શૂટિંગ પર ચર્ચા દરમિયાન મહારાષ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરે ગીત ગાઈને ટીવી બ્રોડકાસ્ટર તેમજ પ્રોડ્યૂસરને આપી હિંમત

શૂટિંગ પર ચર્ચા દરમિયાન મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે ગીત ગાઈને ટીવી બ્રોડકાસ્ટર તેમજ પ્રોડ્યૂસરને હિંમત આપી

image source

હાલમાં આખાય વિશ્વમાં કોરોના મહામારીના કારણે જ્યારે સરકારે લોકડાઉન લાદી દીધું છે, ત્યારે સૌથી વધારે નુકશાન ટીવી ઇન્ડસ્ટ્રી તેમજ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને પણ ઘણું જ નુકસાન થયું છે. કોરોના વાયરસના કારણે જયારે મહારાષ્ટ્રની સ્થિતિ વિકટ સ્તરે આવી ચુકી છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ વીડિયો કોલ દ્વારા ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા બ્રોડકાસ્ટર્સ તથા પ્રોડ્યૂસર્સ સાથે મિટિંગનું આયોજન કર્યું હતું. લગભગ 45 મિનિટ સુધી ચાલેલી આ મિટિંગમાં ટીવી શોનું શૂટિંગ ક્યારથી શરૂ કરવામાં આવશે એ બાબતે ચર્ચાઓ થઈ હતી. જો કે મિટિંગ દરમિયાન ઉદ્ધવ ઠાકરે બધાયને આશ્વસાન આપ્યું હતું કે, તેઓ જલ્દીથી જ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પૂરતા પ્રયત્નો કરશે.

ઉદ્ધવ ઠાકરે સાથેની મિટિંગ ઘણી જ પોઝિટિવ રહી

image source

મીડિયા સાથેની વાતચીતમાં જેડી મજેઠિયાએ આ અંગે જણાવ્યું હતું કે, ‘ટીવી પ્રોડ્યૂસર્સ, બ્રોડકાસ્ટર્સ તથા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથેની મિટિંગ ઘણી જ પોઝિટિવ રહી હતી. મિટિંગમાં તમામ પ્રોડયુસરે પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. હાલમાં ઈન્ડસ્ટ્રીને ઘણું જ નુકસાન પડી રહ્યું છે. જો કે સરકારે સાથે મળીને ટીવી અગ્રણીઓએ કહ્યું હતું કે શૂટિંગ જલ્દીથી શરૂ થઈ જવું જોઈએ. અમે એ સરકારને વિશ્વાસ અપાવ્યો છે કે, અમે ઘણાં પ્રોટેક્ટેડ તથા ક્વૉરન્ટીન માહોલમાં શૂટિંગ કરીશું. જો કે સરકારે અમારી પાસે ગાઈડ લાઈન માગી છે.’

દરેક નાની-નાની વાતોનું લિસ્ટ બનાવવાનું કહેવામાં આવ્યું

image source

વધુમાં જેડી મજેઠિયાએ કહ્યું હતું કે, ‘આ ઉપરાંત અમે પોસ્ટ પ્રોડક્શન અંગેની વાત પણ કરી હતી. જો કે હાલ પુરતું એમણે કહ્યું હતું કે નાના સ્ટૂડિયોમાં કામ શરૂ કરી શકાશે નહીં. જો કે, અમને આની યાદી તૈયાર કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. પોસ્ટ પ્રોડક્શનની યાદી બનાવવા સાથે સાથે તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવાની સલાહ પણ આપી છે. એમણે આ બધાનું ધ્યાન રાખવા માટે એક ઈન્ટરનલ કમિટી બનાવવાનું કહ્યું છે. આ કમિટીમાં ચર્ચા કરીશું અને પછી અમારી વાત રજુ કરીશું. અમે તેમને વિનંતી પણ કરી હતી કે શૂટિંગ શરૂ થાય તે પહેલાં ચોમાસાનું પણ ધ્યાન રાખવામાં આવે. અમને દરેક નાની-નાની વાતોનું લિસ્ટ બનાવવાનું કહેવામાં આવ્યું છે. અમે ટૂંક સમયમાં જ આ લિસ્ટ તેમને આપીશું. શૂટિંગ ક્યારે શરૂ થશે, તેની ડેટ હજી સુધી નક્કી કરવામાં આવી નથી.’

ઉદ્ધવ ઠાકરેએ ગીતની પંક્તિ પણ સંભળાવી

image source

આ દરમિયાન માહોલ ભારે થતું જણાયું હતું. જો કે મિટિંગનો માહોલ હળવો કરવા સીએમ ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મી ગીતની પંક્તિઓ પણ ગાઈને સંભળાવી હતી. જો કે આ અંગે જેડીએ કહ્યું હતું કે, ‘માહોલ ઘણો જ પોઝિટિવ હતો. આ માહોલમાં અમે બધા સ્ટ્રેસમાં જ રહ્યા હતાં, પરંતુ ઠાકરેજીએ માહોલને ઘણો જ હળવો કર્યો હતો. તેમણે ‘આને વાલા પલ જાને વાલા હૈં…’ ગીત ગાઈને મિટિંગ પૂર્ણ કરી હતી. તેમણે એમ કહીને અમારી હિંમત વધારી હતી કે આ સમય પણ જતો રહેશે. એમણે બધાયને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું હતું તે બદલ એમનો આભારી છું.’

કોણ કોણ રહ્યું હતું હાજર

image source

પ્રોડ્યુસર- બ્રોડકાસ્ટરની આ મિટિંગમાં સોની ચેનલના એન પી સિંહ, ઝી ચેનલના પુનિત મિશ્રા, વાઈકોમ 18ના રાહુલ જોષી તથા સ્ટાર ચેનલના મિસ્ટર માધવન સામેલ હતાં. પ્રોડ્યૂસર્સ ટીમમાંથી એકતા કપૂર, નિતિન વૈદ્ય, આદેશ બાંદેકર, દિપક ધર તથા અભિષેક રેગ પણ હાજર રહ્યાહતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત