કોરોના: એક્ટિવ કેસમાં 12 દિવસ પછી રાહત, જાણો આંકડો કેટલે પહોંચ્યો, પણ અમારી અપીલ છે હજુ પણ ચેતજો નહિં તો…

દેશમાં સતત વધતાં કોરોનાના કેસ વચ્ચે આજે થોડી રાહત મળી છે. 17 નવેમ્બર પછી પહેલીવાર કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં ફરી એકવાર નોંધપાત્ર ઘટાડો થયો છે જે રાહતની વાત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 45 હજારથી વધુ દર્દી સ્વસ્થ થયા છે જ્યારે રવિવારે એક્ટિવ કેસ 6500થી વધુ ઘટ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 94.32 લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે જ્યારે 1 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

image source

કોરોનાના કારણે રાજસ્થાનમાં હાલત ખરાબ થઈ છે તેવામાં અહીંના પૂર્વ શિક્ષણમંત્રી અને રાજસમંદથી ભાજપ ધારાસભ્ય કિરણ માહેશ્વરીનું નિધન થયું છે. 59 વર્ષીય ધારાસભ્યએ રવિવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની સારવાર મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહી હતી. રાજસ્થાન સરકારે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે 31 ડિસેમ્બર સુધી શાળા, કોલેજ અને કોચિંગ ક્લાસ અહીં બંધ રહેશે. અહીં કન્ટેન્મેન્ટ ઝોનમાં કડક લોકડાઉન અમલમાં રહેશે. આ ઉપરાંત અહીં મલ્ટિપ્લેક્સ પણ બંધ રહેશે અને કોઈપણ સોશિયલ, રમતગમત, સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમ કરવાની મંજૂરી નહીં મળે.

image source

અહીં કોટા, જયપુર, જોધપુર, બિકાનેર, ઉદયપુર, અજમેર, ભીલવાડા સહિતના વિસ્તારમાં આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાન સિવાય જમ્મુ-કાશ્મીરમાં પણ શાળા, કોલેજ અને અન્ય એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે.

image source

દેશમાં દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યમાં કોરોનાની સ્થિતિ બીજી લહેર દરમિયાન જોખમી થઈ છે. આ પાંચ રાજ્યોમાં દિલ્હીમાં રવિવાર સુધીમાં સંક્રમણના કેસ 5 લાખને પાર થયા છે. આ સિવાય મધ્યપ્રદેશમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે.

image source

દેશમાં ગુજરાતમાં પણ કોરોનાના કેસનો ગ્રાફ ફરીવાર વધવા લાગ્યો છે. અહીં છેલ્લા ઘણા દિવસોથી રોજ કોરોનાના 1500થી વધુ કેસ નોંધાયા છે. કેસ વધતાં રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે દુનિયામાં ભારત સાતમો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. પહેલા નંબર પર અમેરિકા છે. ભારતમાં હાલ 8944 દર્દી એવા છે જેમની સ્થિતિ ગંભીર છે. દુનિયામાં સૌથી વધુ દર્દી અત્યાર સુધી ભારતમાં કોરોનાના દર્દી સ્વસ્થ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત