ન્યૂયોર્કમાં કોરોનાએ મચાવેલી તબાહી જોનાર લોકોની ઊડી ગઈ છે રાતોની ઊંઘ, જાણો કેવી છે સ્થિતિ

ન્યૂયોર્કમાં કોરોનાએ મચાવેલી તબાહી જોનાર લોકોની ઊડી ગઈ છે રાતોની ઊંઘ, જાણો કેવી છે સ્થિતિ

image source

કોરોના વાયરસ ચીનના વુહાનથી જન્મ્યો અને હવે તેનો વિસ્તાર વિશ્વભરમાં ફેલાઈ ચુક્યો છે. ભારત સહિત દુનિયાની મહાસત્તા એવું અમેરિકા પણ તેનાથી પસ્ત થઈ ચુક્યું છે. કોરોનાએ મચાવેલી તબાહી જોઈ હર કોઈ બસ એક જ વાત કહે કે બસ હવે બહુ થયું… આવા જ કંઈક હાલ એક દંપતિના થયા છે જેઓ ન્યૂયોર્કમાં રહે છે અને જેમણે પોતાની નજરએ કોરોનાના તાંડવને જોયો છે.

ન્યૂયોર્કની વાત કરીએ તો અહીં 6000 જેટલા લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. અહીં મૃત્યુ એટલા થયા છે કે હોસ્પિટલમાંથી મૃતહેક લઈ જવા માટે ટ્રક આવે છે. આ દ્રશ્ય નજરે જોનાર એક દંપતિએ પોતાની આપવિતી જણાવી હતી.

ન્યૂયોર્કના બ્રૂકલીન શહેરની 28 વર્ષીય એલિક્સ અને તેનો 33 વર્ષનો પાર્ટનર માર્ક મૃતદેહોની આ દશા જોતાં એટલા ગભરાયા છે કે તેમણે ધરતી પર નરક જોયાનો અનુભવ કરી લીધો છે. તેમણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે શરૂઆતમાં હોસ્પિટલમાંથી નીકળતા મૃતહેદની સંખ્યા ઓછી હતી એટલે તેઓ રોજ જોતાં પરંતુ પછી કોરોનાનો કહેર વધતાં લોકો ટપોટપ મૃત્યુ પામવા લાગ્યા અને મૃતદેહ ગણીએ તો સંખ્યા ભુલાય જાય તેવી સ્થિતિ સર્જાય.

image source

મૃતદેહની સંખ્યા એટલી વધી જતી કે હોસ્પિટલના ડોક્ટરોએ ટ્રક બોલાવવા પડતાં. પોતાના ઘરની અંદરથી તેઓ બહારનું દ્રશ્ય જોતાં. તેઓ કહે છે કે હોસ્પિટલના કર્મચારીઓ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજ ટ્રકોમાં ભરવા માટે રેપ બનાવ્યું હતું. આ રેપ પર મુકી મૃતદેહો ટ્રકોમાં ભરી દેવામાં આવતાં.

તેમના જણાવ્યાનુસાર સૌથી ભયાનક અને કરુણ વાત એ હતી કે રેપ પર એક પછી એક મૃતદેહ આવતાં જ રહેતા. મૃતદેહની લાઈન પુરી જ ન થતી. અંતે તેઓ આ દ્રશ્ય જોવાનું અને મૃતદેહ ગણવાનું બંધ કરી ચુક્યા છે. તેમની આસપાસ રહેતા લોકો આ વિસ્તાર છોડી જવા પણ કહેવા લાગ્યા કારણ કે તેમને રોજ આ સ્થિતિ નજરે પડતી.