બિહારનો એક યુવક સંક્રમિત થયા પછી પણ ફરતો રહ્યો લોકો વચ્ચે, સારવાર દરમિયાન થયું મોત

બિહારમાં કોરોના સંક્રમિત એક યુવકએ બિહારને હચમચાવી દીધું છે. આ વ્યક્તિનું તો સારવાર દરમિયાન મોત થયું છે પરંતુ તેના દ્વારા અનેક લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

image source

તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવક મૃત્યુ પહેલા 3 સપ્તાહ સુધી વૈશાલીથી લઈ અને પટના સુધી સંક્રમણ સાથે ફર્યો હતો અને તેના સંપર્કમાં આ દરમિયાન અનેક લોકો આવ્યા છે.

આરોગ્ય વિભાગ માટે આવા લોકોની ઓળખ કરવી સમસ્યા બની છે કારણ કે આ 35 વર્ષના યુવકનું રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે પરંતુ ચિંતાની વાત એ છે કે તે અજાણતા જ કોરોનાનો જીવતો બોમ્બ બની અને લોકો વચ્ચે ફર્યો તેનાથી કેટલા લોકો સંક્રમિત થયા હશે.

આ અંગે જાણવા મળે છે કે આ 3 સપ્તાહ દરમિયાન માત્ર પટનામાં 100થી વધુ લોકો તેના સંપર્કમાં આવ્યા હતા. વૈશાલીના આવા 63 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમના ટેસ્ટ કરી અને કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે અને અન્યની તપાસ પણ ચાલી રહી છે. પટનાના સિવિલ સર્જન ડો રાજકિશોર ચૌધરીએ જણાવ્યાનુસાર તેના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે અને વૈશાલીના તેના પરીવારજનોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.