કોરોનાના દર્દીઓ ઘરમાં થાઓ છો આઈસોલેટ તો ધ્યાન રાખો આ વાતો, જ્લદી થશો રિકવર

દેશમાં અને રાજ્યમાં પણ કોરોના ઝડપથી પોતાનો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે તમે કેટલીક ખાસ સાવધાની રાખી લો તે જરૂરી છે. આ સિવાય પણ જો તમે કોરોના પોઝિટિવ આવી જાઓ છો તો અને સાથે જ ઘરમાં આઈસોલેટ થાઓ છો તો તમે સરળતાથી રિકવર થઈ શકો છો.

image source

જ્યારે પણ તમે કોરોના પોઝિટિવ આવો છો ત્યારે તમને તાવ આવવો, શરીરનુ ટેમ્પ્રેચર 37 ડિગ્રી થવું, સતત ખાંસી આવવી, સ્મેલ ન આવવી, સ્વાદ ન આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, માથું દુઃખવું, શરીર દુઃખવું અને ગળામાં તકલીફ થવાની સમસ્યા રહે છે. આ લક્ષણો દેખાય તો તરત જ સેલ્ફ આઈસોલેશનમાં જાઓ તે જરૂરી છે. આ સાથે તમે ઓનલાઈન તમે તમારો કોરોના ટેસ્ટ કરાવવા માટે બુકિંગ કરાવી લો તે પણ જરૂરી છે.

image source

કોરોના વાયરસના લક્ષણો દેખાય તો તરત જ સેલ્ફ આઈસોલેટ થવું એ ઉત્તમ ઉપાય છે. ઘરમાં રહો. મેડિકલ ઈમરજન્સી ન હોય તો ઘરની બહાર ન નીકળો. જો તમે કોરોના સંક્રમિતના સંપર્કમાં આવો છો તો પણ સેલ્ફ આઈસોલેશનમાં રહો તે જરૂરી છે. ઓછામાં ઓછા 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહો. ઘરના સભ્યોને તમારાથી દૂર રહેવા કહો અને સાથે ઘરમાં રહેનારા તમામ લોકો માસ્ક પહેરે અને તમારાથી દૂર રહે તે ખાસ જરૂરી છે.

image source

સેલ્ફ આઈસોલેટ થાઓ ત્યારે એવા રૂમને પસંદ કરો જ્યાં હવાની અવર જવર પણ સારી રીતે થઈ શકતી હોય,. ખાવાનું અને દવાઓ લેતી સમયે લોકોની સાથે ફેસ ટુ ફેસ સંપર્કમાં ન આવો. તમારા વાસણ, કપડા, રૂમાલ અને પથારી અન્યથી અલગ રાખો. તેને કોઈની સાથે શેર ન કરો. ઘરના વૃદ્ધ વ્યક્તિ અને બાળકોને ખાસ તમારાથી દૂરી બનાવવા કહો. હાથ, નાક અને મોઢાને થોડી થોડી વારે સાબુથી ધોતા રહો.

image source

સેલ્ફ આઈસોલેશનમાં કોરોના સંક્રમિત અલગ બાથરૂમનો ઉપયોગ કરે તેનું ધ્યાન રાખો. ઘરમાં અન્ય બાથરૂમ ન હોય તો સંક્રમિતના ઉપયોગ કર્યા બાદ તેને સારી રીતે સાફ કરો. આ સિવાય એવો પ્રયાસ કરો કે સંક્રમિત વ્યક્તિ સૌથી છેલ્લે બાથરૂમનો ઉપયોગ કરે.

સંક્રમિત વ્યક્તિએ બને ત્યાં સુધી ઘરમાં ફરવાનું ટાળવું. આ સિવાય પણ જો કોઈ સંક્રમિત વ્યક્તિ રસોઈમાં જાય છે તો ત્યાં અન્ય કોઈ વ્યક્તિ ન હોય તેનું ધ્યાન રાખો, સંક્રમિતને તેના રૂમમાં જ ખાવાનું આપો. તે જે વાસણમાં ખાય છે તેને પોતાના રૂમમાં રાખવા કહો. વાસણને ડિર્ટજન્ટ અને ગરમ પાણીથી ધોઈ લો. જેથી જર્મ્સ વધારે ફેલાય નહીં અને સંક્રમણનો ડર પમ ઓછો રહે.

image source

કોરોના સંક્રમિતે વધારે ને વધારે ગરમ પાણી પીવું. આ સાથે દારુનું સેવન ટાળવું. ગરમ પાણીના પ્રયોગથી તમે શરીર ડીહાઈડ્રેટ કરી શકો છો. આ કામ ન કરો. તે તમારા લીવર પર અસર કરી શકે છે.

જ્યારે કેટલાક લોકોમાં કોરોનાના લક્ષણો ગંભીર જોવા મળે છે. દર્દીની સ્થિતિ વધારે ખરાબ થઈ રહી હોય એવું જરા પણ લાગે તો તેને જાતે દવાઓ આપવાના બદલે હોસ્પિટલ ખસેડવાની તૈયારી કરો. વધારે તાવ રહેવો અને શ્વાસ લેવાની તકલીફ એ ગંભીર ફરિયાદ છે. આ સમયે ડોક્ટરની સલાહ લો અને એડમિટ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *