કોરોનાની બીજી લહેરની વચ્ચે વધ્યા સોના અને ચાંદીના ભાવ, જાણો શું છે આજનો નવો ભાવ

સોનાની કિંમતોમાં આજે ફરી એક વાર ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ ચાંદીની કિંમતોમાં પણ આજે 206 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. વિશેષજ્ઞોના આધારે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો હાજર ભાવમાં ઉછાળો આવ્યો છે તો ડોલરના ઘટવાની અસર પણ ભારતીય બજારમાં સોનાની કિંમતોમાં વધારા સાથે જોવા મળી રહી છે.

image source

કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે ભારતીય બજારમાં સોનાની કિંમતોમાં ફરીથી એક વાર વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીના સર્રાફા બજારમાં આજે 15 એપ્રિલે સોનાનો ભાવ 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. તો સાથે જ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગયા કારોબારી સત્ર સમયે દિલ્હીના સર્રાફા બજારમાં સોનું 46142 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું તો ચાંદી 66962 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે સોનાની કિંમતમાં ઉછાળો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં મોટો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી.

જાણો શું છે આજનો સોનાનો ભાવ

image source

દિલ્હીના સર્રાફા બજારમાં સોનાના ભાવમાં 159 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં 99.9 ગ્રામ શુદ્ધતા વાળું સોનું નવા ભાવ સાથે 46301 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. તેના પહેલા કારોબારી સત્રમાં સોનું 46142 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ આજે વધીને 1745 ડોલર પ્રતિ ઓંસનો રહ્યો છે.

જાણો શું છે આજનો નવો ચાંદીનો ભાવ

image source

ચાંદીની કિંમતોમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીના સર્રાફા બજારમાં ચાંદીના ભાવ 206 રૂપિયા વધીને 67168 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. આ પહેલા કારોબારી સત્રમાં ચાંદી 66962 રૂપિયા પ્રતિ કિલોએ બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રિય બજારમાં આજે ચાંદીનો ભાવ ફેરવાયો નથી. તે 25.52 ડોલર પ્રતિ ઓંસ પર કાયમ રહ્યો છે.

આ કારણોને લીધે આવ્યો છે સોનાના ભાવમાં ઘટાડો

image source

એચડીએફસી સિક્યોરિટીના સીનિયર એનાલિસ્ટ તપન પટેલના આધારે ન્યૂયોર્ક સ્થિત કમોડિટી એકસચેન્જમાં સોનાનો હાજર ભાવ વધવાથી ભારતીય બજારમાં સોનાના ભાવની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નથી. કોરોનાના નવા કેસમાં આવેલા વધારાના કારણે લોકો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે.

image source

આ સાથે સોનાની કિંમતોને સમર્થન મળી રહ્યું છે. આ સિવાય ડોલરની અન્ય મુદ્રાઓને આધારે પમ તેના ઘટવાના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *