કોરોનાની રસીને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, દરેક માટે જાણવું ખૂબ જરૂરી કારણકે…

કોરોના વાયરસની રસી ભારતમાં તૈયાર થઈ ચુકી છે અને દેશભરમાં સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ પણ થઈ ચુક્યો છે. રસીકરણના પ્રથમ તબક્કામાં રસી કોરોના વોરિયર્સને આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં લાખો લોકો કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ પણ ચુક્યા છે.

image source

રસીકરણ જ્યારથી શરુ થયું છે ત્યારથી રસી અંગે અનેક ચર્ચાઓ દેશભરમાં થવા લાગી છે. આ ચર્ચાઓ વચ્ચે એવી પણ વાત સામે આવી હતી કે રસીનું વેચાણ બજારમાં પણ શરુ થઈ શકે છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં તેમણે કોરોનાની રસીના વેચાણ અંગે ખુલાસો કરી દીધો છે.

image source

કોરોના માટે બનેલી રસીના વેચાણ અંગે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, હાલ સરકાર એ વાતની મંજૂરી નહીં આપે કે કોરોનાની રસી ખુલ્લા માર્કેટમાં વેંચવામાં આવે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર માટે હાલ પ્રાથમિકતા એ વાતની છે કે કયા લોકોને રસીની સૌથી વધુ જરૂર છે. સરકાર હાલ આગામી સાતથી આઠ મહિનામાં દેશમાં માત્ર એવા લોકોને રસી આપવાનું કામ કરશે જેમને રસીની સૌથી વધુ જરૂર છે.

image source

આ અંગે આગળ તેમણે જણાવ્યું હતું કે સરકારે ભારત કે અન્ય કોઈ દેશની રસીને માર્કેટ ઓથોરાઈઝેશનને નથી આપી અને ન તો સરકાર અત્યારે આમ કરવાનું વિચારી રહી છે.

image source

રાજેશ ભૂષણના જણાવ્યાનુસાર ઓપન માર્કેટમાં રસી વેંચવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે જ્યારે ફેઝ-થ્રીના ટ્રાયલના પરીણામ આવી જશે. આ જ વિચાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફનો પણ છે. તેમણે પણ કહ્યું છે કે ફેઝ-થ્રીના ટ્રાયલના પરીણામ પર નિર્ભર કરે છે કે રસીને ઓપન માર્કેટમાં પરમીશન આપવી કે નહીં.

image source

ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોના રસીનો પહેલો ફેઝ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોને રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. હજુ પણ વધુમાં વધુ લોકો સુધી રસી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ ફેઝ બાદ બીજા ફેઝમાં વડાપ્રધાન મોદી રસી લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત