કોરોનાની રસીનો એક કે બે ડોઝ લેનાર વ્યક્તિ સંક્રમિત થાય તો ઝડપથી થઈ જાય છે સ્વસ્થ

દેશમાં વધતાં જતા કોરોનાના કેસની સામે રસીકરણને સૌથી વધુ અસરકારક હથિયાર માનવામાં આવી રહ્યું છે. સરકાર ખૂબ ઝડપથી રસીકરણ કરવા તૈયારી કરી ચુકી છે. જેના ભાગરૂપે 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુની દરેક વ્યક્તિને કોરોનાની રસી આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

image source

1 મેથી દેશમાં રસીકરણનું નવું ચરણ શરુ થઈ જશે. તાજેતરમાં જાણવા મળ્યાનુસાર જે લોકો આ તબક્કામાં વેકસીન લેવા ઈચ્છે છે તેમણે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. જણાવી દઈએ કે શનિવારથી કોવિન એપ પરથી લોકો નોંધણી કરાવી શકશે. હાલ દેશમાં 45થી વધુની વયના લોકોનું રસીકરણ થઈ રહ્યું છે.

image source

જો કે રસી લીધા બાદ કેટલાક લોકોને સ્વાસ્થ્યલક્ષી સમસ્યા થઈ રહી છે પરંતુ અત્યાર સુધીમાં રસી લીધા બાદ કોઈ ગંભીર આડઅસરનો કેસ સામે આવ્યો નથી. રસી લીધા બાદ સ્વાસ્થ્યમાં થોડી સમસ્યા જણાય છે પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. એક રીસર્ચમાં પણ સામે આવ્યું છે કે કોરોનાની રસી જેણે લીધી હોય છે તે કોરોના સંક્રમિત થાય તો પણ તેની સ્થિતિ ગંભીર થતી નથી. તે ટુંકા સમયની સારવાર બાદ જ સ્વસ્થ થઈ જાય છે.

image source

દેશમાં અત્યાર સુધીમાં એવા અનેક કેસ નોંધાયા છે જેમાં કોરોનાની રસીના બે ડોઝ લઈ ચુકેલા લોકો પણ કોરોનાથી સંક્રમિત થયા હોય. પરંતુ તેનો મતલબ એ નથી કે રસી પ્રભાવી નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે રસીના પ્રભાવથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે. એટલે જ તો રસી લઈ ચુકેલા વ્યક્તિ જો કોરોના સંક્રમિત થાય તો તેની હાલત સામાન્ય દર્દીની સરખામણીએ ઝડપથી સુધરી જાય છે. એટલે કે રસી લઈ ચુકેલા દર્દીની હાલત ગંભીર થતી નથી. તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે.

image source

દિલ્હીમાં પણ એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં કોરોનાની રસીના બે અથવા એક ડોઝ લઈ ચુકેલા લોકોને કોરોના થયો હોય. પરંતુ આવા દર્દીને રસી ન લીધી હોય તેવા દર્દી કરતાં ઓછી તકલીફ સહન કરવી પડે છે. તેઓ અન્ય દર્દીની સરખામણીએ ઓછા દિવસોની સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ જાય છે. જેમણે રસીનો એક કે બે ડોઝ લીધા છે તે અન્યની સરખામણીમાં ઝડપથી સ્વસ્થ થઈ જાય છે.

આ અંગે અહીંની સફદરજંગ હોસ્પિટલના મેડિસીન વિભાગના અધ્યક્ષ ડોક્ટર જુગલ કિશોરનું કહેવું છે કે રસી વિશે પહેલાથી જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વેકસીન લીધા બાદ તમે કોરોનાથી સુરક્ષિત થઈ જ ગયા છો તેવું નથી. રસી લેનાર પણ સંક્રમિત થઈ શકે છે. પરંતુ આવા લોકોમાં કોરોનાના હળવા લક્ષણો જ જોવા મળે છે અને તે ઝડપથી સાજા પણ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!