં સુધી અમે બે પાકોની લણણી કરીશું ત્યાં સુધીમાં રસ્તા પરનું પાણી 2-3 ફૂટ થઈ જશે અને અમે તેમાં અમારા ભારે વાહનો પણ ચલાવી શકીશું. અમે કોઈ પણ રીતે અમારી ઉપજને ટ્રેક્ટરોમાં ચડાવીએ છીએ પરંતુ બંને પાકને પાણી અનુકૂળ ન આવતું હોવાથી અમારે નુકસાન પણ સહન કરવું પડે છે’, તેમ પટેલે કહ્યું. તેમણે આગળ એમ પણ કહ્યું કે, તેઓ આ બાબતે ઘણી વખત અધિકારીઓ સામે રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આજ સુધી એનો કોઈ રસ્તો નીકળ્યો નથી. ‘નદી પર બ્રિજ બાંધવા માટેની અરજી અમે અત્યારસુધીમાં ઘણી વખત જિલ્લા વહીવટીતંત્રને આપી છે. પરંતુ કોઈ સોલ્યુશન આવ્યુ નથી’, તેમ બાઢડા ગામના રહેવાસી અંસાર સાહિરાએ જણાવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત