કોરોના રસી લેનારા માટે સૌથી સુખદ સમાચાર, જાણી લો જલદી અને જે લોકોએ રસી ના લીધી હોય એ ખાસ લઇ લેજો નહિં તો…

હાલમાં આખા દેશમાં રસીકરણની પ્રકિયા પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે રસીના કારણે લોકોને તાવ આવે છે અથવા તો બે ત્રણ દિવસ સુધી હાથ પગમાં તણાવ રહેવાના કિસ્સા પણ સામે આવે છે. જ્યારે હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો એ ખરેખર જોવા જેવો છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે કોરોના રસી લીધા બાદ 80 ટકા લોકોને દવાખાને જવાની જરૂર જ નથી પડી. હાલમાં માહોલ પણ એવો છે કે ભારતમાં કોરોનાનો કહેર હવે ઘટી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે 3 મેથી રિકવરી રેટમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે, જે હવે 96% છે.

image source

મંત્રાલયે આગળ વાત કરતાં કહ્યું કે અમે સક્રિય કેસોમાં પણ ઘટાડો જોઇ રહ્યા છીએ. 11 જૂનથી 17 જૂન દરમિયાન, 513 જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 5% કરતા પણ ઓછા હતા જે આખા દેશ માટે એક સારી વાત ગણી શકાય. દેશમાં કોરોનાની હાલની પરિસ્થિતિ સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સમાં લવ અગ્રવાલે માહિતી આપી હતી કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 62,480 નવા કેસ નોંધાયા છે.

image source

છેલ્લા 11 દિવસથી એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. કોરોના કેસની ટોચ પર 85% નો ઘટાડો જોવા મળ્યો છે. એ જ રીતે જી તરફ નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડો. વી કે પોલે કહ્યું કે અભ્યાસ દર્શાવે છે કે જે લોકોને કોરોના રસી મળી છે તેઓ હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 75-80 ટકા ઓછી થઈ જાય છે.

image source

વી કે પોલે કહ્યું કે રસી લેનારી વ્યક્તિઓ માટે ઓક્સિજન સપોર્ટનું જોખમ આશરે 8 ટકા છે અને રસીકરણવાળા વ્યક્તિઓમાં આઇસીયુમાં દાખલ થવાનું જોખમ ફક્ત 6 ટકા છે. ડબ્લ્યુએચઓ અને એઈમ્સનો સર્વે વિશે વાત કરતાં પોલ જણાવે છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સીરોપોસિટીવિટી લગભગ સમાન છે.

image source

18 વર્ષથી વધુ વય ધરાવતા લોકોમાં, 18 વર્ષથી ઓછી વયના લોકોમાં, સીરોપોસિટીવિટી રેટ 67 ટકા અને 59 ટકા છે. શહેરી વિસ્તારોમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં તે 78 ટકા છે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 79 ટકા છે. હવે આ સાંભળીને રસી લેનારા લોકો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને સરકાર તેના કારણે જ લોકોને રસી લેવા માટે વાંરવાર કહી રહી છે. આગળ વાત કરતાં ડો.વી.કે. પૌલે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સીરોપોસિટીટી દર 56 ટકા છે અને 18 વર્ષથી ઉપરના લોકોમાં 63 ટકા છે.