કોરોનાના કારણે આ લોકોને રહે છે મોતનો ખતરો 20 ગણો વધારે, જાણો કેટલું મોટું છે જોખમ

એક વિશ્વવ્યાપી સંશોધન કરાયું છે તેમાં કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી મહિલાઓના કોરોના સંક્રમિત થવાથી પ્રસવ સમયે તેના મૃત્યુની આશંકા 20 ગણી વધી જાય છે. વોશિંગ્ટન અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના 2100 ગર્ભવતી મહિલાઓ પર કરાયેલા સંશોધનમાં પરિણામ એ આવ્યું છે કે આ મહિલાઓને ખતરો સામાન્યથી 20 ગણો વધાર રહે છે. 18 વર્ષથી નાના, અને તેનાથી વધુ ઉમરના દેશના 43 મહિલાઓની હોસ્પિટલમાં ડિલિવરી સમયે આ અધ્યયન કરાયું છે.

image source

ગયા વર્ષે એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે કરાયેલી શોધમાં કહેવાયું કે 2 સમૂહની વચ્ચે તુલનાત્મક અધ્યયન કરાયું છે. એક સમૂહની ગર્ભવતી મહિલાઓ કોરોના સંક્રમિત હતી તો અન્ય સમૂહની મહિલાઓને કોઈ સંક્રમણ ન હતું. અન્ય એક શોધમાં કહેવાયું છે કે માતા અને બાળકના મોતના ખતરા સિવાય તેમને તે સમયે પૂર્વ પ્રસવ તકલીફોનો પણ સામનો કરવો પડી રહ્યો હતો.

image source

અધ્યયનમાં એ વાત સામે આવી છે કે જે માતાઓનો પોઝિટિવ પરિણઆમ આવ્યું છે તેમનાથી તેમના બાળકોમાં 11.5 ટકા શિશુઓ સંક્રમિત થયાનું સામે આવ્યું છે. વેજ્ઞાનિકોનું કહેવું છે કે જે ગર્ભવતી મહિલાઓને સ્થૂળતા, હાઈ બીપી અને ડાયાબિટીસની તકલીફ હતી તેઓમાં આ જોખમ વધારે જોવા મળ્યું છે. અન્ય એક સંશોધનમાં સ્ત્રી રોગના પ્રોફેસર માઈકલ ગ્રેવેટે કહ્યું કે જો ગર્ભવતી મહિલાઓને કોરોના સંક્રમણ થાય છે તો તેમના બીમાર થવાની આશંકા રહે છે.

image source

અન્ય એક રિપોર્ટ પણ કહે છે કે કોરોના વાયરસના પ્લેસેંટામાં મળવું દુર્લભ છે. અમેરિકામાં થયેલા એક સર્વેમાં કહેવાયું છે કે પ્લેસેંટામાં સંક્રમણના વિરોધમાં એક મજબૂત પ્રતિરક્ષા હોય છે. એક શોધમાં કહેવાયું છે કે જ્યારે દુનિયાના અનેક દેશ કોરોનાની અન્ય લહેરનો સામનો ખૂબ જ મોટા પાયે કરી રહ્યા છે જે ચિંતાનો વિષય છે.

કોરોનાથી સાજા થયેલા લોકોને પણ રહે છે 6 મહિના સુધી મોતનો ખતરોઃ દાવો

image source

કોરોના વાયરસને લઇ વધુ એક સ્ટડી થયો છે જેમાં ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સ્ટડીમાં કહેવાયું છે કે કોરોનાથી સાજા થયેલા લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે રહે છે. આ સાથે ગંભીર બીમારીનો વધુ ખતરો પણ વધારે રહે છે. કોરોનાથી સાજા થયેલા લોકોને 6 મહિના સુધી મૃત્યુનો ખતરો વધુ રહેતો હોય છે માટે આ લોકોએ વધારે સંભાળવાની જરૂર છે. કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થયાની જરૂર ન પડી હોય તેવાને પણ ખતરો વધારે રહે છે. એક રિપોર્ટ અનુસાર શોધકર્તાઓએ દાવો ક્યો છે અને સાથે જ અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ મેડિસિનના શોધકર્તાઓનો દાવો છે કે આગામી વર્ષમાં વિશ્વની જનસંખ્યામાં આ બિમારીનો ભાર પડશે અને સાથે જ એ પણ જોવા મળી રહ્યું છે કે કોરોનાથી સાજા થયા બાદ લાંબા સમય સુધી મુશ્કેલી થઇ રહી છે. કોરોના લાંબા સમય સુધી શરીરના તમામ અંગને પ્રભાવિત કરી શકે છે. સ્ટડીમાં 87 હજાર દર્દી અને 50 લાખ અન્ય દર્દીઓને સામેલ કર્યા હતા અને સાથે જ કોરોનાથી સાજા થયેલા લોકોને પણ સાવચેતી રાખવાની જરૂર છે તેમ કહેવાઈ રહ્યું છે.

દેશમાં કોરોના સંક્રમણને લઈને હાહાકાર

image source

ભારતમાં ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એક જ દિવસમાં દેશમાં 3.45 લાખ નવા કેસ આવવાના કારમે હાહાકાર મચ્યો છે. આ અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક કેસ છે. દેશમાં એક જ દિવસમાં દેશમાં 2620 લોકોના મૃત્યુ થયા છે તો એક જ દિવસમાં દેશમાં 2.20 લાખ લોકો સાજા થયા છે. હાલ દેશમાં 25.43 લાખ કોરોના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. દેશમાં કુલ 1.66 કરોડ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 1.38 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે તો કોરોનાથી દેશમાં કુલ 1.89 લાખ લોકોના મૃત્યુ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!