અક્ષય અને વિદ્યા વચ્ચે થઈ હતી મારામારી, વીડિયો થયો લોકડાઉન વચ્ચે વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલનએ એક વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, આને કહેવાય લેવાના દેવા થઈ પડ્યા. કોમેન્ટ્રી સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન અને તાપસી પન્નૂની છે…

આ વીડિયોમાં કોટમાં સજ્જ અક્ષય કુમાર અને સાડીમાં તૈયાર થયેલી વિદ્યા બાલન ઝઘડો કરતાં જોવા મળે છે. આ ઝઘડો શૂટિંગના ફાઈટ સીન જેવો છે.

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya) on

ઉલ્લેખનીય છે કે આ કલાકારો છેલ્લીવાર મિશન મંગલ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો પણ આ ફિલ્મની શૂટિંગ સમયનો છે. વીડિયોમાં જોવા મળે છે કે અક્ષય કુમાર વિદ્યા બાલન પર હુમલો કરી દે છે અને ત્યારબાદ વિદ્યા પણ અક્ષય પર પોતાનો દાવ ખેલે છે. છેલ્લે વિદ્યા અક્ષયને એવી જગ્યાએ મારે છે કે અક્ષય તેની સામે હાર સ્વીકારી લે છે.

આ વીડિયો કલાકારોએ ફિલ્મના શૂટિંગ દરમિયાન મસ્તી મસ્તીમાં બનાવ્યો છે. પરંતુ હાલ જ્યારે સમય મળ્યો છે ત્યારે વિદ્યાએ જૂની વાતોને યાદ કરી આ વીડિયો શેર કર્યો છે. લોકો પણ આ વીડિયોની મજા માણી રહ્યા છે.