ભારતીયોએ કોરોનાકાળમાં મારા નજીક દારૂની દુકાનથી લઈને પનીર કેવી રીતે બનાવવું વધુ સર્ચ કર્યા

ગૂગલ એ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ ઉપયોગમાં લેવાયું સર્ચ એન્જીન છે. દર વર્ષના અંતે કંપની Year in Search જાહેર કરે છે. એમા એવું કહેવામાં આવે છે કે લોકોએ એક વર્ષમાં ગૂગલ પર શું સર્ચ કર્યું. ભારત માટે પણ ગૂગલે 2020 Year in Search જાહેર કર્યું છે. આ સૂચિમાં આ વર્ષે ભારતમાં હાથ ધરવામાં આવેલ ટોપ સર્ચને લઈને, ટોપિક્સ, ઇવેન્ટ્સ, લોકો અને સ્થાનો વિશે જણાવેલ છે.

સુશાંત સિંહ રાજપૂતનું નામ ટોપ સર્ચમાં નથી

image source

ગૂગલની આ સૂચિમાં કેટલીક આશ્ચર્યજનક બાબતો પણ છે. સુશાંત સિંહ રાજપૂતનું નામ તમામ સર્ચ ક્વેરીઝ અને સૂચિમાં નથી, જ્યારે આ વર્ષે કેટલાય મહિનાઓ સુધી સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂત ટ્રેન્ડ કરી રહ્યા હતા. ગૂગલે વૈશ્વિક ડેટા પણ જાહેર કર્યો છે, જે બતાવે છે કે વિશ્વભરમાં મોટાભાગનું સર્ચ કોરોનાવાયરસ વિશે કરવામાં આવ્યું હતુ, પરંતુ ભારતમાં આવું નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે લોકો તેના વિશે વધુ સર્ચ કરી રહ્યા છે, પરંતુ ભારતના ટોપ સર્ચની વાત કરીએ તો કોરોના વાયરસ તેમા નથી પરંતુ લોકોએ આઈપીએલ વીશે વધુ સર્ચ કર્યું છે.

– ગૂગલ સર્ચમાં આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ ભારતમાં ટોપ સર્ચ ક્વેરી પર રહ્યું

– ટોપ ટ્રેન્ડિંગ હસ્તીઓ વિશે વાત કરીએ તો જો બિડેન અને અર્ણબ ગોસ્વામીનાં નામ છે.

– ટોપ ટ્રેન્ડિંગ ફિલ્મોની વાત કરીએ તો દિલ બેચરા Soorari Pottru ટોપ પર રહ્યા

વેબ સિરીઝની વાત કરીએ તો, આ વર્ષે ભારતમાં લોકોએ Money Heist અને 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું. ગુગલના જણાવ્યા મુજબ, આ વર્ષે લોકોએ કોરોના વાયરસ પર ઘણું સંશોધન કર્યું છે. પરંતુ તેમ છતાં, આઈપીએલને લઈને પણ ક્રેઝ રહ્યો હતો અને આઈપીએલ ટોપ ટ્રેન્ડિંગ ક્વેરી રહી.

IPL ટૉપ પર રહ્યું

image source

કોરોના વાયરસ અને આઈપીએલ સિવાય લોકોએ ભારતમાં અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે પણ સર્ચ કર્યું છે. આ સિવાય દિલ્હી ઈલેક્શન અને બિહાર ઇલેક્શન પણ સામેલ છે.છે. ટોપ ટ્રેંડિંગ મા પીએમ કિસાન યોજના પણ ટોચનાં ટ્રેન્ડિંગ ચાર્ટમાં રહી છે.આ વર્ષે સૌથી વધુ ચર્ચાયેલી ઘટનાઓમાં પણ કોરોના નહીં, બલકે IPL ટૉપ પર રહ્યું. ગૂગલમાં સૌથી વધુ સર્ચ થયેલી ઘટનાઓમાં અનુક્રમે IPL, કોરોનાવાઇરસ, અમેરિકાની ચૂંટણી, નિર્ભયા કેસ, બૈરુતનો પ્રચંડ બ્લાસ્ટ, લૉકડાઉન, ભારત-ચીનની અથડામણ, ઑસ્ટ્રેલિયાનાં જંગલોમાં ભડકેલો દાવાનળ, તીડના હુમલા અને રામ મંદિરનો સમાવેશ થતો હતો.

