Site icon News Gujarat

કોરોનાની ઝપેટમાં ના આવવું હોય તો ખાસ ધ્યાન રાખો આ બાબતોનું, જાણો WHO અનુસાર એક દિવસમાં કેટલા ગ્રામ શાકભાજી અને ફ્રૂટ ખાવા જરૂરી

કોરોના વાયરસ સંક્રમણએ એકવાર ફરીથી બધાની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. આવા સમયે કોરોના વાયરસનું નવું સ્વરૂપ વધારે સંક્રમિત છે અને જો બેદરકારી દાખવવામાં આવે છે તો આપ કોરોના વાયરસ સંક્રમણની મહામારીને આમંત્રિત કરવા જેવું થઈ જાય છે. કોરોના વાયરસની મહામારી દરમિયાન આપે વારંવાર હાથ ધોવા જોઈએ, જયારે પણ બહાર જાવ ત્યારે અવશ્ય માસ્ક પહેરવું જોઈએ. આ સાથે જ સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે જ આપે આપના ખાન- પાન પર વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે કેમ કે, શરીરની ઈમ્યુનીટી સિસ્ટમને મજબુત બનાવવા અને તેની મજબુતાઈને જાળવી રાખવાથી આપ પોતાને કોરોના વાયરસના સંક્રમણની વિરુદ્ધ સુરક્ષિત કરી શકો છો. WHO સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે આપે ક્યાં ક્યાં પ્રકારના ખોરાકને આપે ભોજનમાં સામેલ કરવા જરૂરી છે.

કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે આપે કેવા ડાયટ પ્લાનને ફોલો કરવું જોઈએ?

image source

આપે કોરોના વાયરસના સંક્રમણથી પોતાને બચાવવા માટે ઘણા બધા પ્રકારના તાજા ફળ અને અનપ્રોસેસ્ડ ફૂડને ડાયટમાં સામેલ કરવા જરૂરી છે. તાજા ફળ અને અનપ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાથી આપના શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ, ફાઈબર, પ્રોટીન અને એંટીઓક્સિડન્ટ ભરપુર પ્રમાણમાં પ્રાપ્ત કરી શકે છે.

શાકભાજીને વધારે રાંધીને સેવન કરવા જોઈએ નહી.

image source

એક દિવસ દરમિયાન વ્યક્તિએ ઓછામાં ઓછા ૫ કપ ફળ (૪ સર્વિંગ્સ), ૨.૫ કપ શાકભાજી (૫ સર્વિંગ્સ), ૧૮૦ ગ્રામ અનાજ, ૧૬૦ ગ્રામ મીટ અમે સફરજનનું સેવન કરવું જોઈએ. આપે અઠવાડિયામાં ૧ થી ૨ વાર રેડ મીટ અને ૨ થી ૩ વાર ચિકનનું સેવન કરવું કરી શકો છો. આપને સાંજના સમયે હળવી ભૂખ લાગે છે તો આપ તે સમયે કાચા શાકભાજીનું બનેલ સલાડ અને તાજા ફળનું સેવન કરી શકો છો. શાકભાજીને વધારે પ્રમાણમાં રાંધી દેવાથી શાકભાજીમાં રહેલ પોષકતત્વોનો નાશ થઈ જાય છે. જો આપ ડબ્બામાં બંધ ફળ અને શાકભાજીની ખરીદી કરો છો તો તે સમયે આપે ધ્યાન રાખવું જોઈએ કે, તેમાં મીઠું અને ખાંડનું પ્રમાણ વધારે હોવું જોઈએ નહી.

આપે હેલ્ધી ડાયટ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.:

image source

WHOના જણાવ્યા મુજબ, એક વ્યક્તિએ પ્રતિ દિન ૫ ગ્રામ કરતા વધારે મીઠું અને ૬ ચમચી કરતા વધારે ખાંડનું સેવન કરવું જોઈએ નહી. લોકડાઉનના કારણે લોકો વધારે પડતા ફ્રોઝન વસ્તુઓનો ઉપયોગ વધી ગયો છે તેમ છતાં ફ્રોઝન વસ્તુઓની ખરીદી કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે, તેમાં વધારે પ્રમાણમાં મીઠું હોય નહી.

image source

પાચનતંત્રને મજબુત બનાવી રાખવા માટે ફાઈબરયુક્ત ભોજનનું વધારે સેવન કરવું જોઈએ. જેમ કે, તાજા ફળ અને શાકભાજી, કઠોળ વગેરે. આ સાથે જ શરીરને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે વારંવાર પાણી પીવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version