સરકારે કર્મચારીઓના હિતમાં લીધો વધુ એક મહત્વનો નિર્ણય, લોકોને આપી મોટી રાહત

કોરોના વાયરસના કારણે જે લોકડાઉન છે તેમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ પર અસર થઈ છે. ખાસ કરીને મધ્યમવર્ગના લોકોને માર પડ્યો છે. તેવામાં સરકારએ 3.49 કરોડ લોકોને મોટી રાહત આપતાં સમાચાર આપ્યા છે.

image source

કર્મચારી રાજ્ય વીમા નિગમએ ફેબ્રુઆરી માસ માટેની ઈએસઆઈ સબમીટ કરવાની છેલ્લી તારીખ 15 મે સુધી લંબાવી છે. અગાઉ આ તારીખ 15 એપ્રિલ હતી પરંતુ લોકડાઉન 3 મે સુધી લંબાતા હવે આ તારીખ પણ 15 મે કરવામાં આવી છે.

શ્રમ મંત્રાલયના જણાવ્યાનુસાર કોરોના વાયરસના કારણે જે કટોકટીની સ્થિતિ સર્જાઈ છે તેમાં કામદારો કામ કરી શકતા નથી. તેવામાં તેમને રાહત મળે તે માટે ઈએસઆઈની તારીખ લંબાઈ છે અને તેના પર દંડ કે વ્યાજ પણ વસુલવામાં નહીં આવે. સરકારના આ નિર્ણયથી 3.49 કરોડ લોકોને લાભ થશે અને 12 લાખથી વધુ નોકરીદાતાઓને રાહત મળશે.

આ ઉપરાંત 21 હજાર સુધીનો પગાર હશે તેમને અન્ય લાભ પણ આપવામાં આવ્યા છે જેમકે ઈએસઆઈ યોજના ખાનગી કંપનીઓ, ફેક્ટરીઓ કે કારખાનામાં કામ કરતાં કર્મચારીઓને લાભ છે તેમને કેટલીક હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર મળી શકે છે. દિવ્યાંગ કે અન્ય કિસ્સામાં આ આવક મર્યાદા 25,000 છે. એટલે કે 25,000 માસિક આવક ધરાવતા કર્મચારી પણ તેનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત ઈએસઆઈના લાભાર્થીઓને ખાનગી દવાના વેપારીઓ પાસેથી દવા ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ ઈએસઆઈસી વળતર આપી દેશે