Site icon News Gujarat

કોરોનાના દર્દીની મદદે આવ્યો આ ફેમસ એક્ટર, બની ગયો એમ્બ્યુલન્સ ડ્રાઇવર, લોકો કરી રહ્યા છે સલામ

કોરોના મહામારી વચ્ચે સિલેબ્સ પણ હવે દર્દીઓની મદદ કરવા શક્ય એટલા તમામ પ્રયાસ કરી રહ્યા છે. બોલિવૂડના સોનૂ સુદ બાદ હવે કન્નડ ફિલ્મ ઈંડસ્ટ્રીનો સુપરહીટ એક્ટર લોકોની મદદે આવ્યો છે. આ એક્ટરે એવું કામ કર્યું છે જેને જોઈ લોકો તેને સો સો સલામ કરી રહ્યા છે. જાણીને વિશ્વાસ આવશે નહીં પરંતુ આ એક્ટર દર્દીની મદદ થાય તે માટે એમ્બ્યુલન્સ ચલાવવા લાગ્યો છે. તે પણ એક ડ્રાઈવર બનીને. સાઉથની ફિલ્મ યુવરાથના અને રુસ્તમમાં કામ કરી ચુકેલા અર્જુનએ જરૂરીયાતમંદ લોકોની મદદ કરવા પ્રોજેક્ટ સ્માઈલ ટ્રસ્ટ અંતર્ગત મદદ કરવાનું શરુ કર્યું છે. અર્જુને જણાવ્યું છે કે તે લોકોને હોસ્પિટલ લઈ જવા, કોરોનાથી મૃત્યુ થયું હોય તેવા દર્દીની બોડીને સ્મશાન ઘાટ લઈ જવા અને તેના અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરે છે.

image source

અર્જુને જણાવ્યું કે જે લોકોને હોસ્પિટલ જવા કે અંતિમ સંસ્કાર માટે વાહનની જરૂર પડે છે તે તેની મદદ લઈ શકે છે. તે એમ્બ્યુલન્સ સર્વિસથી તેમની મદદ કરે છે. એક રિપોર્ટ અનુસાર અર્જુન છેલ્લા ઘણા દિવસથી આ રીતે લોકોની મદદ માટે દોડધામ કરી રહ્યો છે અને તેણે એક દિવસે 6 લોકોના ક્રિયાકર્મ પણ કર્યા હતા.

image source

અર્જુને એક મુલાકાતમાં એમ પણ જણાવ્યું હતું કે, તે એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે દરેક જરુરિયાતમંદની મદદ કરી શકાય. તે કોઈપણ ધર્મના કે ક્યાંય પણ રહેતા હોય તે મદદ માટે કોઈપણ જગ્યાએ જવા તૈયાર રહે છે.

image source

અર્જુને વધુમાં જણાવ્યું હતું કે હાલમાં જ તે એક જરૂરીયાતમંદ દર્દીને કેન્ગેરીથી ઘણી દૂર આવેલી હોસ્પિટલ પહોંચાડી આવ્યો હતો. આગામી સમયમાં પણ તે આ રીતે લોકોની મદદ કરવાનું ચાલુ જ રાખશે. કારણ કે કોરોનાના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિમાં લોકોની મદદ કરવામાં, તેમનો જીવ બચાવવામાં તે પણ યોગદાન કરવા ઈચ્છે છે.

વર્તમાન સમયમાં ઓક્સિજનની તંગીનો પ્રશ્ન પણ ઊભો થયો છે ત્યારે અર્જુન લોકોને ઓક્સિજન ડિલીવર કરવામાં પણ મદદ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ એવો સમય આવ્યો છે કે જેમાં બોલિવૂડ, ટેલીવૂડના અનેક કલાકારો લોકોની મદદ માટે આગળ આવ્યા છે.

કોરોનાના કારણે આ વખતે લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે. ત્યારે લોકો પણ બેડ, ઓક્સિજન, દવા, ઈન્જેકશન માટે મદદ માંગી રહ્યા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version