કોરોના બાદ હાલમાં અનેક લોકો બની રહ્યા છે મ્યુકરમાયકોસિસ રોગનો ભોગ, જેનાથી થાય છે 50 ટકા લોકોના જીવ, મહારાષ્ટ્રમાં બે હજારથી વધુ કેસ

દેશમાં કોરોના વાયરસની સાથે જ એક અન્ય બીમારીનો ડર પણ લોકોમાં ફેલાઈ રહ્યો છે. આ બીમારીનું નામ છે મ્યુકોરમાઈકોસિસ. આ બીમારી અનેક લોકોના જીવ લઈ રહી છે. આ એક દુર્લભ અને જીવલેણ રોગ છે. કોરોના મહામારીમાં તે સામાન્ય છે. મ્યુકોરમાઈકોસિસ એક અલગ પ્રકારની ફૂગથી થાય છે. હાલમાં રોગનો મૃત્યુદર 50 ટકાથી પણ વધારે છે. જો શરૂઆતમાં જ રોગની ઓળખ કરી લેવામાં આવે તો તેનાથી બચવાના ચાન્સ રહે છે. કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઈકોસિસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ કેસ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં ઝડપથી અસર દેખાડી રહ્યા છે. હાલમાં આ રોગના કારણે કુલ દર્દીના 50 ટકા દર્દીના મોત થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે અસર કરી રહ્યો છે મ્યુકોરમાઈકોસિસ

image source

મહારાષ્ટ્રમાં અત્યારે મ્યુકોરમાઈકોસિસના કારણે લગભગ 2000 દર્દીઓ આવ્યા હોવાનું સામે આવ્યું છે. અહીંના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે તે જે રીતે રાજ્યમાં કેસ વધી રહ્યા છે તે રીતે મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે જરૂરી પગલા લેવાનું શરૂ કર્યું છે. તેઓએ કહ્યું કે આ રોગના ખાસ લક્ષણોમાં બ્લેક ફંગસ પણ જોવા મળી રહી છે.

કોને કરે છે અસર

મ્યુકોરમાઈકોસિસ એવી વ્યક્તિને અસર કરે છે અને તેની પ્રતિરક્ષક શક્તિ ઓછી હોય છે. આ બીમારીમાં દર્દીના શ્વેતકણો ઓછા થાય છે. આ સાથે એચઆઈવી, કેન્સર અથવા ઈમ્યુનોસપ્રેસન સ્ટીરોઈડ્સની દવા પર પણ અસર કરે છે. કોરોનાના એડવાન્સ સ્ટેજના દર્દીને સામાન્ય રીતે સ્ટીરોઈડ્સની સારવાર આપવામાં આવે છે જે ડાયાબિટિસના દર્દીમાં બ્લડ શુગરનું લેવલ અચાનક વધારી દે છે. આ દર્દીમાં મ્યુકરના ઈન્ફેક્શનનું જોખમ પણ વધે છે.

શું છે મ્યુકોરમાઈકોસિસના લક્ષણો

image source

મ્યુકોરમાઈકોસિસના ખાસ લક્ષણોની વાત કરવામાં આવે તો તેમાં માથુ દુઃખવું, ચહેરાની આસપાર દર્દ થવું, રાતે સૂઈ ન શકવું, ચાવતી સમયે દુઃખાવો થવો ને સાથે દાંત ઢીલા થવા, બ્લેક ફંગસ, તાવ, આંખ, નાક, અતિશય દુઃખાવો અને આંખની રોશની જતી રહેવાની સમસ્યા જોવા મળી રહી છે.

શું છે મ્યુકોરમાઈકોસિસની સારવારના વિકલ્પ

image source

આ રોગની સારવારમાં તમે બાયોપ્સી, સીટી સ્કેન અને એન્ડોસ્કોપીની મદદથી નિદાન કરી શકાય છે. રોગની તીવ્રતાના આધારે તમને દવાઓ, સર્જિકલ ડિબ્રાઈડમેન્ટથી પણ દર્દીની સારવાર કરવામાં આવે છે. એમ્ફેટોરિસિન બી તેની પ્રાથમિક સારવારની પસંદગી છે. અહીં આ સારવારમાં પણ એન્ટીફંગલ્સ જેમકે પોસોકોનાઝોલ અને ઈસુવારોનાઝોલની મદદ લેવાય છે. દર્દી નેક્રોસિસ સાથે દાખલ થાય છે અને સર્જિકલ ડિબ્રાઈડમેન્ટ એકમાત્ર ઉપાય છે. આ સિવાય મ્યુકોરમાઈકોસિસના દર્દીઓએ ઓછી રોગ પ્રતિકારક શક્તિવાળા દર્દીઓ હોય તેઓએ ખાસ કરીને માસ્ક પહેરવું. શરીરના દરેક ભાગને ઢાંકેલા રાખવામાં આવે તે જરૂરી બને છે. ડોક્ટર્સ ખાસ કરીને આ પ્રકારના દર્દીઓને ડાયાબિટિસ રિપોર્ટ, કોરોના રિપોર્ટ અને સ્ટીરોઈડ ટ્રીટમેન્ટને પહેલા બરોબર ચેક કરે છે અને ફરીથી દર્દીને મ્યુકોરની જાણકારી પણ આપે છે.

કયા રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે

image source

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ 100ની આસપાસના કેસ આવી રહ્યા છે અને સૌથી વધારે પ્રભાવિત ભાગ આંખ રહે છે. ગુજરાતમાં કોરોના બાદ રાજકોટમાં અલગથી હોસ્પિટલ બનાવવામાં આવી છે. સ્પેશ્યિલ વોર્ડની વ્યવસ્થા સાથે સારવાર આપવામાં આવી છે. જયપુરમાં પણ 40 દર્દીઓ એવા છે જેનાથી બ્લેક ફંગસની ફરિયાદ જોવા મળી રહી છે. આવામાં કોરોના સંકટની વચ્ચે દર્દીઓ આ રોગના કારણે પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!