કોરોનાનો હાહાકાર…જાણો લોકડાઉન અને કરફ્યુને લઇને CM રૂપાણીએ શું કરી મોટી વાત, જાણો જલદી

કોરોના વકરતા રાજ્યમાં ફરી લોકડાઉન જાહેર કરાશે કે કેમ? CM રૂપાણીએ કરી સ્પષ્ટતા

ગુજરાત (Gujarat)માં કોરોના (Corona)નું સંક્રમણ ડરામણી હદે વધી રહ્યું છે. અમદાવાદ (Ahmedabad), સુરત (Surat) અને વડોદરા (Baroda)માં બગીચાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ચાર મહાનગરોમાં તો રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ (Night Curfew)ની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન (Lockdown)ની લોકચર્ચા વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને સમગ્ર માહિતી આપી હતી અને હૈયાધારણા બંધાવી હતી.

image source

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, જેને પગલે રાજ્ય સરકારે પૂરતા પગલા લીધાં છે. પ્રધાનમંત્રીના નિર્દેશ બાદ હવે કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવશે. તેવી જ રીતે રાજ્યમાં કોરોનાની વેક્સીન આપવાનો લક્ષ્યાંક પણ વધારી દેવામાં આવ્યો છે.

image source

અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યૂ લાગૂ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકો એકઠા થાય છે તેથી તે બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે.

image source

લોકોએ ગભરાવવાની જરૂર નથી. સાથે સાથે સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે તેના પાંચ ગણા બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપેલો છે અને તે મુજબ સરકાર દરરોજ રિવ્યૂ પણ કરે છે. દવા, ઈન્જેક્શન, ડોક્ટર આ તમામ વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ધન્વંતરી રથ, 104, સંજીવની તે પણ આપણે ફરી શરૂ કર્યા છે. એટલે હું માનું છે કું જરા પણ ગભરાવવાની જરૂર નથી.

સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા

મુખ્યમંત્રીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા લોકો વિશે વાત કરતા કહ્યું કે, બહારના રાજ્યોમાંથી આવતા તમામ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. ભાજપે તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને સરકારે પણ હાલમાં કોઈ કાર્યક્રમો ન કરવાનો નિર્ણય કર્યો છે.

image source

સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ

બે દિવસ પહેલા પણ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. સરકારે આઠ મહાનગર પાલિકાઓમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.

અમદાવાદમાં 344 નવા કોરોનાના કેસ

કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચના આયોજન બાદ ઉત્તરોત્તર કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા શુક્રવારે 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 344 નવા કેસ અને 260 દર્દી સાજા થયા હતા. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં 1 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,329 પર પહોંચ્યો છે. પાંચ મહિના એટલે કે 10 નવેમ્બર પછી પહેલીવાર શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસનો આંકડો 340 આસપાસ પહોંચ્યો છે. અગાઉ 344 કેસ નોંધાયા હતા.

image source

ગુજરાતમાં 24 કલાકમાં 1415 નવા કેસ 4 મહિના બાદ ગુજરાતમાં 1415 કેસ શુક્રવારે 24 કલાકની અંદર નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ 2,83,864 કેસ થયા છે અને 2,72,332 ડિસ્ચાર્જ થયા છે. અગાઉ 20 નવેમ્બરે 1420 કેસ નોઁધાયા હતા. જ્યારે 948 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરત કોર્પોરેશન વિસ્તાર તથા સુરેન્દ્રનગરમાં 1-1 મળી કુલ 4 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,437 થયો છે. 13 જાન્યુઆરી બાદ પહેલીવાર રાજ્યમાં 4 દર્દીના મોત થયા છે.

કોરોના સંક્રમણને પગલે જવાબદારી સોંપાઈ

image source

રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવોને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ(તેઓ આ કામગીરી લાંબા સમયથી કરી રહ્યા છે), શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) મિલીન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એન.

થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવેલી છે. રસીકરણ અંગે તેમણે જણાવ્યું કે, દૈનિક 3 લાખ લોકોનું રસીકરણ થાય તેવી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. કોરોના દર્દીઓનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરાશે. દરરોજ 60 હજાર લોકોના ટેસ્ટિંગનો નિર્ધાર કરવામાં આવ્યો છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ સક્રિય રીતે કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે લોકોના સોશિયલ ડિસ્ટેંસ જાળવવાની અપીલ પણ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!