સોશિયલ મીડિયા પર વરુણ ધવનએ કર્યો ધડાકો, પરીવારના આ સભ્યને થયો છે કોરોના
કોરોના વાયરસના કારણે બોલિવૂડમાં પહેલા કનિકા કપૂર પછી કરીમ મોરાણીનો પરીવાર હોસ્પિટલમાં પહોંચ્યો છે.

પરંતુ હવે કોરોનાના કારણે વરુણ ધવનના પરીવાર પર સંકટ આવ્યું છે. સોશિયલ મીડિયા પર વરુણ ધવનએ એક પોસ્ટ શેર કરી કહ્યું છે કે યૂએસમાં રહેતી તેની એક સંબંધી કોરોના વાયરસગ્રસ્ત થઈ છે. વરુણની આ વાતથી સૌ ચોંકી ઊઠ્યા છે.
વરુણ ધવનએ કહ્યું છે કે, કોરોના વાયરસ અમારા ઘરમાં ઘુસી ચુક્યો છે. જ્યાં સુધી કોરોના વાયરસથી પોતાના કોઈ બીમાર ન પડે ત્યાં સુધી તેની ગંભીરતા કોઈ સમજતું નથી. અમે આ વાતને સમજી છે અને લોકો પણ સમજે અને ઘરમાંથી બહાર ન નીકળે. આ સાથે જ વરુણે લખ્યું છે કે સોશિયલ ડિસ્ટંસનું મહત્વ સમજી તેને જાળવવું જોઈએ. તેનાથી જ વાયરસથી બચી શકાશે.
કોરોના વાયરસની આ મહામારીમાં વરુણ ધવન પણ લોકોની મદદ કરી રહ્યો છે. તે ડોક્ટર્સ અને સ્વાસ્થ્ય કર્મીઓને ભોજન કરાવવાનું કામ કરે છે. વરુણ ધવનએ ઈંસ્ટાગ્રામ પર આ વાત જણાવી છે કે તેઓ સ્વાસ્થ્ય કર્મીઓ અને ગરીબોને ભોજન ઉપલબ્ધ કરાવે છે.