જો તમે ચોમાસામાં બાઇક ચલાવતી વખતે આ ધ્યાન રાખશો તો બાઇક નહિં થાય સ્લિપ, બીજી કામની આ ટિપ્સ પર પણ કરી લો નજર

હાલ ચોમાસુ શરૂ થવા પર છે અને વરસાદ પણ થશે ત્યારે આ સિઝન દરમિયાન વાહન ચલાવવામાં ખૂબ તકેદારી રાખવી જરૂરી છે. કારણ કે સામાન્ય સ્થિતિમાં વાહન ચલાવવા કરતા ચોમાસામાં વરસાદના કારણે ભીના થઈ ગયેલા રસ્તા પર કે ચાલુ વરસાદમાં વાહન ચલાવવું મુશ્કેલ છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ચોમાસામાં સલામત ડ્રાઇવિંગ કેમ કરવું તેના માટે અમુક ઉપયોગી થાય તેવી ટિપ્સ જણાવી રહ્યા છીએ.

image source

ઓવર સ્પીડથી બાઈક ન ચલાવવી

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને યુવા બાઈક રાઈડર સ્પીડથી બાઈક ચલાવવાના શોખીન હોય છે. પરંતુ તમારા મોટરસાયકલની સ્પીડ જેટલી સ્પીડ વધારે હશે એટલી જ દુર્ઘટના સંભાવના વધશે. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં જ્યારે રોડ રસ્તા ભીના હોય છે અને બાઈકના ટાયર સાથે રોડની ગ્રીપ પણ ઓછી રહે છે એટલા માટે વરસાદના દિવસોમાં તો ખાસ બાઈક ધીમે જ ચલાવવું. વાહન ચાલકોને સાવધાન કરવા સારું વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઠેકઠેકાણે અમુક પંક્તિઓ લખેલી હોય છે. આ પંક્તિઓ પૈકી એક Speed Thrills but Kills એટલે કે સ્પીડ રોમાંચિત કરી શકે છે પરંતુ તે સાથે મૃત્યુ પણ લાવે છે, આ લાઈન યાદ રાખવી જોઈએ.

image source

રસ્તા પર નજર રાખો

વાહન ચલાવતા સમયે ચાલકની નજર હંમેશા રસ્તા પર જ રહેવી જોઈએ. એટલે કે ડ્રાઇવિંગ કરતા સમયે મોબાઈલમાં વાત કરવા કે મેસેજ ટાઈપ કરવા જેવી બાબતોથી દૂર રહી ફક્ત બાઈક જે રસ્તા પર ચાલતી હોય તે રસ્તા પર નજર અને ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને વરસાદના માહોલમાં રસ્તા પર અનેક ચીજવસ્તુઓ અને ભંગારનો નાનો મોટો સામાન રસ્તા પર તણાઈ આવે છે ત્યારે આ સીઝનમાં તો બાઈક ચાલકે રસ્તા પર ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. વળી, રસ્તામાં જો પાણી ભરેલા ખાબોચિયા દેખાય તો તેના પરથી પણ બાઈક ન ચલાવવી હિતાવહ છે કારણ કે તે ખાબોચિયા નીચે ઊંડો ખાડો પણ હોઈ શકે જે ભરેલા પાણીના કારણે તમને ન દેખાય અને તેના પર બાઈક ચલાવતા અકસ્માત પણ સર્જાઈ શકે.

image source

નિયત અંતરે જ ગાડી ચલાવવી

જેમ આપણે ઉપર વાત કરી તેમ ચોમાસાના દિવસોમાં જ્યારે રોડ રસ્તા ભીના હોય છે અને બાઈકના ટાયર સાથે રોડની ગ્રીપ પણ ઓછી રહે છે એટલા માટે વરસાદના દિવસોમાં આગળ જતાં વાહનની અડોઅડ તમારું વાહન ચલાવવાની ભૂલ ન કરવી. કારણ કે આગળનું વાહન કોને ખબર ક્યારે અચાનક બ્રેક મારે અને સમયસર તમે પણ બ્રેક મારો પરંતુ ભીના રસ્તાને કારણે બાઈકના ટાયર સાથે રોડની ગ્રીપ પણ ઓછી હોવાથી અકસ્માત સર્જાઈ શકે. તેમાંય ખાસ કરીને જો તમે હાઇવે પર ડ્રાઇવિંગ કરી રહ્યા હોય તો આગળના વાહન કરતા તમારું વાહન 70 મીટર જેટલું દૂર જ હંકારવું હિતાવહ છે. આ માટે તમે હાઇવે પર જે સફેદ ઉભા પટ્ટાઓ હોય છે તેના આધારે અંતર નક્કી કરી નિશ્ચિત અંતરે ગાડી ચલાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!