કોકોનટ મેસુબ – કડક હોવા છતાં મોંમા મૂક્તાની સાથે મેલ્ટ થઈ જાય અને જોતાં જ ખાવાનું મન થઇ આવે તેવો આ માઊથ વોટરિંગ કોકોનટ મેસુબ

કોકોનટ મેસુબ 

અનેક પ્રકારના મેસુબ બનાવવામાં આવતા હોય છે…જેવાકે, ચણાના લોટ નો મેસુબ, કાજુનો મેસુબ, પિસ્તા અને બદામનો મેસુબ, કોકોનટ મેસુબ…

કોકોનટ મેસુબ એ ખૂબજ પોપ્યુલર સ્વીટ છે. ખાસ કરીને દીવાળીના તેમજ બીજા ઘણા ફેસ્ટીવલમાં પણ કોકોનટ મેસુબ બનાવવામાં આવતો હોય છે. એક્દમ ક્રંચી ટેસ્ટ સાથે જાળીદાર એવો આ કોકોનટ મેસુબ બધાને ખૂબ જ ભાવતો હોય છે. હાલ લગ્ન પ્રસંગોએ મેસુબ લાઇવ બનાવીને ગરમાગરમ પણ સર્વ કરવામાં આવતો હોય છે. બનાવવામાં ખૂબજ સરળ અને સ્વાદમાં ખુબજ સ્વાદીષ્ટ એવો આ કોકોનટ મેસુબ થોડી સામગ્રીમાંથી બની જતી એલચી અને કોકોનટની ખૂશબુદાર મીઠાઇ છે.

કડક હોવા છતાં મોંમા મૂક્તાની સાથે મેલ્ટ થઈ જાય અને જોતાં જ ખાવાનું મન થઇ આવે તેવો આ માઊથ વોટરિંગ કોકોનટ મેસુબ કોને નહી ભાવે?

તો આજે હુ અહીં બધાનો ખૂબજ હોટ ફેવરીટ એવા આ મેસુબની રેસિપિ આપી રહી છું. જે ખૂબજ ઝડપથી તેમજ તાત્કાલિક પણ બની શકે છે. તો તમે પણ ચોક્કસથી બનાવજો. આ રેસિપિ બહુ ઓછી સામગ્રીથી બની જાય છે માત્ર 4 પ્રકારની સામગ્રી જેવીકે…ડેસિકેટેડ કોકોનટ, સુગર, ઘી અને ડ્રાય ફ્રુટ –એલચી …..તો ચાલો તમે પણ બનાવવાની તૈયારી ચાલુ કરી દ્યો.

કોકોનટ મેસુબ બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ ડેસીકેટેડ કોકોનટ
  • ¾ કપ સુગર
  • ½ કપ પાણી
  • ½ ટી સ્પુન + ½ ટી સ્પુન એલચી પાવડર
  • 1 ટી સ્પુન પિસ્તા નો અધકચરો પાવડર
  • ½ ટી સ્પુન બદામનો અધકચરો પાવડર

કોકોનટ મેસુબ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ એક પ્લેટ લઈ તેને ઘી વડે ગ્રીસ કરી લ્યો. તેમાં મેસુબ પાથરવાનો છે.

તેના માટે નાની પ્લેટ જ લેવી જેથી કોકોનટ મેસુબનું લેયર થીક થવાથી વધારે જાળી પડેલી દેખાશે અને મેસુબ ખૂબજ ક્રંચી – ક્રીસ્પી બનશે.

થીક બોટમ વાળુ એક લોયુ લ્યો. તેમાં 1 કપ સુગર ઉમેરો.

ત્યારબાદ તેમાં ½ કપ પાણી ઉમેરો. આ પાણીમાં 1 કપ ઉમેરેલી સુગર મેલ્ટ કરવાની છે.

હવે ફ્લૈમ ચાલુ કરીને સુગર અને પાણી મિક્ષ કરી લ્યો. તવેથાથી વડે સતત હલાવતા જઈને સુગર બરાબર મેલ્ટ કરી લ્યો. ફ્લૈમ મિડિયમ સ્લો રાખો.

આ બનેલું સુગર સિરપ થોડું ઘટ્ટ થાય અને ઉકલીને તેમાં બબલ થતા દેખાય એટલે તેમાં 1 કપ ડેસીકેટેડ કોકોનટ ઉમેરી દ્યો.

સુગર સિરપ સાથે બરાબર મિક્ષ કરી લ્યો. સતત તવેથા વડે એક જ ડીરેક્શન હલાવતા રહો.

થોડી વાર હલાવવાથી બધું મિક્ષ થઇને સ્ટીકી મિક્ષ્ચર બનતુ દેખાશે.

હવે ફ્લૈમને મિડિયમ પર રાખી થોડું ઝડપથી હલાવો. તેમાં બબલ થતા દેખાશે.

થોડીવાર વધારે કૂક થવાથી મિક્સ્ચરનું ટેક્સ્ચર ફ્લફી થઈ રહેલું દેખાશે.

હવે તેમાં ½ ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે મિક્સ્ચરને તવેથાથી સતત હલાવવાની સ્પિડ વધારો.

તેમ કરવાથી કોકોનટ મેસુબના મિક્સ્ચરમાં ખૂબજ જાળી પડતી દેખાશે અને કલર થોડો ચેંજ થશે.

હલવવાનું સતત ચાલુ રાખી ગેસની ફ્લૈમ મિડિયમ સ્લો કરી દ્યો.

હવે થોડો લાઈટ બદામી કલર થતો દેખાય અને ઘી છુટ્ટું પડતું દેખાય એટલે પહેલેથી ગ્રીસ કરેલી પ્લેટમાં બધું મિશ્રણ પોર કરી દ્યો.

લેવલ તેની જાતે જ થઈ જશે. ઉપરથી તવેથાથી પ્રેસ કરવું નહી. તેમ કરવાથી જાળી દબાઇ જશે અને કોકોનટ મેસુબ ફ્લફી રહેશે નહી.

હવે તરતજ મેસુબ ગરમ હોય ત્યાં જ તેના પર ½ ટી સ્પુન એલચી પાવડર, 1 ટી સ્પુન પિસ્તાનો અધકચરો પાવડર અને ½ ટી સ્પુન બદામનો અધકચરો પાવડર ઓલ ઓવર સ્પ્રિંકલ કરી દ્યો. જેથી તેમાં બરાબર સ્ટીક થઈ જાય.

હવે તરતજ તેમાં શાર્પ ચ્પ્પુ વડે સ્ક્વેર કટ કરી લ્યો. મેસુબ ઠંડો થયા પછી કટ પાડવાથી ભૂકો થતો જશે. એટલે ગરમ હોય ત્યાં જ કટ પાડી લેવા.

10 થી 15 મિનિટ કોકોનટ મેસૂબ ઠરે એટલે તેમાંથી કટ કરેલા કોકોનટ મેસુબ ના પીસ છુટા કરી લ્યો.

તો હવે એકદમ સ્વીટ, એલચીની સરસ અરોમા વાળો ક્રીસ્પી – ક્રંચી કોકોનટ મેસુબ સર્વ કરવા માટે રેડી છે.

દરેક ફેસ્ટીવલ આ કોકોનટ મેસુબ બનાવી, મહેમાનોને સર્વ કરી એંજોય કરો. બધાને આ મેસુબ ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.