શું તમને ખબર છે આ પ્રજાતિના કાગડાઓ બહુ બુદ્ધિશાળી હોય છે?

ચીન દેશમાંથી શરુ થયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. લોકો પોતાના ખોરાક પાણી, બાળકોનું શિક્ષણ અને મોટી ઉંમરના લોકોની તબિયતનો ભોગ આપી ઘરમાં રહેવા મજબુર બન્યા છે.

image source

જો કે લગભગ દરેક દેશો પોતપોતાની રીતે આ વાયરસને નાથવા પ્રયાસ કરી રહ્યા છે. હવે તો કોરોના શબ્દથી માણસ એટલો બધો માહિતગાર થઇ ગયો છે કે કોઈને પૂછવાની કે ક્યાંય સર્ચ કરવાની જરૂર જ નથી કે કોરોના એટલે શું ?

પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આ કોરોના વાયરસના નામથી ભળતા નામ વિષે જણાવવાના છીએ જે એક પક્ષીનું નામ છે. તો આવો જાણીએ તે નામ અને પક્ષી વિષે.

image source

આ પક્ષીનું નામ છે કાગડો. પરંતુ આપણે ભારતીય કાગડાની વાત નથી કરી રહ્યા પણ ” કોવીર્ડ ” નામના કાગડાની એક પ્રજાતિ વિષે જાણવાના છીએ. આ પ્રજાતિના કાગડાઓ વિશ્વના સૌથી ચાલાક અને હોંશિયાર કાગડાઓ માનવામાં આવે છે. નીલકંઠ, મીના અને પહાડી કાગડાઓ પણ આ ” કોવીર્ડ ” પ્રજાતિના કાગડાના પરિવારમાંથી જ આવે છે. આ કાગડાઓની ખાસ વિશેષતા એ છે કે તે વિષમ સ્થાનોએ પણ પોતાનો ખોરાક પાણી શોધી જીવી જવામાં પારંગત છે.

image source

એટલું જ નહિ જો ખોરાક ના મળે તો આ પ્રજાતિના કાગડાઓ સદી ગયેલા વૃક્ષના થડ અને અવશેષોમાં દર બનાવીને રહેતા કીડી – મકોડા જેવા જીવ-જંતુઓને કાઢી તેનો આહાર બનાવી લે છે. ” કોવીર્ડ ” પરિવારોના કાગડાઓ પર કરાયેલા એક સંશોધન મુજબ તે સૌથી વધુ બુદ્ધિમાન કાગડાઓ સાબિત થયા હતા.

સામાન્ય રીતે વાંદરાઓ અને માણસોના મગજમાં જ ન્યુકારટિક્સ ઉપલબ્ધ હોય છે અને તેથી જ માણસોને અને વાંદરાઓને બુદ્ધિશાળી જીવ ગણવામાં આવે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ” કોવીર્ડ ” પ્રજાતિના કાગડાઓના મગજમાં પણ ન્યુરોન મળી આવે છે જે તેની બુદ્ધિમત્તાનો પુરાવો છે.

image source

પોતાના બુદ્ધિચાતુર્યને કારણે કે આ કાગડાઓ પોતાને મુશ્કેલ અને વિષમ પરિસ્તિથીમાં જીવવા ટેવાઈ ગયા છે. જો કે સંશોધનકારોના મંતવ્ય મુજબ આ પ્રકારનું પક્ષી માત્ર ” કોવીર્ડ ” કાગડાઓ જ નથી. પોપટ, ચિમ્પાન્ઝી, મગરમચ્છ, અને કેટલાય પ્રકારના જંતુઓ પણ સચેત યાદશક્તિ ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત