ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો, અનેક વર્ષોથી અન્ન-પાણી લેતા નહોતા, આજે પણ વિજ્ઞાન માટે છે એક મોટો કોયડો સમાન

એક દિવસના ઉપવાસમાં પણ લોકો હેરાન પરેશાન થયી જતા હોય છે તેવામાં ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં એવા સંત થયા જેણે છેલ્લા 86 વર્ષથી અન્ન જળનો ત્યાગ કરી દીધો હતો..

image source

આ સંતને દેશ વિદેશમાં ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા હતા, આજે આ સંત દેવલોક પામ્યા છે. તેમના દેવલોક પામ્યાના સમાચારથી ભક્તોમાં શોકનુંમોજું ફરી વળ્યું છે. આ અંગે જાણવા મળ્યા અનુસાર 91 વર્ષીય ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડી રાત્રે દેહત્યાગ કર્યો છે.

તેઓ યાત્રાધામ અંબાજી નજીક એક ગુફામાં રહેતા હતા. ખાસ વાત એ છે કે તેમને વર્ષોથી અન્ન અને જળત્યાગી દીધા હતા. તેમ છતાં તેઓ સ્વસ્થ જીવન આજ સુધી જીવ્યા હતા. આમ વર્ષો સુધી કોઈ ભૂખ્યા કેવી રીતે રહી શકે તે વાત જાણવા ચુંદડીવાળા માતાજીનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ પણ કરાયું હતું. આ ચમત્કાર કેવી રીતે થયો તે ડોક્ટર પણ જાણી શક્યા ના હતા.

તેમના વિશે જણાવીએ તો તેમનું સાચું નામ પ્રહલાદભાઈ જાની હતું. તેમનો જન્મ 13 ઓગષ્ટ 1919ના રોજ માણસા તાલુકાનાં ચરાડા ગમે થતો હતો. 7 વર્ષની ઉમરથી તેઓ માતાની ભક્તિમાં લીન રહેતા અને તેઓ 12 વર્ષના હતા ત્યારથી અન્ન-જળનો ત્યાગ કરી દીધો હતો. તેમને અંબા માતા પ્રત્યે અતુટ શ્રધ્ધા હતી. તેમણે એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેમણે માતા એ વરદાન આપ્યું છે તેથી તેમણે ભૂખ કે તરસ લગતી નથી. તેમણે અમ પણ જણાવેલું કે તેમને માતાજી એ સાક્ષાત દર્શન આપ્યા હતા.

image source

ત્યારબાદથી તેઓ ચુંદડીવાળા માતાજીની વેશભૂષામાં જ જોવા મળતા. તેઓ એકલતામાં એક સંન્યાસીનું જીવન આજ સુધી જીવ્યા હતા. ચુંદડીવાળા માતાજીના પરચા એવા હતા કે લોકો દૂર-દૂરથી તેમના દર્શન કરવા માટે આવતા હતા. સફેદ દાઢી અને નાકમાં નથણી અને લાલ કપડામાં જ તેઓ જોવા મળતા. આજે તેમના દેહાવસાન થી ભક્તો શોકાતુર થયા છે. તેમના નશ્વરદેહને 2 દિવસ દર્શનાર્થે રાખવામાં આવશે અને ત્યારબાદ અંબાજી ખાતે તેમને સમાધિ આપવામાં આવશે.

image source

હાલ તેમની સમાધિની વિધિ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વિધિમાં રાજ્યના સંતો મહંતો સહિત તેમના નજીકના આશ્રમના અનુયાયીઓ ભાગ લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત