અરે બાપ રે! કોરોના સંક્રમણનું આંખ સાથે જોડાયેલું આ નવું લક્ષણ જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી, સ્ટડીમાં થયો ખુલાસો
સામાન્ય રીતે આંખોમાં પાણી આવવું અને તેમાં થતો દુખાવો સામાન્ય સમસ્યા હોય તેવું લાગે છે. લોકોને લાગે છે કે ટીવી, મોબાઈલ અથવા લેપટોપને વધુ સમય વિતાવવાને કારણે આંખોમાં આવી તકલીફ થાય છે. પરંતુ નવા અધ્યયન મુજબ, આંખમાં દુખાવો એ કોરોના વાયરસનું મોટું લક્ષણ પણ હોઈ શકે છે. આ અભ્યાસ યુકેના ભારતીય પ્રોફેસર શાહિના પ્રધાનના નેતૃત્વમાં કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આપણા આખા શરીરમાં કઈ પ્રકારે કોરોના વાયરસ ફરે છે. યુકેની એંગ્લિઆ રસ્કીન યુનિવર્સિટીના સંશોધકો એ કોરોના પોઝિટિવ લોકો પર એક સર્વેક્ષણ કર્યું અને તેમના લક્ષણો વિશે પૂછ્યુ. પરીક્ષણમાં સકારાત્મક આવતા પહેલા તેમને લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે પણ પૂછ્યું હતું.

આરોગ્ય વિભાગે કહ્યું કે આ પ્રથમ એવો અભ્યાસ કરવામા આવ્યો છે કે જેમાં આંખોને લગતા તમામ લક્ષણોની તપાસ કોરોના વાયરસ સાથે જોડીને કરવામાં આવી છે. આ સિવાય, એ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે કે કોવીડ ૧૯ ના અન્ય લક્ષણોની તુલનામાં આંખો સાથે સંકળાયેલા આ લક્ષણો શરીરમાં કેટળા સમય સુધી ટકી રહે છે.

આ અધ્યયન બીએમજે ઓપન ઓપ્થાલ્મોલોજી જર્નલમાં પ્રકાશિત થયો છે. સંશોધનકારોના મતે, આ અભ્યાસ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો જે કોરોના વાયરસથી પીડાય છે તેમને કહ્યું કે તેમની આંખોમાં તકલીફ થાય છે. આમાંથી ૧૬ ટકા દર્દીઓએ આંખના દુખાવાના લક્ષણોની નોંધ કરી હતી, જ્યારે માત્ર ૫ ટકા લોકોએ કહ્યું હતું કે તેમને આંખોમાં પહેલાથી જ સમસ્યા હતી.

અધ્યયન સાથે સંકળાયેલા ૧૮ ટકા લોકોએ ફોટોફોબિયા અથવા રોશનીની સમસ્યા જેવા લક્ષણો થવાનું જણાવ્યું હતું. જો કે, કેટલાક લોકો પહેલેથી જ કોરોના હોવાની ફરિયાદ કરી રહ્યા હતા, પરંતુ કોરોના થયા પછી આ તકલીફ વધી ગઈ છે. અભ્યાસમા સામેલ લોકોમાં ૮૩ ટકા માંથી ૮૧ ટકા એ કહ્યું કે આંખથી જોડાયેલ તકલીફમાં કોરોના વાયરસના સંકેતો દેખાયા ત્યારથી બે અઠવાડિયા પછી આ તકલીફ થઇ હતી. આ લોકોએ કહ્યું કે તેમની આંખોની આ તકલીફ ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી રહી હતી.

કોરોના વાયરસનું સૌથી સામાન્ય લક્ષણ છે થાક. અધ્યયન સાથે સંકળાયેલા ૯૦ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ ચેપ દરમિયાન ખૂબ જ થાક અનુભવે છે, ૭૬ ટકા લોકોને તાવની ફરિયાદ છે અને ૬૬ ટકા લોકોને સુકી ઉધરસની ફરિયાદ કરી હતી.
પ્રધાને કહ્યું, જો કે આંખની સમસ્યાઓ કોરોના વાયરસના લક્ષણોની યાદીમાં શામેલ થવી મહત્વપૂર્ણ છે, તેમ છતાં, નેત્રસ્તર દાહને તેનાથી દૂર રાખવો જોઈએ, કારણ કે આ લક્ષણોને અન્ય પ્રકારના બેક્ટેરીયલ ઇન્ફેક્શનથી અલગ રાખવું જરૂરી છે.

પ્રધાને કહ્યું કે આ અધ્યયન મહત્વનું છે કારણ કે તે સમજાવવામાં મદદ કરે છે કે કેવી રીતે કોરોના વાયરસ આપની આંખોમાં ચેપ લગાડી શકે છે અને તેનાથી વાયરસ આખા શરીરમાં ફેલાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત