શું ખરેખર CNG વાહનમાં મુસાફરી કરવી સલામત છે? જાણો તમારા તમામ સવાલોના જવાબ

પેટ્રોલ અને ડીઝલની ભાવ સમયાંતરે સતત વધી રહ્યા છે. પેટ્રોલની કિંમત હવે 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ઊંચા ભાવ અને ઘરના બજેટને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની નજર હવે વૈકલ્પિક ઇંધણથી ચાલતા વાહનો તરફ પડી છે. આવી પરિસ્થિતિમાં સીએનજી ગેસ એક સસ્તો વિકલ્પ છે. એ સિવાય પેટ્રોલ ડીઝલની સરખામણીએ સીએનજી દ્વારા ચાલતી કારમાં માઇલેજ પણ વધુ મળે છે. મોંઘા થઈ રહેલા પેટ્રોલ ડીઝલ વચ્ચે જો તમે નવી ગાડી વસાવવાનું વિચારી રહ્યા છો તો અમે અહીં આપને અમુક કામની વાતો જણાવીશું જેથી તમને તમારો નિર્ણય લેવામાં સરળતા રહે.

image source

શું પાવરફુલ એક્સીલરેશન મળશે ?

ઘણા ખરા લોકો એવું માનતા હોય છે કે સીએનજી ફિટેડ ગાડીઓમાં એક્સીલરેશન એટલું પાવરફુલ નથી હોતું જેટલું પેટ્રોલ અને ડીઝલ ગાડીઓમાં હોય છે. જો તમે કંપની ફિટેડ સીએનજી કાર લઈ રહ્યા છો તો તમને એક્સીલરેશનમાં કોઈ ફરક જોવા નહીં મળે. જૂની કારમાં પણ સીએનજી ફિટ કરાવી છે અને વ્યવસ્થિત રીતે જ ફિટ કરેલી હોય તો તમને એક્સીલરેશનમાં કોઈ ફરક જોવા નહીં મળે.

શું બધા પ્રકારના રસ્તાઓ માટે બરાબર છે ?

સામાન્ય રીતે એવું મનાય છે સીએનજી કાર બધા રસ્તા માટે યોગ્ય નથી હોતી. એ તો સ્પષ્ટ છે કે તમે સીએનજી કાર દ્વારા ભારે પડકારજનક રસ્તાઓ પણ નથી જઈ શકતા. પરંતુ મોટાભાગના રસ્તાઓ પર સીએનજી કાર ચાલી શકે છે. પેટ્રોલ પર સ્વીચ કરવાની સુવિધા તો તમારી પાસે ઉપલબ્ધ હોય જ છે.

image source

સીએનજી નો એન્જીન સાથે સંબંધ ?

સીએનજી નો એન્જીન જૂનું છે કે નવું તેની સાથે કોઈ સંબંધ નથી. તેને સમયાંતરે મેન્ટેન કરાવતા રહેવાથી આ સંબંધી લગભગ મુશ્કેલીઓ નિવારી શકાય છે.

શું સીએનજી ના કારણે સસ્પેન્શન પર વિપરીત અસર પડે છે ?

સીએનજી કીટ ગાડીનો વજન વધારે છે અને તેના કારણે ગાડીના સસ્પેન્શન પર વિપરીત અસર પડે છે એવી માન્યતા પણ પ્રચલિત છે. ફેકટરી ફિટેડ કારોમાં આ માટે પાછલા સસ્પેન્શનમાં ખાસ પેડિંગ હોય છે. આ પ્રકારની પેડિંગ બહાર પણ કરાવી શકાય છે જેનાથી સસ્પેન્શન પર વધુ દબાણ નથી પડતું.

શું સીએનજીના કારણે ગાડીને આગ લાગવાનું જોખમ છે ?

સીએનજીને એક અત્યંત જ્વલનશીલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે જે સદંતર ખોટી માન્યતા છે. કારણ કે સીએનજીનું ઇગ્નિશન તાપમાન 700 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે પેટ્રોલનું ઇગ્નિશન તાપમાન માત્ર 455 ડિગ્રી સેલ્સિયસ છે. સ્પષ્ટ છે કે સિસ્ટમમાં તાપમાન બેકાબુ રીતે વધે તો પેટ્રોલ કારની જેમ જ સીએનજી કારમાં પણ આગ લાગી શકે. લીકેજ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે તો સીએનજી સુરક્ષિત છે.

image source

ડ્રાઇવિંગ રેન્જને લઈને આશંકા

અમુક લોકોનું એવું પણ માનવું છે કે તેના સિલિન્ડર નાના હોય છે તેથી તેની રેન્જ ઓછી થઈ જાય છે. જ્યારે ફૂલ ટેન્કમાં પેટ્રોલ કે ડીઝલ ગાડીઓ વધુ દૂર સુધીનું અંતર કાપી શકે છે. તેની ચિંતા એટલા માટે ન કરવી જોઈએ કારણ કે સીએનજી કારોમાં એક જેવા જ બે ટેન્ક (સીએનજી અને પેટ્રોલ) હોય છે. એટલે આ કારોની રેન્જ અન્ય કારોથી વધારે હોય છે.

સીએનજી ઉપલબ્ધતા પર સવાલ

સીએનજી બધે ઉપલબ્ધ નથી હોતો તે અંગે પણ પ્રશ્ન ઉભો થાય છે. જો કે પહાડી વિસ્તારો અને નાના ગામડાઓ સિવાય મોટાભાગના વિસ્તારોમાં હવે સીએનજી ઉપલબ્ધ છે. એ સિવાય નવા નવા સ્થાનોએ સીએનજી પંપ બનતા હોવાથી ધીમે ધીમે તેની ઉપલબ્ધતા વધી રહી છે.

image source

સીએનજી ગાડીઓ ભરોસાને લાયક

સીએનજી આધારિત ગાડીઓ વિશ્વાસપાત્ર ન હોવાની પણ આશંકાઓ પ્રવર્તતી હોય છે. પરંતુ માત્ર મારુતિ દ્વારા જ વેંચવામાં આવતી સીએનજી ગાડીઓની સંખ્યા પર ધ્યાન આપવામાં આવે તો આ ભ્રમ સ્પષ્ટ દૂર થઈ જાય તેમ છે. યોગ્ય સમયે ગાડીની સર્વિસ કરાવતા રહેવાથી અને સીએનજી કિટની જાળવણી કરતા રહેવાથી સીએનજી ગાડી ભરોસાપાત્ર ગણી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *