સર્વાઇકલ કાયફોસીસ નામની રેર બીમારીથી પીડિત લક્ષ્મીની સર્વરમાં થયો પહેલીવાર ‘હેલોવેસ્ટ’નો ઉપયોગ

અમદાવાદની ૧૧ વર્ષની લક્ષ્મી સર્વાઇકલ કાયફોસીસ નામની રેર કહેવાય તેવી બીમારી હતી.

image source

આ બીમારીની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો લાખોનો ખર્ચ થાય એમ હતો. પરંતુ તેની સારવાર સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. તેની આ બીમારીના કારણે તેની ડોક ત્રાંસી રહેતી હતી. તાજેતરમાં જ તેની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે.

આ બીમારી બાળકોમાં જોવા મળતી હોય છે. સર્વાઇકલ કાયફોસીસ કરોડરજ્જુની બીમારી છે જેમાં દર્દીની ગરદન ત્રાંસી રહે છે. સર્વાઇકલ કાયફોસીસનું ઓપરેશન ખૂબજ જટીલ હોય છે. તેવામાં અમદાવાદમાં થયેલા આ ઓપરેશનમાં સૌપ્રથમવાર ‘હેલોવેસ્ટ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન ન્યુરો–મોનિટરીંગની પણ જરૂર પડે છે.

image source

લક્ષ્મીની કરોડરજ્જુમાં જન્મથી જ ચોથો મણકો અપરિપકવ હતો. તેની ઉમર વધી પરંતુ મણકો વધ્યો નહી. અધુરામાંપુરું તે બે મહિના પહેલાં શાળામાં રમતાં રમતાં પડી ગઈ અને તેની કરોડરજ્જુ પર દબાણ આવતા તેની ડોક તૂટી ગઈ. આ ઘટના બાદ લક્ષ્મીના હાથપગનું હલનચલન અને કુદરતી ક્રિયાઓ પરનું નિયંત્રણ પણ રહ્યું નહી.

image source

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા લક્ષ્મીના પિતા સુનિલભાઈએ શહેરની ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કર્યેા જયાં લક્ષ્મીના ઓપરેશનનો ખર્ચ ૪ થી ૫ લાખ રૂપિયા થવાનું કહ્યું. સુનિલભાઈ અમદાવાદમાં રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હોવાથી આટલો મોટો ખર્ચ ઉઠાવવા સક્ષમ ના હતા. તેથી તેમણે લક્ષ્મીને આજથી બે મહિના લક્ષ્મીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે તેના પરિવારને આશા પણ ના હતી કે લક્ષ્મી સ્વસ્થ થઇ શકશે.

અમદાવાદ સિવિલમાં તેના ઓપરેશન નિ:શુલ્ક કરવામાં આવ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં લક્ષ્મીના એકસ–રે, સીટી સ્કેન, એમઆરઆઈ સહિતના તમામ રીપોર્ટ કરી બે તબક્કામાં ઓપરેશન કરવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેડન્ટ ડો. જેપી મોદીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્રારા સફળ સર્જરી કરવામાં આવી છે. જેપી મોદીના જણાવ્યા મુજબ લક્ષ્મી માટે હેલોવેસ્ટનો ઉપયોગ ખૂબ જ સફળ સાબિત થયો છે. આ ‘હેલોવેસ્ટ’ ખૂબ જ સફળ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું.

image source

લક્ષ્મીને હૃદયની પણ બીમારી હોવાથી તેની સારવાર યુએન મહેતા હોસ્પિટલમાં ચાલી રહી છે. સર્વાઇકલ કાયફોસીસનો ઇલાજ થતાં આજે લક્ષ્મી પોતાની જાતે હરીફરી શકે છે. હવે તેને ૪૫ ડિગ્રી અંશે ત્રાંસી ગરદનથી મુકિત મેળવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત