કોરોના વાયરસને લઇને આ વર-કન્યાએ આર્શિવાદ આપવા આવેલા મહેમાનોને હાથ નહિં પણ પગ મિલાવ્યા, જોઇ લો વિડીયોમાં

આખી દુનિયામાં કોરોના વાયરસના લીધે અત્યાર સુધીમાં આશરે ચાર હજાર કરતા વધારે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. ઉપરાંત હવે કોરોના વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે આ વાયરસના કારણે લોકો સાવધાનીના અલગ અલગ ઉપાયો અજમાવી રહ્યા છે. કોરોના વાયરસથી બચવા માટે લોકો માસ્ક અને સેનેટાઈઝરનો સંગ્રહ કરી રહ્યા છે.

image source

આ વાયરસના લીધે ઘણા લોકો પોતાની મેરેજની તારીખ વધારી રહ્યા છે. તેમ છતાં ટીક ટોક પર એક મેરેજ સેરેમનીનો વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દુલ્હા અને દુલ્હન મહેમાનો સાથે હાથ મિલાવાને બદલે બન્ને હાથ જોડીને નમસ્તે કરી રહ્યા છે. ઉપરાંત દુલ્હો પોતાના મિત્રો સાથે હાથને બદલે પગ મિલાવીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને શુભકામનાઓ આપી રહ્યા છે.

image source

આ મેરેજ સેરેમનીનો વિડીયો શ્યામ ભારદ્વાજ નામની વ્યક્તિ દ્વારા ટીક ટોક પર પોસ્ટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ખાસ વિડીયોને ૯૦ લાખથી વધારે લાઈક્સ મળી ગયા છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દુલ્હા અને દુલ્હન પોતાના ચેહરા પર માસ્ક પહેર્યું છે. પોતાની જ મેરેજ સેરેમનીમાં દુલ્હા અને દુલ્હન દ્વારા અપનાવવામાં આવેલ આ ઉપાય ને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ મેરેજ સેરેમનીમાં દુલ્હા અને દુલ્હન દ્વારા કોઇપણ સંબંધીની ગીફ્ટ કે ભેટ સ્વીકારવામાં આવી નથી. જો કે, ટીક ટોક પર આવો વિડીયો પહેલો નથી ચીનના આવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર આવી ગયા છે. મેરેજ સેરેમની દરમિયાન દુલ્હા અને દુલ્હને પોતાને કોરોના વાયરસથી બચાવવા માટે માસ્ક પહેરેલ જોઈ શકાય.

ભારત દેશમાં શુક્રવાર સુધીમાં કોરોના વાયરસના ૭૩ કેસ સામે આવ્યા છે જયારે કોરોના વાયરસના કારણે આપણા દેશમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે જેથી કરીને લોકો પોતાની સાવધાની રાખવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો અજમાવીને પોતાને સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.