AMCના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારના લેવાયા સેમ્પલ, જ્યારે CM વિજય રૂપાણી નહિં મળી શકે 8 દિવસ સુધી કોઇને

વિજય રૂપાણી 

image source

ગુજરાત રાજ્યના સીએમ વિજય રૂપાણીનો બુધવારના રોજ કોરોના વાયરસ ટેસ્ટ થશે. આવું તેઓ સાવધાનીના પગલાંના રૂપમાં કરી રહ્યા છે. ખરેખરમાં, મંગળવારના કોંગ્રેસના વિધાયક ઈમરાન ખેડાવાલા કોરોના વાયરસ ટેસ્ટનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો. આજે જ તેમની અને વિજય રૂપાણીની એક બેઠક થઈ હતી. બેઠકમાં કોંગ્રેસના બે અન્ય વિધાયક પણ સામેલ થયા હતા. જેમને ક્વોર્ન્ટીનમાં મોકલી દેવામાં આવ્યા છે.

અધિકારીઓ મુજબ, સાવધાની તરીકે સીએમ વિજય રૂપાણીનો કોરોના વાયરસ ટેસ્ટ થશે. કોંગ્રેસ વિધાયક ઈમરાન ખેડાવાલાની સાથે થયેલ બેઠકમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું, પરંતુ સીએમ અને કેટલાક વરિષ્ઠ મંત્રી જેમણે બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, તેમને સલાહ આપવામાં આવી કે તેઓ સાવધાની રાખે.

શું છે પૂરી બાબત?

image source

ગુજરાત રાજ્યના અમદાવાદના જમાલપુર વિસ્તારથી કોંગ્રેસ વિધાયક ઈમરાન ખેડાવાલા કોરોના પોઝેટીવ મળી આવ્યા છે. મંગળવારના જ તેમણે વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યના ગૃહ મંત્રી સાથે મુલાકાત કરી હતી. તેમજ કોંગ્રેસના બે અન્ય વિધાયક શૈલેશ પરમાર અને ગ્યાસુદ્દીન શેખને ક્વોરન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના બધા વિધાયક મંગળવારના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે એક બેઠકમાં સામેલ થયા હતા.

વિજય રૂપાણીની સાથે બેઠકમાં સામેલ થયા હતા.:

આપને જણાવી દઈએ કે, વિજય રૂપાણીએ મંગળવારના જ કોંગ્રેસ વિધાયક ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને શૈલેશ પરમારની સાથે બેઠક કરી હતી. આ બેઠક અમદાવાદના બે વિસ્તારોમાં કર્ફ્યુંને લઈને યોજવામાં આવી હતી. આ વિધાયકો આ બન્ને વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. આ બેઠકમાં ઈમરાન ખેડાવાલા અમદાવાદના જમાલપુર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

કર્ફ્યુંને લઈને બેઠક થયા પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે, કોવિડ-19ના મામલાઓને અટકાવવા માટે અમદાવાદના જુના શહેર અને દાણીલીમડા વિસ્તારોમાં બુધવાર સવારે ૬ વાગ્યાથી કર્ફ્યું લગાવવા આવશે. ગુજરાત રાજ્યમાં કોવિડ-19ના અત્યાર સુધી ૬૧૫ કેસ સામે આવી ગયા છે જેમાંથી મોટાભાગના અમદાવાદ શહેરના છે.

image source

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠકમાં હાજર રહેલ ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ, શૈલેશ પરમાર માંથી ઈમરાન ખેડાવાલાનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના માટે અને અન્યોના માટે સાવધાની રાખીને તેઓ જાતે WHOની ગાઈડલાઈન્સનું પાલન કરતા આગામી ૮ દિવસ સુધી કોઈને રૂબરૂ નહી મળવાનું નક્કી કર્યું છે. તેમ છતાં વિજય રૂપાણી ટેકનોલોજીની મદદથી શક્ય તેટલું કામ અને જરૂરી માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરશે.

બેઠકમાં હાજર રહેલ ઈમરાન ખેડાવાલા પછી બદરુદ્દીન શેખનો રીપોર્ટ પણ પોઝેટીવ આવ્યો છે. ત્યારે ઈમરાન શેખના સંપર્કમાં આવેલ ૩૦ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ ઈમરાન ખેડાવાલાના જમાલપુર વિસ્તારમાં આવેલ ફ્લેટને પણ સેનેટાઈઝ કરવામાં આવ્યો છે અને ઈમરાન શેખના ડ્રાઈવર અને ભત્રીજાને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.