કોવિડ રિપોર્ટમાં શું હોય છે CT Value, તે ઓછી હોય તો શું થાય છે નુકસાન

દેશના અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો છે ત્યારે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ કારણે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના સંક્રમણની સંખ્યા રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. એવામાં અનેક રાજ્યોએ પ્રવેશ માટે આરટી પીસીઆર રિપોર્ટ ફરજિયાત લાગૂ કર્યો છે. તેમાં આવતી સીટી વેલ્યૂ કોરોના સંક્રમિત દર્દીના સંક્રમિત હોવાના પ્રમાણને નક્કી કરે છે. હાલમાં જાણવા મળ્યું છે કે CT Valueનો કટ 35 હતો તેને હવે ઘટાડીને 24 કરાયો છે. આ નિવેદન આઈસીએમઆરએ આપ્યું છે.

આપવામાં આવ્યો છે આ તર્ક

image source

રાજ્ય સરકારનો તર્ક છે કે વેલ્યૂ સીમા ઘટાડવાથી પોઝિટિવ દર્દીની સંખ્યામાં ઘટાડો થશે. તો આઈસીએમઆરનું કહેવું છે કે સીટી કટ ઓફ વેલ્યૂને ઘટાડી દેવાથી ભ્રમની સ્થિતિ ફેલાઈ શકે છે. આ માટે તેમાંથી અનેક દર્દીઓ છટકી પણ શકે છે. આ માટે જાણવું જરૂરી છે કે આરટીપીસીઆરમાં CT Value શું છે.

શું છે CT Value

image source

આરટી પીસીઆર રિપોર્ટમાં સીટી વેલ્યૂ દર્દીમાં વાયરલ લોડને દર્શાવે છે. તેનાથી નક્કી થાય છે કે કોરોના દર્દી કોરોના સંક્રમિત છે કે નહીં. આ ટેસ્ટમાં સીટી વેલ્યૂ ઘટે છે. તેનો અર્થ એ છે કે દર્દીની સ્થિતિ વધારે ગંભીર છે. જો દર્દી કોરોના સંક્રમિત નથી તો તેની સીટી વેલ્યૂ 35 હોય છે. તેનાથી નીચે હોય તો દર્દી કોરોના સંક્રમિત હોવાનું માનવામાં આવે છે.

શું છે CT Valueની ઉપયોગિતા

image source

સીટી વેલ્યૂથી દર્દીના કોરોના સંક્રમણમાં જોખમનું સ્તર જાણી સકાય છે. તેનાથી કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રાથમિકતાને જાણવામાં મદદ મળે છે. અનેક પેથોલોજી લેબ ટેસ્ટમાં માનકીકરણ ન હોવાના કારણે આ વેલ્યૂને રિપોર્ટમાં દેખાડાતી નથી. જ્યારે ક્લિનીકલ શોધકર્તાઓને સીટી વેલ્યૂના આધારે કોરોના સંક્રમિતના પ્રબંધનનો અધિકાર પણ નથી.

શું છે સીટી વેલ્યૂની સીમાઓ

image source

સીટી વેલ્યૂના આધારે દર્દીની સ્થિતિની ગંભીરતા નક્કી કરાતી નથી. આ સિવાય આ વેલ્યૂ નમૂનાને મેળવવા માટે, સ્ત્રોત, પરિવહન અને સંક્રમણના નમૂના મેળવવામાં સમયની સાથે વિશ્લેષણ પર પણ આધાર રાખે છે.

કેટલી CT Valueનો શું છે અર્થ

image source

ગાઈડલાઈન અનુસાર 35 સીટી વેલ્યૂ હોય કે તેનાથી ઓછી હોય તો કોરોના પોઝિટિવ મનાય છે. 23-35ની વચ્ચેની વેલ્યૂ કહે છે કે સ્થિતિ ખતરાની બહાર છે. 22 થી ઓછી વેલ્યૂ હોય તો દર્દી હોસ્પિલમાં એડમિટ કરવા લાયક છે. વેલ્યૂ 15થી ઓછી હોય તો દર્દીને ઓક્સીજન બેડની અને સાથે 10થી ઓછી હોય તો તેને આઈસીયૂ બેડની જરૂર રહે છે. આ વેલ્યૂને ખાસ આધાર માની શકાય નહીં. પણ હાલની સ્થિતિ અને જૂની બીમારી અને લક્ષણો પર પણ તેનો આધાર રાખવામાં આવે છે. વધતી મહામારીમાં જો તમે આ વાત જાણી લો છો તો તમને સારવાર મેળવવામાં સરળતા રહે છે. નાજુક સ્થિતિ આવે તે પહેલા જ યોગ્ય સારવાર મેળવવાનો પ્રયાસ કરી લેવો જેથી વધારે ચિંતાની સ્થિતિ સર્જાય નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!