વ્યક્તિત્વ

image source

ટ્રેડિંગ પર્સનાલિટીમાં, અમેરિકન પ્રમુખ એલેકટ જો બિડેન બાદ ન્યૂઝ એન્કર અર્નાબ ગોસ્વામીનું નામ છે. આ પછી કનિકા કપૂરનો નંબર છે, જેને લોકોએ સૌથી વધુ સર્ચ કરી છે. આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલી વ્યક્તિઓમાં જો બાઇડન, અર્નબ ગોસ્વામી, કનિકા કપૂર, કિમ જોંગ ઉન, અમિતાભ બચ્ચન, રાશિદ ખાન, રિયા ચક્રવર્તી, કમલા હેરિસ, અંકિતા લોખંડે અને કંગના રણૌત સૌથી વધુ સર્ચ થઈ હતી.

મૂવી

image source

બૉલિવૂડ માટે આ વર્ષ તદ્દન બુંદિયાળ સાબિત થયું. પરંતુ થિયેટરમાં નહીં તો OTT પ્લેટફોર્મ્સ પર પણ ફિલ્મો રિલીઝ થઈ હતી. આ વર્ષે સૌથી વધુ ચર્ચાયેલી ફિલ્મોમાં અનુક્રમે દિલ બેચારા, સૂરારાઈ પોત્તરુ (દક્ષિણના અભિનેતા સૂર્યાની તમિળ ફિલ્મ), તાન્હાજી, શકુંતલા દેવી, ગુંજન સક્સેના, લક્ષ્મી, સડક 2, બાગી 3, એક્સ્ટ્રેક્શન અને ગુલાબો સિતાબો સામેલ હતી.

સર્ચ ટર્મ

image source

ગૂગલ મુજબ, સૌથી રસપ્રદ સર્ચ ટર્મ How to અને What is ની આસપાસ રહ્યા. ગૂગલે કહ્યું છે કે આ સર્ચ ક્વેરીઝ સૂચવે છે કે લોકો કોરોના વાયરસ રોગચાળા વર્ક ફ્રોમ હોમ દરમિયાન આ સર્ચ કરી રહ્યા છે.

મારી નજીક દારૂની દુકાન ક્યાં છે?

image source

લૉકડાઉન વખતે ભલભલા લોકોને ખાવાના ફાંફા પડી ગયા હતા. તેની અસર સર્ચ પર પણ દેખાઈ છે. ‘નિઅર મી’ ફીચરમાં પોતાની નજીકમાં ફૂડ શેલ્ટર ક્યાં છે તે લોકોએ સૌથી વધુ સર્ચ કરેલું. પોતાની નજીકમાં કોવિડ ટેસ્ટ ક્યાં થાય છે, ફટાકડાની અને દારૂની દુકાનો ક્યાં છે, અને રાત્રે ક્યાં સૂવા માટેનાં શેલ્ટર ક્યાં છે, ગ્રોસરી સ્ટોર, બ્રોડબેન્ડ કનેક્શન ક્યાં છે તેવું પણ લોકોએ સર્ચ મારેલું.

પનીર કેવી રીતે બનાવવું?

image source

પનીર કેવી રીતે બનાવવું? (How to make paneer?), રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી?(How to increase immunity?) આ લિસ્ટમાં ટોપ પર રહ્યા. ડલગોના કૉફી કઈ રીતે બનાવવી, PAN કાર્ડને આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું અને ઘરે સેનિટાઇઝર કઈ રીતે બનાવવું તેની રીત ગૂગલને પૂછી હતી. આ ઉપરાંત બિનોદ શું છે?, પ્લાઝ્મા થેરેપી એટલે શું? અને હંતા વાયરસ શું છે? આ પણ હાઉ ટુ કેટેગરીમાં ટોપ પર રહ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત