કોરોના વિસ્ફોટ: અમેરિકામાં આ અઠવાડિયે રોજના સરેરાશ 1800 મૃત્યુ, આ દેશની હાલત થઇ જોરદાર ખરાબ, આંકડાઓ જાણીને ફાટી જશે આંખો

વિશ્વમાં કોરોના દર્દીઓનો આંકડો 6.62 કરોડને પાર કરી ગયો છે. 4 કરોડ 57 લાખ લોકોથી વધારે લોકો સાજા થઈ ગયા છે. પણ અત્યાર સુધીમાં આ વાયરસના સંક્રમણના કારણે 15 લાખ 23 હજાર કરતાં પણ વધારે લોકોના જીવ ગયા છે. ઇટાલીમાં સંક્રમણની સ્થિત કાબૂ બહાર જતી રહી છે. અહીં શુક્રવારે 993 મૃત્યુ થયા હતા. હોસ્પિટલમાં બેડ ઘટી પડી છે. સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે આ વખતે ક્રિસ્મસ, બોક્સિંગ ડે અને ન્યૂ યર પ્રતિબંધોના પડછાયામાં પસાર થશે.

ઇટાલીમાં મજબૂર બની રહી છે સરકાર

image source

યુરેપીયન દેશોમાં જે સ્થિતિ માર્ચ અને એપ્રિલ મહિનામાં હતી, લગભગ તેવી જ સ્થિતિ અહીં પણ ઉભી થઈ રહી છે. ફ્રાંસ અને જર્મનીમાં કડક પ્રતિબંધો અને લોકડાઉનથી કેટલીક હદે તેના પર કાબૂ મેળવી શકાયો છે, પણ ઇટાલીમાં તેવું નથી. શુક્રવારે અહીં 993 લોકોના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં ઇટાલીમાં 58 હજાર લોકો સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. ઇટાલીની સરકારે કહ્યું છે કે હોસ્પિટલમાં બેડ ઘટી
રહ્યા છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ફેસ્ટિવ સિઝનમાં પ્રતિબંધ પહેલા કરતાં વધારે કડક બનાવવામાં આવશે. લોકોએ માનસિક રીતે ઘર પર જ રેહવા માટે તૈયાર રહેવું પડશે.

અમેરિકામાં મૃત્યુઆંક વધ્યો

image source

અમેરિકામાં પણ સંક્રમણની સ્થિતિ ઓર વધારે વણસી રહી છે. ધ ગાર્ડિયનના એક અહેવાલ પ્રમાણે આ અઠવાડિયે સરેરાશ રોજના 1800 લોકોના મૃત્યુ થયા છે. અને આ એપ્રિલ બાદની સૌથી વધારે જોખમી સ્થિતિ છે. પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પર આરોપ લગાવ્યો છે કે તેમણે વેક્સિન ડિસ્ટ્રીબ્યૂશન માટે યોગ્ય પ્લાન નથી બનાવ્યા અને તેના કારણે રાજ્યોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બાઇડને કહ્યું – મારી ટીમને હજુ સધી ડિટેઇલ્ડ પ્લાન નથી મળ્યો. અમારે વેક્સિન અને સિરિંજ કંટેનર્સની વ્યવસ્થા કરવી પડી રહી છે. બાઇડેને ટ્રમ્પની કોરોના ટાસ્ક ફોર્સમાં કામ કરી રહેલા ડોક્ટર એંથોની ફોસીને અપીલ કરી છે કે તેઓ તેમની કોરોના ટીમનો હિસ્સો બને. ફોસીએ હજુ સુધી તેનો જવાબ નથી આપ્યો.

ઓસ્ટ્રેલિયામા રાહત

image source

ઓસ્ટ્રેલિયામાં લોકોના સંયમ અને સરકારના ઉપાયની અસર દેખાઈ રહી છે. ન્યૂ સાઉથ વેલ્સ અને સાઉથ ઓસ્ટ્રેલિયા સૌથી વધારે પ્રભાવિત છે, પણ હવે અહીં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા 24 કલાકમાં કોઈ સ્થાનીક સંક્રમણનો કેસ જોવા મળ્યો નથી. જો કે સિડનીમાં વિદેશી યાત્રીઓના કારણે જોખમ છે અને માટે અહીં પ્રશાસને હોટેલ ક્વોરેન્ટિન ફેસેલિટીઝ ફરી શરૂ કરી દીધી
છે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશોની સ્થિતિ

image source

અમેરિકામાં સંક્રમિત લોકોની સંખ્યા, 14,772, 535 છે. મૃત્યુઆંક 285550 છે અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 8,658,882, બીજા ક્રમ પર આવે છે ભારત, ભારતમાં અત્યાર સુધીમાં 96,08,418 લોકો સંક્રમિત થયા છે, 1,39,736 લોકોના મૃત્યુ થયા છે અને 9058003 લોકો સાજા થયા છે. ત્રીજો ક્રમ છે બ્રાઝીલ દેશનો બ્રાઝીલમાં અત્યાર સુધીમાં 65,34,951 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, 1,75,981 લોકોના મૃત્યુ થયા છે અ 57,44,369 લોકો સાજા થયા છે. રશિયાનો ક્રમ ચોથો આવે છે, રશિયામાં અત્યાર સુધીમાં 24,02,949 લોકો સંક્રમિત થયા છે, 42,176 લોકોના મૃત્યુ થયા છે, અને 18,88,752 લોકો સાજા થયા છે.

image source

ફ્રાંસ પાંચમા ક્રમે છે અહીં 22,68,552 લોકો સંક્રમિત થયા છે, 54,767 લોકો મૃત્યુ પામ્યા છે અને 16 લાખ કરતાં પણ વધારે લોકો સાજા થયા છે. સ્પેન છઠ્ઠા ક્રમે છે સ્પેનટમાં સંક્રમિતોની સંખ્યા 16,93,591 છે અને મૃતકોની સંખ્યા 46,038 છે, સાજા થયેલા લોકોનો આંકડો ઉપલબ્ધ નથી. યુકેમાં અત્યાર સુધીમાં 16,74,134 લોકો સંક્રમિત થયા છે, અને 60,113 લોક મૃત્યુ પામ્યા છે અહીંનો સાજા થયેલા લોકોનો આંકડો ઉપલબ્ધ નથી. ઇટાલીમાં અત્યાર સુધીમાં 16,64,829 લોકો સંક્રમિત થયા છે, 58038 લોકો મૃત્યુ પામ્યા છે અને 8,46,809 લોકો સાજા થયા છે. આર્જેન્ટિનામાં અત્યાર સુધીમાં 14,40,103 લોકો સંક્રમિત થયા છે, 39,156 લોકોના મૃત્યુ થયા છે અને 12,68,358 લોકો સાજા થયા છે. કોલંબિયા આ યાદીમાં દસમાં ક્રમે છે. અહીં અત્યાર સુધીમાં 13,34,089 લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 37,117 લોકો મૃત્યુ પામ્યા છે, અને 12,25,635 લોકો સાજા થયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત