કોરોનાની બીજી બેટિંગે તો લોકોને રોવડાવ્યા, કરફ્યુમાં અટવાયા 1600 લગ્નો, વળી ક્યાંક તો કંકોતરી વહેંચાઈ ગઈ અને મહેમાનો પણ આવી ગયાં

દિવાળીના તહેવાર પછી હવે ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે. વધતા જતા કોરોનાના કેસના કારણે અમદાવાદમાં તાત્કાલિક કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. તો એવા સમયમાં કેટલાક લગ્નો પણ અટકી પડશે જેના કારણે આયોજકો ચિંતાગ્રસ્ત જોવા મળી રહ્યા છે.

કર્ફ્યૂના કારણે 1600 જેટલા લગ્ન અટક્યાં

image source

અમદાવાદમાં લાદવામાં આવેલા કરફ્યુને કારણે 1600 જેટલા લગ્ન અટકી પડ્યા છે. 22 થી 24 નવેમ્બરની વચ્ચે આશરે 1600 જેટલા લગ્નનું આયોજન છે. અને જો લગ્ન કેન્સલ થાય તો ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોને ખૂબ જ નુકસાન થાય તેવું લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ફરીથી અચાનક 2 દિવસના સંપૂર્ણ અને ત્યાર બાદ રાત્રિ કરફ્યુને કારણે લોકોની મુશ્કેલી વધી
ગઈ છે. એટલું જ નહીં કેટલાક લોકોને લગ્ન પણ અટવાઈ ગયા છે જેના કારણે ઘણા લોકોની મૂંઝવણ વધી ગઈ છે.

image source

અમદાવાદના જમાલપુરના 2 પરિવારમાં લગ્ન હતા જેના કારણે હવે પરિવારજનો મૂંઝવણમાં મૂકાયા હતા. તેમણે કહ્યું હતું કે તૈયારી માટે ખર્ચો કર્યો અને હવે કરફ્યુ લાગતા અટવાયા છીએ. સરકાર કોઈ નિર્ણય લે તેવી પરિવારે માંગ કરી હતી.

image source

અમદાવાદમાં લેવાયેલા કરફ્યુના નિર્ણયની બાબતે ગુજરાતના ધારસાભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે સરકારનો આ નિર્ણય ઉતાવળભર્યો લેવાયો છે. પહેલાં પણ સરકારે આ રીતે નિર્ણય લીધો હતો અને હવે ફરી એક વખત ઉતાવળભર્યા
નિર્ણયથી લોકો તકલીફમાં મૂકાયા છે.

ઇમરાન ખેડાવાળાએ આગળ પણ કહ્યું હતું કે સરકાર અને તંત્રમાં સંકલનનો અભાવ છે એટલું જ નહીં કોરોનાના આંકડા પણ છુપાવવામાં આવી રહ્યાં છે.

રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, મોડીરાત્રે શહેરમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અને ઉં માટે મળેલી બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યે સુધી અમદાવાદ શહેરમાં ‘સંપૂર્ણ કરફ્યુ’ લગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાઓ વેચતી દુકાનોને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે.

image source

અમદાવાદ શહેરમાં આજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કોરોનાના કારણે બગડતી જતી સ્થિતિને કાબૂમાં લેવા માટે આ નિણર્ય કરાયો છે. આ અંગે રાજીવ ગુપ્તાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી કરફ્યુ લાગુ જ રહેશે અને શનિ રવિ 2 દિવસ અમદાવાદ શહેરમાં સંપૂર્ણ કરફ્યુ રહેશે.

image source

અમદાવાદ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરના દર્દીઓ માટે અસારવા સિવિલમાં વધુ 400 બેડની વ્યવસ્થા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેર માટે નવા 600 ડોકટરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને નિયમોનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે. 300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદના કોરોના દર્દીઓ માટે 800 વધુ બેડની વ્યવસ્થા કરાઈ છે. સિવિલમાં 400 અને સોલા સિવિલમાં 400 વધુ બેડ ફાળવાયા છે. તેમજ 70 ખાનગી હોસ્પિટલમાં કોરોના બેડ ઉપલબ્ધ કરાવાયા છે. ખાનગી હોસ્પિટલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

image source

શહેરની આસપાસના વિસ્તારમાં 100 બેડ ફાળવાયા છે. હાલમાં કુલ 2600 બેડ કોરોના દર્દીઓ માટે હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. એટલું જ નહીં 108ની સેવામાં પણ વધારો કરાયો છે. તમને જણાવી દઈએ કે 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 40 એમ્બ્યુલન્સ માત્ર કોરોના દર્દીઓ માટે ફાળવી છે. 300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત