Site icon News Gujarat

કોરોના કાળમાં શાહરુખ ખાને કરી આટલી મોટી મદદ, દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને આ રીતે માન્યો આભાર

શાહરૂખ ખાને કરેલી મદદ બદલ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્વિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી સહિત અનેક લોકોએ તેમનો આભાર માન્યો છે.મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના કાર્યાલયથી જ્યારે તેમનો આભાર માનવામાં આવ્યો તો તેમણે મરાઠીમાં જવાબ આપતા કહ્યું, ‘આપણે સૌ એક પરિવાર છીએ અને તમામને એક સાથે રાખવા છે, સ્વસ્થ રાખવા છે.’કોરોના મહામારીમાં સોનૂ સૂદ બાદ હવે શાહરૂખ ખાને પણ દિલ્હીને 500 remdesivir ઈન્જેક્શન ડોનેટ કર્યા છે. તેની આ મદદથી દિલ્હીને કોરોના સામે લડવામાં તાકાત મળી છે અને આ માટે દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને ટ્વીટ કરીને તેનો આભાર માન્યો છે. અરવિંદ કેજરીવાલે જ્યારે શાહરૂખ ખાનનો આભાર માન્યો તો તેમણે જવાબમાં ટ્વીટ કર્યો, “સર, તમે તો દિલ્હીવાળા છો. થેંક્યૂ ના કહો, હુકમ કરો. આપણા દિલ્હીવાળા ભાઇઓ અને બહેનો માટે આપણે લાગેલાં રહીશું. ઇશ્વર ઇચ્છશે તો જલદી આપણે આ સંકટમાંથી જીતીને બહાર નીકળી જઈશું.” આ પહેલાં શાહરૂખ ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યૂનું સ્વાગત કર્યું હતું.

image source

કોરોના કાળમાં બોલિવૂડ સેલેબ્સે મોટા સ્તરે મદદ કરીને દેશને મુશ્કેલ સમયમાં રાહત આપી છે. સોનૂ સૂદે પ્રવાસી મજૂરોની મદદ કરી છે.  તો કિંગ ખાને 500  remdesivir   ઈન્જેક્શન ડોનેટ કર્યા અને પોતાના આ કામથી દરેકનું દિલ જીતી લીધું છે. શાહરૂખ ખાનની આ મદદ માટે દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને તેમનો આભાર માનતું ટ્વિટ કર્યું છે.

સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને ટ્વિટમાં લખી આ વાત


ટ્વિટમાં લખ્યું છે કે અમે શાહરૂખ અને મીર ફાઉન્ડેશનનો દિલથી આભાર માનીએ છીએ. તેઓએ દિલ્હીને  500  remdesivir   ઈન્જેક્શન ડોનેટ કર્યા અને તે પણ સૌથી વધારે જરૂરિયાતના સમયે. મુશ્કેલ સમયમાં તમારી આ મદદ માટે અમે આપના આભારી છીએ.

કોરોનામાં શાહરૂખે કરી આ મદદ

image source

શાહરૂખના આ કામ માટે દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યું છે. તેના ફેન્સને તેના પર ગર્વ થઈ રહ્યો છે. પહેલાં પણ કોરોનામાં શાહરૂખે મોટી મદદ કરી હતી. પોતાની મુંબઈની ઓફિસમાં એક ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવાની અપીલ કરી હતી. આ સિવાય તેની તરફથી 25 હજાર પીપીઈ કિટ પણ ડોનેટ કરી હતી. આ સમયે મહારાષ્ટ્ર સરકારે શાહરૂખનો આભાર માન્યો હતો.  એક્ટર કિંગ ખાને અનેક અવસરે આગળ આવીને મદદ કરી છે. તે હંમેશા અનેક સામાજિક કાર્યો સાથે પોતાને જોડેલા રાખે છે. તેમનું મીર ફાઉન્ડેશન પણ આ દિશામાં સતત કામ કરતું જોવા મળી રહ્યું છે.

image source

શાહરૂખ ખાને પીએમ કૅર્સ ફંડ અને મહારાષ્ટ્ર મુખ્ય મંત્રી રાહત કોષમાં દાન કર્યું છે. આ સિવાય તેમણે આરોગ્ય કર્મચારીઓને માસ્ક અને 50 હજાર પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમંટ (પીપીઈ) માટે પણ રૂપિયા આપ્યા છે. ઉપરાંત શાહરૂખ ખાને લોકોની મદદ કરવાવાળી ચાર સંસ્થાઓને પણ ફંડ આપ્યું છે.

image source

આની જાણકારી આપતા તેમણે ટ્વીટ કર્યું, “આ સમયે લોકોને અહેસાસ કરાવવો જરૂરી છે કે તેઓ એકલા નથી… તે એ લોકો જે દિવસ-રાત થાક્યા વિના તમારા માટે કામ કરી રહ્યા છે. એટલા માટે જાઓ અને સુનિશ્વિત કરો કે આપણી નાની ભૂમિકા સારી રીતે નિભાવો અને એક બીજાનું ધ્યાન રાખો તમામ ભારતીયો એક પરિવાર છે.”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version