કોરોનાથી કંગાળ થઈ ગયેલા થિયેટરના માલિકોએ સલમાન આગળ હાથ ફેલાવ્યો, રાધે ફિલ્મ OTT પર રિલીઝ ના કરવા માંગ

સલમાન ખાન એટલે એવો અભિનેતા કે જેના આખા વિશ્વમાં કરોડો ફેન્સ છે. તેની ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. એટલા માટે જ પ્રોડ્યુસર પણ સલમાનની ફિલ્મમાં કામ કરવા માટે આગળ પડતા રહે છે. સાથે જ જોવા મળે છે કે સલમાન ખાનની આશરે દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર આરામથી 100 કરોડ રૂપિયાનો આંકડો વટાવી લે છે. તેના આ ઈતિહાસને જોઇને દેશભરના ઘણા એક્ઝિબિટર એસોસિએશને તેને એક લેટર લખ્યો છે. આ તમામની વિનંતી છે કે સલમાન તેની અપકમિંગ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઈદ-2021ના દિવસે થિયેટરમાં રિલીઝ કરે. જેથી ઘણા સમયથી ઠપ પડેલા બિઝનેસને વેગ મળે.

image source

જો આ વાત વિશે વિગતે વાત કરીએ તો એક્ઝિબિટર્સનું માનવું છે કે, રાધે ફિલ્મ ઓડિયન્સને થિયેટરમાં લાવવામાં સફળ રહેશે અને આર્થિક તંગીમાંથી બહાર પણ નીકળી શકાશે. મળતી માહિતી અનુસાર વાત કરીએ તો લેટરમાં લખ્યું કે, ‘જેમ કે તમને ખબર છે કે 2020 દેશભરના કરોડો લોકોની સાથોસાથ ઇન્ડિયન ફિલ્મ એક્ઝિબિટર્સ સેક્ટર માટે પણ મુશ્કેલભર્યું રહ્યું. છેલ્લા 10 મહિનામાં અનેક સિંગલ સ્ક્રીન/સ્વતંત્ર સિનેમા હંમેશાં માટે બંધ થઈ ગયા છે. તેને લીધે લાખો લોકોની રોજીરોટી પર અસર થઈ છે. થિયેટર માટે ફિલ્મ એવી જ છે જેમ કે કાર માટે ઈંઘણ. દર્શકો સાથે જોડાયેલા કન્ટેન્ટને સતત સપ્લાય વગર થિયેટર ચાલુ રાખવા અશક્ય છે. એક દશકાથી ફિલ્મોએ ઓડિયન્સને સિંગલ સ્ક્રીન સુધી લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તમારી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ’ તે ફિલ્મોમાંની એક છે, જે સ્વતંત્ર થિયેટરને ફરીથી જીવિત કરવામાં સક્ષમ છે.

image source

માટે એવું તારણ બહાર આવ્યું છે કે જો આ ફિલ્મ મોટા પાયે રિલીઝ થાય તો માત્ર આર્થિક મદદ અને રાહત જ નહિ પણ ભવિષ્યને લઈને થિયેટરના માલિક અને કર્મચારીઓને પણ એક આશા દેખાય છે. અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમે 2021માં ઈદ પર આ ફિલ્મ દરેક થિયેટરમાં રિલીઝ કરો.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

કારણકે અમે એક્ઝિબિટર્સ અને સૌથી વધારે તો તમારા કરોડો ફેન્સ થિયેટરમાં કમબેકની રાહ જોઈ રહ્યા છે. તેમના માટે આનાથી વધારે સારો આઈડિયા કોઈ ના હોઈ શકે.’ તો હવે આ પત્ર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અને બધા રાહ જોઈ રહ્યા છે કે આખરે સલમાન ખાન આ પત્ર પછી કોઈ એક્શન લે છે કેમ અને ફિલ્મ થિયેટર પર આવે છે કે ઓનલાઇન એ પણ જોવાનું રહ્યું.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી ઈદ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થતી હોય છે. આ પરંપરા બની ગઈ હોય તેમ લાગતું હતું. જો કે, આ વખતે કોરોનાવાઈરસને કારણે ઈદ પર સલમાનની ફિલ્મ રિલીઝ નોહતી થઈ. આ વર્ષે ઈદ પર સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ડેટ ભાઈ’ રિલીઝ થવાની હતી. જો કે, આ ફિલ્મનું હજી શૂટિંગ બાકી છે. ફિલ્મ રિલીઝ ના થવાથી સલમાનના ચાહકોને અભિનેતાએ નિરાશ નોહતા કર્યા અને થવાની ઈદ પર એક સ્પેશિયલ સોંગ રિલીઝ કર્યું હતું.

image source

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં બહેન અર્પિતા તથા તેના પરિવાર સાથે જ રહ્યો હતો. સલમાનની સાથે જેકલીન ફર્નાન્ડિઝ, લુલિયા વંતુર, વલુશ્ચા ડિસોઝા પણ છે. 60 દિવસ બાદ સલમાન ખાન પનવેલથી મુંબઈ આવ્યો હતો. ત્યાં તેણે પેરેન્ટ્સના ખબર અંતર પૂછ્યા હતાં અને પછી તે તરત જ પનવેલ જતો રહ્યો હતો એવી પણ વાત સામે આવી હતી. જો કે હવે તો બધું ન્યુ નોર્મલ થઈ જવાથી સલમાને ફિલ્મનું શુટિંગ શરુ કરી દીધું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત