CM રુપાણી અમદાવાદની U N મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, જાણો શું કહે છે ડોક્ટરો…

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કોરોના સંક્રમિત થયા છે. ગઈ કાલે એક સભા દરમિયાન તેઓ પર સંબોધન કરી રહ્યા હતા અને સ્ટેજ પર જ તેમને ચક્કર આવ્યા હતા. ત્યારબાદ તેમને પ્રાથમિક સારવાર અર્થે યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અહીં તેમને કોરોના સહિતના ટેસ્ટ થયા હતા. જો કે સીએમ રૂપાણીના અન્ય ટેસ્ટ તો નોર્મલ આવ્યા પરંતુ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લા ઘણા દિવસોથી જાહેર સભા અને ચૂંટણીલક્ષી પ્રવાસ કરી રહ્યા છે. આ સમયે તેમના સંપર્કમાં અનેક લોકો પણ આવ્યા હતા.

આ ઉપરાંત ગઈ કાલની વડોદરાની સભામાં પણ જ્યારે તેઓ સ્ટેજ પર સંબોધન કરી રહ્યા હતા ત્યારે પણ તેમની સાથે ઘણા લોકો હતા. આ ઉપરાંત જ્યારે તેમને ચક્કર આવ્યા અને તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા ત્યારે પણ સ્ટેજ પર ઉપસ્થિત અગ્રણીઓ તેમની ખૂબ જ નજીક આવ્યા હતા.

આજે મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઈને એક હેલ્થ બુલેટિન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં નોંધવામાં આવ્યાનુસાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને થાક અને શારીરિક નબળાઈના કારણે ગઈકાલે વડોદરામાં ચક્કર આવ્યા હતા. ત્યાર પછી તેમને યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

image source

સાથે જ બધા ટેસ્ટ જેવા કે ઈસીજી, ઈકો, બ્લડ અને કોરોના માટે આરટી પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવેલા, સીએમના અન્ય રિપોર્ટ તો નોર્મલ છે પરંતુ તેમનો કોરોના રિપોર્ટ આજે સવારે આવ્યો જે પોઝિટિવ છે. તેમની કોરોનાની સારવાર હવે યુ. એન. મહેતા હોસ્પિટલમાં જ થશે. હેલ્થ બુલેટિનમાં જણાવાયું છે કે તેમને કોરોનાના હળવા લક્ષણો પણ છે.

image source

જો કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ માટે કોરોના સંકટ ઘેરાયું છે. કારણ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તેમના સંપર્કમાં આવેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત થયા છે.

જાણવા મળ્યાનુસાર સાંસદ વિનોદ ચાવડાનો પુત્ર પણ કોરોના સંક્રમિત થયો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો છેલ્લા ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં રહે છે તેવામાં હવે વધુ નેતાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવી પણ ભીતિ સર્જાઈ છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં સભા સંબોધતી વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચક્કર ખાઈને બેભાન થઈ ગયા હતા. અહીંથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તકે પણ અનેક લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા. તે સમયે પ્રાથમિક તારણ બીપી લો થયાનું સામે આવ્યું હતું પરંતુ હવે તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!