કોરોના અંગે કેન્દ્રની નવી ગાઈડલાઈન: 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે નવા નિયમો, જાણી લો જલદી નહિં તો…

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે કોવિડ -19ના દેશમાં વધતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટમેન્ટ ઝોન માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી આ માર્ગદર્શિકામાં પ્રતિબંધિત વિસ્તારોમાં તમામ નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સખત રીતે તમામ નિયમોનું પાલન કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. સરકારના નિયમો અનુસાર આ ઝોનમાં ફક્ત જરૂરી પ્રવૃત્તિઓ માટે જ છૂટ આપવામાં આવે.

image source

નવી માર્ગદર્શિકામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના કેસોમાં ઘટાડો કરવા અને ચેપનો દર ઘટાડવા જરૂરી પગલાં લેવા સુચના આપવામાં આવી છે. સરકારે જાહેર કરેલા નવા નિયમો આગામી 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. નવી દિશાનિર્દેશોમાં સરકાર તરફથી કોઈ નવા પ્રતિબંધ કે મુક્તિ આપવામાં આવી નથી. જો કે આ નિયમોમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ રાજ્ય કેન્દ્રની મંજૂરી વિના લોકડાઉન જાહેર કરી શકશે નહીં.

– રાજ્ય સરકારોએ સર્વેલન્સ સિસ્ટમ વધુ મજબૂત કરવી.

– રાજ્ય સરકારો પરિસ્થિતિના આધારે નિયંત્રણો લાગૂ કરી શકે છે.

image source

– દરેક જિલ્લાના કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી વેબસાઈટ પર અપલોડ કરવી અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે તેને શેર કરવી

– કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકોની અવરજવર અટકાવવી.

image source

– સર્વેલન્સની ટીમ ઘરે ઘરે જઈ લક્ષણ ધરાવતા લોકોની ઓળખ કરે અને ટેસ્ટ કરે.

– સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની યાદી બનાવવી અને તેમને ટ્રેસ કરી કોરોન્ટાઈન કરવા.

image source

– સંક્રમિત વ્યક્તિની તાત્કાલિક સારવાર શરુ કરવામાં આવે.

– નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સ્થાનિક પોલીસ અને પ્રશાસનની રહેશે.

– આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ અને સિનેમા પર રોક યથાવત રહેશે.

image source

– સિનેમા હોલમાં હાલ જેમ 50 ટકા દર્શકોની છૂટ છે તે જ નિયમ લાગૂ રહેશે.

– સ્વિમિંગ પૂલનો ઉપયોગ માત્ર સ્પોર્ટસ પર્સનની તાલીમ માટે થઈ શકશે.

image source

– બિઝનેસ એક્સિબિશન હોલમાં માત્ર એવા લોકોને એન્ટ્રી મળશે જેઓ બિઝનેસ સાથે જોડાયેલા હોય.

– સાર્વજનિક કાર્યક્રમોમાં 200થી વધુ લોકોને છૂટ નથી.

– સ્થાનિક સ્તરે લોકડાઉન જાહેર કરતાં પહેલા રાજ્ય સરકારે કેન્દ્રની અનુમતિ લેવી ફરજિયાત હશે.

image source

– રાજ્ય સરકાર રાત્રી કર્ફ્યુ કે અન્ય જરૂરી નિયંત્રણ લગાવી શકે છે.

– જે શહેરમાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે હોય ત્યાં ઓફિસમાં સ્ટાફનો સમય અલગ અલગ કરવા અને સામાજિક અંતર જાળવવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત