કોરોનાને લઈ નિષ્ણાંત ડોક્ટરે કર્યો મોટો ખુલાસો, આ બાબતોનું ધ્યાન રાખશો તો 3થી 5 દિવસમાં જ થઈ જશો સાજા

હાલમાં કોરોના રસીને લઈ લઈને લોકોમાં ઘણી અલગ અલગ માન્યતાઓ જોવા મળી રહી છે તો બીજી તરફ કોરોના અતિ ઘાતક બની ગયા પછી તેના લક્ષણો જોવા મળે છે અને ત્યાં સુધીમાં સ્થિતિ વધારે બગડી જતાં વ્યક્તિનું મોત થાય છે. આ સમયે લોકોમાં અનેક સવાલો થઈ રહ્યા છે જેવા કે ક્યારે ડોક્ટર પાસે જવું અને કઈ દવા લેવી તો ઘણાં લોકો કહી રહ્યાં છે કે વેક્સિન લેવી કે નહીં. આ સાથે રેમડેસિવિર ઈન્જેક્શન ક્યારે લેવું? તે અંગે પણ પ્રશ્નો થઈ રહ્યાં છે. આ તમામ સવાલોના જવાબ કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડો.અતુલ પટેલે આપ્યા છે જેનાં વિશે અહીં માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાત સરકારની કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ઈન્ફેકિશયસ ડિવિઝનના ડાયરેક્ટર ડો. અતુલ પટેલ છે.

image source

ડો.અતુલ પટેલે આ અંગે કરેલાં એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે કોરોનાના 80 ટકા દર્દીઓમાં સ્પોન્ટેનિયસ રિકવરી થતી હોય છે એટલે કે દર્દીને તાવ આવે, માથું દુખે, હાથ-પગ દુખે અને આ જે લક્ષણો છે એ શરૂઆતમાં ત્રણથી પાંચ દિવસ સુધી રહી શકે અને પછી દર્દીની રોગપ્રતિકારક શક્તિને લીધે રોગનાં લક્ષણો જતાં રહે અને રિકવરી થઈ જતી જોવા મળે છે.

image source

ડોકટરે લોકોને સરળ શબ્દોમાં આ અંગે અપીલ કરતાં કહ્યું કે જેટલું વહેલું નિદાન, એટલું ઓછું જોખમ. તેમણે સલાહ આપી છે કે જ્યારે તમને તાવ કે એનાં અન્ય લક્ષણો જણાય તો પહેલામાં પહેલું કામ તમારે કોરોનાનું ટેસ્ટિંગ કરાવી દેવું જોઈએ. રેપિડ એન્ટિજન ટેસ્ટ અથવા RT-PCR કરાવો તો પણ ચાલશે. આ એટલા માટે કે જો નિદાન સમયસર અથવા તો બહુ ઝડપથી થશે તો તરત જ આઈસોલેશન અને બીજાં સાવચેતીનાં પગલાં લઈ શકાય અને આગળ ન ફેલાય તે માટે પણ ધ્યાન રાખવું જોઇએ. આ પ્રકારનાં પગલાંથી લોકો તેમનું સંક્રમણ પરિવાર સુધી અથવા તો અન્ય કોન્ટેક્ટસમાં આવતા લોકો સુધી ફેલાતું અટકાવી શકશે.

image source

વેક્સિન સાથે તેમણે આગળ વધતી સંક્રમણની ચેન તોડવા માં આપણે કારગર નીવડશું તેવું કહ્યું ડોકટરે જણાવ્યું હતું. આ સાથે વેક્સિન લીધાં પછી ઘણાં લોકો વિકનેશ અનુભવી રહ્યાં છે તે અંગે ડોકટરે કહ્યું છે કે વેક્સિનની આડઅસર એ એક સામાન્ય વસ્તુ છે. સામાન્ય રીતે જે વેક્સિન લીધા પછી જે આડઅસર થાય છે એ વેક્સિનની અંદર જે આપણે કોરોના સામે રક્ષણ માટે એન્ટિબોડી બનવા માટેનું જે તત્વ આપણે ઈન્જેકટ કર્યું છે એ બોડી આઈડેન્ટિફાય કરીને એને રિએક્ટ કરે છે એને કારણે આપણને હાથ-પગ દુખે અને તાવ આવે છે, તો આ સામાન્ય આડઅસર છે. આને આડઅસર ન કહી શકાય, પણ અસર કરી શકાય, કારણ કે વેક્સિન લઈશું તો જ કોરોનાના સંક્રમણની ચેન તોડી શકીશુ. જેથી દરેક વ્યક્તિ એ વહેલી તકે વેક્સિનનાં બન્ને ડોઝ લઈ લેવા જોઈએ.

image source

તેઓએ આગળ વાત કરતાં કહ્યું છે કે 10થી 14 દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ શકાય જેથી વધારે ડર લોકોએ મનમાં રાખવો જોઈએ નહી. તેમણે કહ્યું છે કે તમે પોઝિટિવ વિચારો કરો તેનાથી પણ ઘણો ફર્ક પડે છે. હાલ કોરોનાની જે સારવાર અંગે ક્યાંક થોડી ગેરસમજૂતી પણ જોવા મળી રહી છે તે વિશે ડો. અતુલ પટેલ કહે છે કે મે એક સ્ટડી કરેલી તે મુજબ કોરોનાના 80 ટકા દર્દીઓમાં સ્પોન્ટેનિયસ રિકવરી થતી હોય છે એટલે કે દર્દીને તાવ આવે, માથું દુખે, હાથ-પગ દુખે અને આ જે લક્ષણો છે એ શરૂઆતમાં ત્રણથી પાંચ દિવસ સુધી રહી શકે અને પછી દર્દીની રોગપ્રતિકારક શક્તિના લીધે રોગનાં લક્ષણો જતાં રહે અને રિકવરી થાય.

image source

આવા દર્દી 10થી 14 દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય અને 14 દિવસના આઈસોલેશન પછી પાછો પોતાના કામે પણ ચડી શકે છે એટલે જે ખૂબ જ સ્વસ્થ છે તેમણે બિનજરૂરી રીતે વધારાની દવાઓ ન લેવી જોઇએ કારણ કે આ બધી દવાઓની નાની-મોટી આડઅસરો થતી હોય છે. આ પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે એ આડઅસરોને લીધે અમુક લક્ષણો આવે અને એ લક્ષણોને લીધે આપણને એવું લાગે કે કોરોના આગળ વધવાનું ચાલુ થયું છે. બિનજરૂરી ગભરાટ ન રાખવાની તાકીદ કરતાં ડો. અતુલ પટેલ કહે છે કે દર્દીને લાંબા સમય સુધી જો તાવ રહેતો હોય ( 101/102 ડીગ્રી) અને એ તાવ પેરાસિટામોલથી કન્ટ્રોલમાં ન આવતો હોય તો ચોક્કસ તરત જ તમારા ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. આ એક અગત્યનું લક્ષણ છે.

image source

વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે પહેલેથી જ બધી તકેદારી રાખશો તો તમને ચેપ લાગશે જ નહિ. તે માટે તમે અન્ય લોકોથી 6 ફૂટનું અંતર રાખવાનું રાખો. ડો.અતુલ પટેલ SMS એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશનને સૌથી મહત્ત્વનું ગણાવે છે. સોશિયલ ડિસ્ટન્સિંગને આપણે દૈનિક જીવન પ્રક્રિયાનો હિસ્સો બનાવવો જરૂરી છે. આપણે કોઈપણ વ્યક્તિ સાથે ડીલ કરવાનું છે, કોઈ વાત કરવાની છે, તો એની સાથે ઓછામાં ઓછું બે ગજનું એટલે કે છ ફૂટ જેટલું અંતર રાખવું જોઈએ. એ જ રીતે મોઢાને અને નાકને સારી રીતે કવર કરે એવું માસ્ક પહેરવું જરૂરી છે. જ્યારે આપણે ઈન્ડોર એક્ટિવિટી કરીએ છીએ; બારી-બારણાં ખુલ્લાં રાખવાં જરૂરી છે, એને લીધે કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે.

image source

લોકોને એક વાતની તકેદારી રાખવાની ખાસ અપીલ ડોકટરે કરતાં કહ્યું છે કે શ્વાસ ચડવાની પ્રક્રિયા ચાલુ થાય તો ડોક્ટરને મળો. આ ઉપરાંત દર્દીને બાથરૂમમાં જઈને આવે અને થોડોક થાક લાગે અથવા તો શ્વાસ લેવાની, શ્વાસ ચડવાની પ્રક્રિયા ચાલુ થાય તો તરત જ તેણે તેના ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એ જ રીતે દર્દીનું જે સેચ્યુરેશન ઓક્સિમીટર પર 94થી ઓછું બતાવે તો સમય બગાડ્યા વગર તરત જ ડોક્ટરની સલાહ લઇને દાખલ થઈ જવુ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!