Site icon News Gujarat

અમદાવાદમાં કોરોના સામે ખુબ મોટી જંગ, 70% દર્દીઓ તો ઓક્સિજન પર, એક મિનિટમાં સીધો આટલા લિટર આપવો પડે

આજે માણસ કુદરત આગળ પાંગળો બની ગયો છે. ધારવા છતાં કંઈ જ નથી કરી શકતો. પૈસા અને સત્તા બન્ને વસ્તુ બાજુમા પડી રહી છે. કેવી હાલત છે એ સૌ કોઈ જાણે છે. પરંતુ ડોક્ટર ખુદ આ વાયરસ આગળ પાંગળો છે અને લોકો ટપોટપ મરી રહ્યા છે. ત્યારે હાલની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ કોરોના હોટસ્ટોપ બની ગયું છે. પરિસ્થિતિ એવી છે કે અમદાવાદમાં અત્યારે કોરોનાના નવા સ્ટ્રેનના કારણે હાલત એવી છે કે, હોસ્પિટલમાં લવાતા કોરોનાના 70 ટકા જેટલાં દર્દીઓને ઓક્સિજન પર રાખવા પડે છે. દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થતાં ઓક્સિજનની ડિમાન્ડમાં પણ સામે એટલો જ જોરદાર ઉછાળો આવ્યો છે.

image source

જો હાલની સુવિધા વિશે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે 1200 બેડની હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં ઓકિસજનની જરૂરીયાતને પહોચી વળવા માટે તબક્કાવાર આધુનિક ટેન્કો ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં 1200 બેડ હોસ્પિટલમાં 20000 લિટરની ટેન્ક જયારે મંજુશ્રી હોસ્પિટલમાં 20000 લિટરની ટેન્ક અને સિવિલ બિલ્ડીંગમાં 20000 લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સ્થાપિત કરવામાં આવી છે. આમ કુલ 60000 લિટર ઓક્સિજન ટેન્કોની ક્ષમતા છે. કોરોના દર્દીઓને પણ હવે રાહત મળે એવુ કહેવામાં આવે છે.

પરંતુ સામે તકલીફ પણ એટલી પડી રહી છે કે સપ્લાય ઓછો છે. 70 ટકા દર્દીઓને ઓક્સિજન પર રાખવા પડે છે. સરેરાશ વાત કરીએ તો એક દર્દીને એક મિનિટમાં 1થી 4 લિટર ઓક્સિજન આપવો પડે છે, જો દર્દી આઈસીયુમાં હોય તો એક મિનિટમાં 10 લિટર ઓક્સિજન ચઢાવવો પડે એવી પણ સ્થિતિ છે. વાયરસની બદલાયેલી પેટર્ન વચ્ચે હોસ્પિટલમાં લવાતા દર્દીઓમાં લોડ પણ ખૂબ જ વધી ગયેલો હોય છે. જેના કારણે તેમના ફેફસાં પર તેની ગંભીર અસર પડે છે. જેના કારણે મોટાભાગના દર્દીઓને ઉપરથી ઓક્સિજન આપવો પડે છે.

image source

જો આ પરિસ્થિતિ વિશે સિવિલ હોસ્પિટલના ડોક્ટરનું કહેવું શું છે એ વાત કરીએ તો કોરોનાગ્રસ્ત દર્દીને નેઝલ પ્રોન્જ પર દર્દીને 0 થી 4 લિટર, સાદા વેન્ટિલેટર માસ્ક પર દર્દીને 6 થી 8 લિટર અને એન.આર.બી.એમ. માસ્ક ઉપર દર્દીને 10 થી 12 લિટર પ્રત્યેક મિનિટ જેટલો ઓક્સિજન શરીરમાં પહોંચતો કરવામાં આવે છે. છેલ્લા 15 દિવસમાં ઓક્સિજન ચઢાવવો પડે તેવા દર્દીઓની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. સિવિલમાં 55 ટનની લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે, જે પહેલા તો દર 2-3 દિવસે ખાલી થતી હતી, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે તેને એક જ દિવસમાં 2-3 વાર ભરવી પડે છે.

image source

કેટલી બારીકાઈથી દવાખાનામાં ધ્યાન રાખવામાં આવે એની વાત કરીએ તો ત્યાં ઓક્સિજન ટેન્કમાં ઓડિયો-વિડીયો અલાર્મ સેટ કરવામાં આવેલા છે. જે નિર્ધારિત કરેલા ચોક્કસ સ્તરે પહોંચે ત્યારે ઓક્સિજન સપ્લાય કરતી કંપ્નીને વોટ્સએપ પર મેસેજ પહોંચી જાય છે. જેથી ખૂબ જ ઝડપથી જે-તે કંપ્ની દ્વારા સ્થળ પર પહોંચીને ટેન્ક ભરી દેવામાં આવે છે. હાલમાં ઓક્સિજન સુવિધાના કારણે ક્રિટીકલ કંડીશનના દર્દીઓની સઘન સારવાર કરી તેમને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ મળી રહી છે. હાલ તમામ ટેન્કોને દિવસમાં સરેરાશ બે થી ત્રણ વાર રિફીલ કરવામાં આવે છે.

image source

જરૂરિયાત વિશે જો વાત કરીએ તો કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિને આધારે તેની ઓક્સિજનની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. ઓક્સિજન સપ્લાય કરતા મશીનની સાથે હ્યુમીડીફાયર જોડાયેલ હોય છે. જેમાં ઓક્સિજન જ્યારે ફેફસા સુધી પહોંચે છે તે પ્રક્રિયાને ભેજયુક્ત રાખવામાં માટે તેમાં પાણી (ડિસ્ટીલ વોટર) ભરવામાં આવે છે. ઓક્સિજન ટેન્કોમાં હાઈ કેપેસિટી ધરાવતું ઓક્સિજન ટેન્ક સાથે વેપોરાઇઝર પણ કાર્યરત હોય છે. ઓક્સિજનની સપ્લાય બે પ્રકારે કરવામાં આવતી હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે. ઓક્સિજન લિક્વિડ સ્વરૂપમાં હોવાથી તેને સીધો ઉપયોગમાં લઈ શકાતો નથી, પણ તેને વેપોરાઈઝર મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા બાદ કોવિડના દર્દીને આપવામાં આવી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version