કોરોનાથી મૃત્યુ પામેલા ડોક્ટરની વિધવા પત્નીએ આપ્યો બાળકને જન્મ, અને લખી આ ભાવુક પોસ્ટ

કોરોનાથી જાન ગુમાવી ચુકેલા ડોક્ટરની વિધવા પત્નીએ બાળકને જન્મ આપ્યો અને ભાવુક પોસ્ટ પણ લખી

image source

આખાય વિશ્વમાં કોરોના વાયરસે જે વિનાશ સર્જ્યો છે, એનું એપી સેન્ટર ચીન છે. ચીનમાં વુહાન શહેરને કોરોના વાયરસનું એપીસેન્ટર જાહેર કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં અહીં હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ આવતા હતા, એવા સમયે વાયરસ અંગેની પુરતી જાણકારીના અભાવે ડોક્ટર્સ તેમજ નર્સ પણ કોરોના દર્દીઓની સારવાર કરતા કોરોનાના સંક્રમણમાં આવ્યા હતા.

ડોક્ટર લી. વેનલિયાંગ : વ્હિસલ બ્લોઅર ડોક્ટર

image source

ચીનના વુહાન શહેરમાં વાયરસની ઓળખ કરવામાં સફળ રહેવા બબાતે ચર્ચામાં રહેલા ડોક્ટર લી. વેનલિયાંગ સાથે પણ રહસ્યમય રીતે કઈક ઘટ્યું હતું. જો કે પ્રશાસને એમને કોરોના હોવાનું કબુલ્યું અને એમની મૃત્યુનું કારણ પણ કોરોનાને જ ગણાવ્યું હતું. વુહાનના ડોક્ટર લી. વેનલિયાંગને કોરોના વાયરસના વ્હિસલ બ્લોઅર ડોક્ટર તરીકે અત્યારે દુનિયા ઓળખે છે. જો કે આ દરમિયાન એમના સાથી તબીબ મિત્રોને એમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસના સાત લક્ષણ દ્વારા તેમણે તેની ઓળખ કરી છે. જે સાર્સ જેવા જ લક્ષણો ધરાવે છે. ઉલ્લેખનીય છે કે સાર્સ વાયરસ પણ એક મહામારી છે, જે 2003માં દુનિયાભરમાં ફેલાઇ હતી.

જન આક્રોશ દ્વારા મરણોપરાંત મળ્યું સન્માન

image source

ચીની અધિકારીઓએ જે સમયે કોરોના વાયરસની વાતનો જ અસ્વીકાર કરી નાખ્યો હતો એવા સમયે પણ ડો. લી. વેનલિયાંગે સાથી ડોક્ટર મિત્રોને આ લક્ષણ ધરાવતા લોકોના ઈલાજ વખતે પર્સનલ પ્રોટ્કેટિલ ઇક્વિમેન્ટ (PPE) ખાસ પહેરે તેવી અપીલ કરી હતી. જો કે શરૂઆતના સમયમાં ચીન પોલીસે ખોટી અફવા ફેલાવવાના આરોપો લગાડીને એમને ધમકીઓ આપી હતી અને તેમની પોલીસ દ્વારા ધરપકડ કરાવી એમને ચુપ કરાવવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ પ્રશાસને જ એમની માફી માંગવી પડી હતી. અને ત્યારબાદ વાસ્તવિકતા સામે આવતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો, એ ગુસ્સો જોતા સરકારે આ ડોક્ટરને મરણોપરાંત સન્માન આપવાનું નક્કી કર્યું.

ફુએ વી-ચેટ પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી

image source

ડોક્ટર વેનલિયાંગની પત્ની ફૂનઝુએજીએ ચીની સોશિયલ મીડિયા એટલે કે વીચેટ પર તેમના ન્યુબોર્ન બાળકની તસવીર શેર કરતા લખ્યું હતું કે, ‘તેમનો અંતિમ ઉપહાર, ફૂને હવે બે બાળકો છે’. ચીની મીડિયાના અહેવાલ પ્રમાણે 12 જૂનના દિવસે ફૂએ દીકરાને જન્મ આપ્યો હતો. ડોક્ટર વેનલિયાંગની પત્નીએ જણાવ્યું હતું કે, ‘શું તેમને સ્વર્ગમાંથી તેઓ જોઈ શકે છે. આજે તમે મને અંતિમ ગિફ્ટ આપી છે. પતિની આખરી નિશાનીનું હું જીવની જેમ જતન કરીશ.’

બાળકની સુરક્ષા માટે વહેલા હોસ્પિટલમાં દાખલ

image source

વધુમાં ફૂએ જણાવ્યું હતું કે, પતિના નિધન પછી આઘાતના કારણે તેમને ઘણી શારિરીક તકલીફો પણ સહેવી પડી હતી. બાળકની સુરક્ષા માટે ઘણા વહેલા જ હોસ્પિટલમાં પણ દાખલ થવું પડયું હતું. જો કે ફૂને અન્ય સંતાન પણ છે. પતિના નિધન પછી શરૂઆતના દિવસોમાં તો તેમણે પોતાના અન્ય બાળકને ‘તેના પિતા વિદેશ ગયા છે’ એમ સમજાવીને શાંત રાખ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત