કોરોનાની વકરતી સ્થિતિમાં કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત

દેશમાં દરેક રાજ્યમાં કોરોના બેફામ થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પણ એકશન મોડમાં આવી છે. આજે વડાપ્રધાન મોદીએ જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ ઉપરાંત આજે એક મહત્વની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે.

image source

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે દેશના 80 કરોડ લોકોને બે મહિના માટે મફત રાશન આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી મે અને જૂન માસમાં લોકોને 5 કિલો અનાજ વિના મૂલ્યે આપવામાં આવશે. ભારત સરકાર આ કામ માટે કુલ 26 હજાર કરોડ ખર્ચ કરશે.

image source

ગયા વર્ષે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. લોકડાઉનમાં તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે પરપ્રાંતિય કામદારોને તેમના વતનમાં પરત ફરવું પડ્યું હતું. કામ મળતું ન હોવાની સ્થિતિમાં તેમને ખોરાક માટે મુશ્કેલી ન પડે તે હેતુથી કેન્દ્ર સરકારે આ યોજના શરૂ કરી હતી.

image source

હવે ફરી એકવાર દેશ કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. આ લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ઘણા રાજ્યોમાં આંશિક તો કેટલાક રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ બે મહિનાનું મફત રાશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે આ વખતે પણ લોકડાઉન થતાં લોકોને કામકાજમાં સમસ્યા થઈ રહી છે.

image source

કેન્દ્ર સરકારે જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરીબો પ્રત્યેની કટિબદ્ધતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે દેશના 80 કરોડ લાભાર્થીઓને વિના મૂલ્યે રાશન આપવાનું નક્કી કર્યું છે. ગયા વર્ષે પણ વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના ગરીબ લોકોને રાશન આપવામાં આવ્યું હતું.

image source

ઉલ્લેખનીય છે કે દેશમાં દરરોજ કોરોના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વધુ વણસી જતા દિલ્હી, રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જ્યારે મોટાભાગના રાજ્યોએ ચેપને ફેલાતો રોકવા માટે નાઇટ કર્ફ્યુ અને વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. જેના પછી આર્થિક પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થઈ છે. આ કારણે મોટી સંખ્યામાં કામદારોએ ફરીથી સ્થળાંતર કરી રહ્યા છે. શ્રમિકોમાં એવો ડર પણ છે કે ગત વર્ષની જેમ ફરીથી દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા થઈ શકે છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં રાજ્યો સરકારોને લોકડાઉનને છેલ્લા વિકલ્પ તરીકે વાપરવાની અપીલ કરી હતી. હાલ તો કોરોનાને લીધે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં કોઈને પણ ખાવા માટે કોઈ તકલીફ ન પડે તે હેતુસર મોદી સરકારે બે મહિના માટે મફત રાશન આપવાની જાહેરાત કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *