જાણો ” કોકોનટ ક્રેબ ” પ્રજાતિના કરચલા વિશે, જે માણસના હાડકાને પણ તોડી નાખે એટલી ધરાવે છે તાકાત

એવું માનવામાં આવે છે કે આપણા હાડકાઓ સૌથી મજબૂત અંગ છે જે સરળતાથી તૂટતાં નથી અને તેના વડે કરાયેલી પકડ પણ મજબૂત હૂય છે. પરંતુ દુનિયામાં એક જીવ એવો પણ છે જે માણસના હાડકાઓને આરામથી તોડી શકે છે.

image source

આ એક દરિયાઈ જીવ છે અને તેનું નામ છે કરચલો. તમને થશે કે નાનકડો એવો કરચલો વળી માણસના હાડકા કેવી રીતે તોડી શકે ? તો તમારો સવાલ પણ વ્યાજબી છે.

અસલમાં તમે જો સામાન્ય કરચલા વિષે વિચારી રહ્યા હોય તો તમે સાચા હોઈ શકો પરંતુ અમે અહીં જે કરચલા વિષે વાત કરી રહ્યા છીએ તે કરચલા પરિવારનો જ એક સદસ્ય છે અને તેને “કોકોનટ ક્રેબ” ના નામથી ઓળખવામાં આવે છે.

 

image source

આ પ્રજાતિના કરચલાંઓ મોટાભાગે પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરમાં વધુ જોવા મળે છે. સ્થાનિક લોકો આ કરચલાને ” રાક્ષસી કરચલા ” ના નામથી ઓળખે છે અને તેનું કારણ આ કરચલાનો વિશાળ આકાર છે. આ પ્રજાતિના એક વયસ્ક કરચલાની લંબાઈ અંદાજે એક મીટર જેટલી જયારે તેનો વજન સાડા ચાર કિલો આસપાસ હોય છે.

આ રાક્ષસી કરચલાંઓના અણીદાર કાંટાઓ ખુબ મજબૂત અને તાકાતવર હોય છે જે નારિયલ જેવા સખત પદાર્થને પણ તોડી શકવા સક્ષમ છે.અને આ કારણે જ તેને ” કોકોનટ ક્રેબ ” કહેવાય છે. કોકોનટ ક્રેબના આ અણીદાર કાંટાઓ 3000 ન્યુટન જેટલું દબાણ પેદા કરી શકે છે જે આરામથી માણસના હાડકાઓને પણ તોડી શકે.

image source

એ સિવાય ” કોકોનટ ક્રેબ ” ની અન્ય એક વિશેષતા એ પણ છે કે તે સમય જતા તેના શરીરનો રંગ પણ બદલતો જાય છે. એક યુવાન કોકોનટ ક્રેબના શરીરનો રંગ ભૂરા જેવો હોય છે અને તેના પગમાં કાલા રંગની રેખાઓ હોય છે. પછી જયારે તેનો વિકાસ પુખ્ત થઇ જાય છે ત્યારે તેના શરીરનો રંગ રીંગણી કલર જેવો થઇ જાય છે. જો કે આ પ્રજાતિના અમુક કરચલાંઓ જીવનભર ભૂરા રંગના પણ હોય છે.

” કોકોનટ ક્રેબ ” ના ખોરાક અંગે વાત કરીએ તો મોટેભાગે તેનો ખોરાક વિવિધ પ્રકારની સડેલી અને બગડી ગયેલી ચીજ વસ્તુઓ ખાય છે. સૂકા પાંદડાઓથી લઈને બગડેલા ફળો તથા અન્ય મૃત કરચલાઓના અવશેષો પણ તેનો ખોરાક બની જાય છે. કોકોનટ ક્રેબમાં સૂંઘવાની શક્તિ પણ તેજ હોય છે અને પોતાની આ ખૂબીને કારણે તે રાત્રીના સમયે ખોરાકની શોધમાં નીકળે છે અને સૂંઘીને તેને ઓળખી જાય છે.

image source

એ ઉપરાંત આ કરચલાંઓનું એક નામ ” ચોર કરચલા ” પણ છે કારણ કે ઘણીવાર તે દરિયા કાંઠાની નજીક આવેલી માનવ વસ્તીમાં ઘુસી જઈ વાસણ અને અન્ય નાની મોટી ઘરવખરીને પોતાના કાંટાઓ વડે ઊંચકીને લઇ જાય છે. જો કે તે ફક્ત ગંદા અને દુર્ગંધ મારતા સામાનને જ લઇ જવાનું પસંદ કરે છે.

image source

 

તમને જાણીએ નવાઈ લાગશે કે અમેરિકાની ચર્ચિત મહિલા પાઇલોટ અમેલિયા ઈયરહાર્ટના રહસ્યમય રીતે ગાયબ થઇ જવા પાછળ પણ આ કોકોનટ ક્રેબ કરચલાનો હાથ હોવાનું મનાય છે.