એક્પર્ટ વ્યૂઃ કોરોના મહામારીમાં હાથ ધોવાની સાથે આ વાતોનું ધ્યાન રાખવું છે જરૂરી

દેશણાં કોરોના મહામારીની બીજી લહેર ખતરનાક બની રહી છે અને રોજ નવા રેકોર્ડ કાયમ કરી રહી છે. આ સમયે લોકોને કોરોનાના નિયમો જેમકે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગી સાથે સાથે સેનેટાઈઝેશન અને હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું મે જાણો છો કે જરૂર કરતા વધારે વખત હાથ ધોવામાં આવે છે તો તે પણ તમારા માટે નુકસાન કરી શકે છે. કોરોનાના ભયથી લોકો પોતાના હાથને પહેલા કરતા વધારે વખત ધોઈ રહ્યા છે. તો જાણો તમે આ હાથ ધોવાની પ્રક્રિયાની સાથે તેને સુરક્ષિત પણ કઈ રીતે રાખી શકો છો.

image source

કોરોના મહામારીના આવ્યા બાદ લોકોમાં હાઈજિનને લઈને વધારે જાગરુકતા આવી છે. સાફ સફાઈથી લઈને બહાર નીકળતી સમયે લગાવાતા સેનેટાઈઝર સુધીની વાતને કોઈ ચૂકતું નથી. લોકોમાં કોરોનાનો ભય એટલો વધી ગયો છે કે ઘરમાં પણ તેઓ વારે ઘડી હાથ સાફ કરતા રહે છે. સામાન્ય દિનચર્યામાં પણ સામાન્ય રીતે હાથને સાફ રાખવા એ સારી વાત છે પણ જરૂર કરતાં વધારે સાફ સફાઈ પણ નુકસાન કરે છે.

image source

એક્સપર્ટની માનીએ તો વારેઘડી ચહેરા અને હાથને ધોવો છો તો સ્કીનમાં જે કુદરતી તત્વો હોય છે તે નષ્ટ થવા લાગે છે. તેના માટે જરૂરી છે કે સાફ સફાઈ રાખીએ પણ સતર્કતા પણ જરૂરી છે. વધારે વખત હાથ ધોવાથી થોડા સમય બાદ તમને ક્યારેક મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે. જેમકે હાથમાં કર્કશતા લાગવી, હાથ સૂકાઈ જવા અને દેખાવમાં પણ બરોબર ન લાગવા. એવામાં અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. તેની મદદથી તમે હાથને સાફ રાખવાની સાથે તેને હેલ્ધી પણ રાખી શકો છો.

સૌથી જરૂરી વાત એ છે કે સેનેટાઈઝરનો ઉપયોગ ઘરથી નીકળતી સમયે કરો. વારે વારે સેનેટાઈઝરનો ઉપયોગ ન કરો. સેનેટાઈઝરમાં 60 ટકા આલ્કોહોલ હોય છે જે હાથને બાળે છે.

ગરમ પાણીને બદલે હૂંફાળા પાણીથી હાથ ધૂઓ. ગરમ પાણીથી વારે ઘડી હાથ ધોવાથી સ્કીન ખરાબ થાય છે અને કાળી પડે છે. તેમાં ઈરિટેશન થાય છે અને સાથે તે ડ્રાય થઈ જાય છે.

image source

હાથ ધોયા બાદ તરત જ મોશ્ચરાઈઝર લગાવી લો. પેટ્રોલિયમ જેલી તેનો સૌથી સારો ઉપાય છે. તેનાથી સ્કીનની નીચેથી કુદરતી તેલ બહાર નહીં નીકળે અને હાથની સ્કીનમાં નરમાશ આવશે.

હાથ દોયા બાદ તેની પર લગાવાતી પ્રોડક્ટ માટે યોગ્ય પ્રોડક્ટની પસંદગી પણ જરૂરી છે. એક્સપર્ટના અનુસાર હાથ પર જે પણ ક્રીમ લગાવો છે તે ફ્રેગરન્નસ ફ્રી હોય, તેનાથી બળતરા થશે નહીં. વેસેલીન સૌથી સારો વિકલ્પ છે.

image source

જ્યારે પણ કોઈ કેમિકલના સંપર્કમાં હાથ આવે છે તો તે સ્થિતિમાં હાથમાં ગ્લવ્ઝ પહેરો. ઘરની સાફ સફાઈના સમયે પણ હાથમાં ગ્લવ્ઝ રાખવા જરૂરી છે.

image source

જો હાથમાં એગ્ઝિમા છે તો તમે સેનેટાઈઝરનો ઉપયોગ ન કરો. તેનાથી તમને નુકસાન થઈ શકે છે. આ માટે સારા ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *