આ યુગલમાં પત્ની નહીં પણ પતિએ ધારણ કર્યો છે ગર્ભ – જાણો શું છે આ વિચિત્ર અદલાબદલી

આ યુગલમાં પત્ની નહીં પણ પતિએ ધારણ કર્યો છે ગર્ભ – જાણો શું છે આ વિચિત્ર અદલાબદલી

image source

1994માં આર્નોલ્ડ સ્વાર્ઝનેગર દ્વારા અભિનિત એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું ‘જુનિયર’ જેમાં તેને પ્રેગ્નન્ટ બતાવવામાં આવ્યો છે અને ફિલ્મના અંતે તે બાળકને જન્મ આપે છે. આ એક સાઇ-ફાઈ કોમેડી મૂવી હતી. જેમાં આર્નોલ્ડને એક સાયન્ટીસ્ટ બતાવવામાં આવ્યો છે અને તે એક એવી દવા પર શોધ કરી રહ્યો હોય છે જેનાથી સ્ત્રીઓ ગર્ભવતિ બની શકે. પણ જ્યારે તેણે આ પ્રયોગ પોતાના પર કર્યો ત્યારે તેણે પોતે જ ગર્ભ ધારણ કરી લીધો. અને પછી જે હાસ્યછોળો આખી ફિલ્મમાં ચાલતી રહે છે તે જોવા જેવી છે.

પણ આજે અમે તમને આવી જ એક વાસ્તવિક ઘટના વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. હા, વાસ્તવિક ઘટના એટલે કે આ સત્ય ઘટનામાં પુરુષે ગર્ભ ધારણ કર્યો છે. આ ઘટના કોલંબિયાની છે, અહીં એક પુરુષના પેટમાં આંઠ મહિનાનો ગર્ભ છે. કોલંબીયાની ટ્રાન્સજેન્ડર મોડેલે પોતાના પતિના આંઠ મહિનાના બેબી બમ્પ પર કીસ કરતી એક તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે.

image source

ડાના સુલતાના એક પુરુષ તરીકે જન્મ્યો હતો પણ તેની ઓળખ એક સ્ત્રી તરીકે છે, તે પોતાના જીવનસાથી એસ્ટબાન લેનડ્રાઉ સાથે પોતાનું બાળક એસ્પેક્ટ કરી રહી છે, એસ્ટબાનનો જન્મ સ્ત્રી તરીકે થયો હતો પણ તેની ઓળખ પુરુષ તરીકેની છે. એટલે કે તે બન્નેએ પોતાનું જાતિ પરિવર્તન કરાવ્યું હતું.

આ મોડેલ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 2.19 લાખ ફોલોઅર્સ ધરાવે છે. આ મહિનાની શરૂઆતમાં તેણે એક તસ્વીર શેર કરી હતી. તેમણે કુદરતી રીતે જ બાળક ધારણ કર્યું છે કારણ કે દાના અને એસ્ટબાન બન્નેના મૂળ અંગો તો આજે પણ કુદરતી જ છે. થોડા સમય પહેલાં એસ્ટબાનને લેબર પેઇન ઉપડ્યું હોવાની લાગણી થઈ હતી ત્યારે તે બન્ને હોસ્પિટલ દોડી ગયા હતા. અને તેમણે પોતાના કુટુંબના સભ્યોને પણ બોલાવી લીધા હતા. જેથી કરીને તેઓ તેમના દીકરાના જન્મની તૈયારીઓ કરી શકે. જોકે ત્યારે બધું નોર્મલ રહેતાં તેઓ પાછા ઘરે પહોંચી ગયા હતા.

image source

આ મોડેલે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક સુંદર તસ્વીર શેર કરી હતી જેમાં ડાના પોતાના પતિ એસ્ટબાનના બેબી બંપ પર કીસ કરી રહી હતી જ્યારે એસ્ટબાન સ્મિત આપી રહ્યો હતો. આ ઉપરાંત પણ તેમણે ઘણી બધી સુંદર તસ્વીરો પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. તેમણે તેમનો દીકરો આ દુનિયામાં પ્રવેશે તે પહેલાં તેનું નામ પણ રાખી લીધું છે. તેમણે સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તેમના દીકરાનું નામ ‘એરિયલ’ રાખવામાં આવશે તેવી ઘોષણા કરી હતી.

આ યુગલે તેમની પ્રેગ્ન્ન્સીના ખબર ગત ફેબ્રુઆરીએ એક તસ્વીર શેર કરીને તેમના ફેન્સને આપ્યા હતા. તેમણે પોતાની તસ્વીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું, : ‘સ્વપ્નો સાચા થાય છે.’ ત્યાર બાદ દાના અને એસ્ટબાનને તેમના ફેન્સ તરફથી સપોર્ટ કરતાં ઘણા બધા સંદેશ મળ્યા હતા.

image source

આ હસ્બન્ડ-વાઇફ બન્ને કોલંબિયાની જાણીતી હસ્તીઓ છે. તેઓ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. હાલ આ કપલ ખૂબ જ આતુરતાથી પોતાના બાળકના જન્મની રાહ જોઈ રહ્યું છે. હાલ તેઓ તેમના કુટુંબીજનો સાથે તેના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. પણ અહીં એક વાત કહેવી રહી કે મૂળે તો એક સ્ત્રી જ આ બાળકને જન્મ આપી રહી છે તેટલું તો સ્પષ્ટ જ છે.

source : dailymail

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત