Site icon News Gujarat

કોરોના વેક્સિનને લઈ ખુબ ગંભીર સમાચાર, 50 વર્ષથી નાની ઉંમરના લોકોએ રસી માટે કરવું પડશે આ મોટું કામ

જો તમારે પણ કોરોનાની રસી જોઈતી હશે તો થોડુંક ધ્યાનમાં રાખવું પડશે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાની રસી મેળવવા માટે સરકારની પ્રાથમિકતા ધરાવનારાની યાદીમાં સ્થાન મેળવવું પડશે. આ યાદીમાં સ્થાન મેળવવા માટે જો કોઈ ગંભીર બીમારીથી પીડાતું હોય અને 50 વર્ષની ઉંમરથી ઓછી હોય તો તેવા લોકોને તેમની બીમારીની ગંભીરતા અંગેનું જનરલ પ્રેક્ટિશનર પાસેથી સર્ટિફિકેટ મેળવવું પડશે અને સરકાર સમક્ષ રજૂ કરવું પડશે.

image source

કારણ કે આ વાતનો સમાવેશ એમાં થાય છે કે જે એક્સપર્ટ પેનલ દ્વારા નક્કી કરાયેલા પ્રોટોકોલ હોય. એ જ રીતે વાત કરીએ જો સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર તો કોમોર્બિડિટી ધરાવતા વ્યક્તિને સર્ટિફિકેટ આપતી વખતે ડોક્ટર પ્રોટોકોલ સાથે સૂચિત માપદંડો અને સ્કોરિંગ સિસ્ટમનો પણ ઉલ્લેખ કરે એવી શક્યતા છે.

image source

આ સર્ટિફિકેટ એમનેમ જાહેર નહીં થાય. ડોક્ટર ખુદ દર્દીના ઉપલબ્ધ રેકોર્ડના આધારે આ સર્ટિફિકેટ જાહેર કરશે. જો કે હા સારી વાત એ છે કે તેના માટે નવેસરથી ટેસ્ટ કરાવવાની કોઇ જરૂર નથી. કોરોનાની રસી માટે રજિસ્ટ્રેશન કરાવવા વ્યક્તિ કો-વિન આઇટી પ્લેટફોર્મ પર ડોક્ટરે આપેલું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે એટલે કામ પાર પડી જશે. કેવા કેવા લોકોને પહેલાં રસી આપવામાં આવશે તો જેની ઉંમર 50 વર્ષથી ઓછી હોય અને ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ, શ્વસનતંત્રની બીમારીઓ, કિડનીની બીમારી, કોઇપણ પ્રકારનાં કેન્સર, વિકલાંગતા, જેવાં મગજના રોગો અને જેમને ગંભીર પ્રકારનો ન્યૂમોનિયા થવાની સંભાવના હોય તેવા લોકોને આ કોરોનાની રસીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

image source

સાથે જ આ રોગથી પીડાતા દર્દીઓને પ્રોટોકોલમાં અપાયેલી સ્કોરિંગ પેટર્ન પ્રમાણે ક્વોલિફાય થવું પડશે એ પણ નક્કી જ છે. ત્યારબાદ જ તેને રસી આપવામાં આવશે.

image source

પ્રોટોકોલ વિશે વાત કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે, એક્સપર્ટ પેનલ દ્વારા પ્રોટોકોલને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે અને કોરોનાની રસીનાં વિતરણ માટે રચાયેલા નેશનલ એક્સપર્ટ ગ્રૂપને પણ સોંપી દેવામાં આવ્યો છે. અમે આ પ્રોટોકોલ અત્યંત સરળ રાખવાનો પ્રયાસ કર્યો છે જેથી તેમાં મહત્તમ લોકોને લાભ મળી શકે.

image source

તો હવે જોવાનું એ રહ્યું કે કોને કોને આ લાભ મળે છે અને રસી કેટલી ફાયદાકારક રહે છે. આ સાથે જ જો ગુજરાતની વાત કરીએ તો વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘણો ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 700થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 665 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે રાજ્યમાં વધુ 4 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4329 એ પહોંચ્યો છે. જ્યારે 897 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જો કે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 94.82 ટકાએ પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version